________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૩૮)
અમૃતસાગર,
(તરંગ
-
-
-
-
-
-
- -
-
-
-
બોલવું, મિથુન, સુવું, ઉજાગરે, ફરવું, શાક, પાનબીડાં, કેળું અને વનના જેવો વગર અન્ય જીવોનાં માંસ સેવવા યોગ્ય નથી.
વણસેથ-ત્રણ તથા અગ્નિદગ્ધ ને અધિકાર સંપૂર્ણ
ભગ્નરોગ-હાડકાના જાદા પાડવાનો અધિકાર
ભગ્નના ભેદ. ભગ બે પ્રકારના છે, એક કાંડભગ્ન અને બીજે સંધિભગ્ન તેમાં જે સાંધાના હાકડાના એક ભાગનું હાડ ભાગ્યું હોય તે કાંડભગ્ન કહેવાય છે અને બે હાડકાંને સાંધવાની જગોમાં જે હાડભાગ્યું હોય તે સંધિભગ્ન કહેવાય છે. તે સંધિભગ્નના છ ભેદ છે–એટલે ઉત્પષ્ટ ૧, વિશ્લષ્ટ ર, વિવર્તિત ૩, તિર્યગ્ગત ૪, ક્ષિપ્ત પ, અને અધોગત એ પ્રકારે છ પ્રકાર છે.
' સંધિભગ્નનું સામાન્ય લક્ષણ. - શરીરના હાથ પગ વગેરેને લાંબા કરતાં કે ટુંકા કરતાં કિવા ફેરવવામાં આકરી વેદના થાય અને તે ઉપર કશું પણ અડે તે ગમે નહીં એ સંધિભનનાં સામાન્ય લક્ષણ છે.
છએ પ્રકારના સંધિભગ્નનાં વિશેષ લક્ષણ. બે હાડ આમને સામાન ઘસાવાથી સાંધે દબાઈ જતાં બંને ભાગમાં સોજો આવે અને રાત્રીએ વિશેષ વેદના થાય તેને ઉત્પિષ્ટ કહે છે.
બને ભાગમાં સોજો હોય અને નિરંતર વેદના વિશેષ થયા કરે તેને વિલીબ્દ કહે છે.
સાંધા જુદા ન પડતાં સાંધાનાં બને હાડ વાંકાં થઈ જાય તેથી તે બને હાડમાં આકરી પીડા થાય તે વિવર્તિત સંધિભગ્ન કહેવાય છે.
સાંધાના બે હાડકાં પૈકી એક હાડકું પોતાનું સ્થાન છેડી આડું થઈ જાય અને તેથી આકરી વેદના થાય તેને તિર્યગ્ગત સંધિભગ્ન કહે છે.
સાંધાનાં બન્ને હાડકાં એક એકવા ઉપર ચઢી જાય તેથી તેમાં ક્યારેક વધારે અને કયારેક ઓછું ભારે થી નીકળે અને વેદના થયા કરે તેને ક્ષિપ્ત કહે છે.
સાંધાનાં બને હાડકાં એક બીજાના નીચે જતાં રહે અને વેદના થયા કરે તથા સો છુટા પડી જાય તેને અધોગત સંધિભગ્ન કહે છે.
કાંડભગ્નના બાર ભેદ છે તેની વિગત. કાંડાભગ્નને બાર પ્રકાર છે–એટલે કર્કટક ૧, અશ્વકર્ણ ૨, વિચૂર્ણિત ૩, પિશ્ચત ૪, ખલિત પ, કાંડભગ્ન ૬, અતિપાતિત , મજજાગત ૮, વિસ્ફટિત ૮, વક્ર ૧૦, અલ્પછિન્ન ૧૧, અને બહુનિ ૧૨. આ ૧૨ પ્રકારનું કાંડભગ્ન છે. તેનાં નામ પ્રમાણેજ લક્ષણ છે; અર્થાત હાડકાનો ભાગ છુટો પડીને વચમાં ઉંચો અને પડખાઓમાં નમેલો કટક-કુડચલ જેવો થાય તેને કર્કટક કહે છે. ઘેડાના કાન જેવું મોટું હાડકું બહાર ની કળે તેને અશ્વકર્ણ કહે છે. હાડકાને ભૂકો થઈ ગયો હોય કે જે અડવાથી વા શબ્દથી જાણી શકાય તેને વિચૂર્ણિત કહે છે, હાડકાં ચીરયલાં કે વચમાંથી ભાંગેલ હોય છતાં ઘણા
For Private And Personal Use Only