________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેળો . )
ભગંદ૨ પ્રકરણ.
( ર૪૫ )
ખરાબ વાસના વાળું ૫૩ વહ્યા કરે છે અને ફેડકીનું ગળું ઉંટની ડોકની પેઠે વાકુ હોય છે, તેથી તેને ઉષ્યગ્રીવ ભગંદર કહે છે.
જે ભગંદરની ફેલ્લી એ કઠણ, ખરજવાડી, જાડું પરૂ-રસી વહેનારી, થોડી પીડાયુકત ધોળી હોય અને રાત દિવસ પરૂ-રસી વહ્યા કરે છે, તેથી તેને પરિસ્ત્રાવી ભગંદર કહે છે, આ ભગંદર કફના કાપવાથી થાય છે.
જે ફોડકીઓ બહુ બહુ રંગવાળી, બહુ જાતની પીડા સહિત અને વિવિધ પ્રકારના પર વગેરેને વહેનારી ગાયના આંચળ જેવી થાય છે અને તેનો પરૂ વહેવાને રસ્તો શંખલાના આંટા જેવો હોય છે તેથી તેને શંખલા-સંબૂકાવર્ત ભગંદર કહે છે.
કાંટા, નખ કે ખંજળવાથી અભિઘાત-વાગવાના લીધે ગુદાની આસપાસ ફડકીઓ થાય છે. એ ફેલીઓ વધે છે, ફાટી જાય છે અને બેદરકારી રાખવાથી તેમાં જીવાત પડી જાય છે. તથા ત્યાં અનેક ઘણો અનેક મહેવાળાં થાય છે અને ઝર્યા કરે છે. આ વ્રણોએ આડા માર્ગ પાડી નાખેલા હોય છે તેમાંથી વિઝા વગેરે નીકળે છે, તેથી આ ઉભાગ ભગંદર કહેવાય છે.
ભગંદરનું કષ્ટસાધ્યપણું, સમસ્ત—પાંચ પ્રકારના ભગંદર ભયંકર છે અને મહા મહેનતે આયુ બળવાન તથા ઇશ્વર કૃપા હોય તે જ મટે છે, તેમાં પણ ત્રિદોષન અને શવ્યથી થએલો ભગંદર તો અસાધ્ય છે. જે ભગંદરમાંથી વાયુ, મળ, મૂત્ર, વીર્ય અને જીવાત નીકળતાં હોય તે તે રોગીના જીવનની આશા છેડીજ દેવી.
ભગંદરના ઉપાય, ગુદાની આસપાસ કોઈપણ પ્રકારની ફડકી થએલી જણાય કે તે ફેડકીના ઉત્તમ પ્રકારના યનથી ઉપચાર કરે. જેમ તે ભગંદરની કેલીઓ પાકે નહીં તેમ જ વળગાડી લોહી કઢાવવું, ઔષધને ગરમ કરી તેનું તે ઉપર સિંચન કરવું, સોધન કરવું વગેરે વગેરે ઉપાયો કરી એ રોગને મૂળમાંથી છેદી નાખો. અથવા વડનાં કુણા કુણાં પાંદડાં, જેઠીમધ, સુંઠ, સાટડીનું મૂળ અને ગળો એને સારી પેઠે વાટી ઉનાં કરી તેનો સહેવાતો લેપ જ્યાં સુધી ફિલ્લીરૂપે ભગંદર હોય ત્યાં સુધી કરવો તે તે ભગંદરની ફોલ્લીઓ મટે છે. અથવા તલ, લીંબડાની છાલ અને મહુડે (કે જેઠીમધ !) એઓને દુધમાં વાટી અત્યંત ઠંડકતાવાળો ઠંડે લેપ કરે તે, પિત્ત અને વેદનાવાળો ભગંદર મટે છે. અથવા ચંબેલી-જૂઈનાં પાંદડાં, વડનાં કુણાં પાંદડાં, ગળે, સુંઠ અને સિંધાલૂણ એઓને જાડી છાશમાં વાટી લેપ કરે તે ભગંદર મટી જાય છે. વિદ્યરહસ્ય. અથવા હળદર, આકડાનું દુધ, સિંધાલૂણ, કણેરનાં પાન, શુદ્ધ ગુગળ અને ઇંદ્રજવ એઓ કલક કરી તેલમાં નાખી તેલ પકવવાના વિધિ પ્રમાણે પકવી તે તેલને ભાલેસ કરે તે ભગંદર મટે છે. આ નિશાદ્યતૈલ કહેવાય છે. અથવા ત્રિફળાં તોલા ૩. શુદ્ધ ગુગળ તોલા પ અને પીપર તોલે ન લઈ સર્વને એકઠાં કરી વાટી ગેvીઓ બનાવી સેવન કરે તો ભગંદર મરી જાય છે, તથા સેજે, ગોળે, અને ગુદાના મ
સા પણ મટી જાય છે. આ નવકાર્ષિક ગુગ્ગલ કહેવાય છે. અથવા જે શસ્ત્રક્રિયામાં કુશળ હોય તેવા ચતુરઘ પાસે શસ્ત્રક્રિયા કરાવી પછી મલમ વગેરે લગાડે તે ભગંદર મટી
૧ શસ્ત્રક્રિયા માટે જે કહ્યું છે તે માટે ભાવપ્રકાશથી અને સુશ્રુતથી તેનું પૂર્ણ જ્ઞાન મેળવી કયા ભગંદરમાં ક્યા પ્રકારની શસ્ત્રક્રિયાથી કેવા પ્રકારનો છેદ કરવો ? વગેરે વગેરે જાણી લેવું.
For Private And Personal Use Only