________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૮૮)
અમૃતસાગર.
(તરગ
*
--------
-
=
તેમ ખાસ કાળજી રાખવી; કેમકે જે પાકે તો ઇદ્રિ ગળી સડીને નાશ પામે છે. માટે પાકવા ન દેતાં તે મટી જાય તેવા તાકીદે ઉપાય લેવા.
“સાડીનાં મૂળ, ગળો, સુઠ, જેઠીમધ અને વડનાં કુણાં પાંદડાં એઓને ઉકાળો કરી તે પાણીથી ઇદિની ચાંદીને ધોવી, જેથી ઉપદંશ મટે છે. અથવા વડની કુણુ વડવાઈ, આસંદરાની છાલ, જાંબુડાનાં પાંદડાં, દર, હરડે, અને હળદર એઓને બરાબર લઈ વાટી લેપ કરે તે, ઉપદંશની પીડા અને સોજો નાશ પામે છે. અથવા જે ઇન્દ્રિ પાકી ગઈ હોય તે ઉપરની દવાઓના ઉકાળાથીજ દેવી જેથી આરામ થાય છે. અથવા ત્રિફળાના કવાથથી, વા જળભાંગરાના રસથી ચાંદીને લેવાથી ઉપદેશ મટી જાય છે. અથવા નીલકમળ, રાત્રીવિકાસી કમળ અને રાતાં કમળ એઓના કવાથથી ઉપદંશને ત્રણને ધવા અથવા એઓને વાટી જાડે લેપ કરે, જેથી ઉપદંશ મટી જાય છે. અથવા બરીઆનાં પાંદડાંનું અથવા દાડિમની છાલનું ચૂર્ણ ચાંદી ઉપર દબાવે અગર લેપ કરે તો ઉપદેશ મટી જાય છે. અથવા સેપારીને પાણીમાં ઘસી લેપ કરે તે ચાંદી મટે છે. ભાવપ્રકાશ. અથવે સોપારી અને હળદરને પાણી સાથે ઝીણું વાટી લેપ કરે તો લિંગને સેજે, ચળ અને ઉપદંશ મટી જાય છે. અથવા લોખંડની કરાઈમાં ત્રિફળાને બાળી તેની ભસ્મ મધમાં મેળવી ઉપદંશની ચાંદી ઉપર ચોપડે તે તત્કાળ ચાંદી રૂઝાઈ જાય છે. અથવા કડવાં પરવળ, લીંબ, ત્રિફળાં અને કરીનું એનો કવાથ કરી કિંવા બરસાર, બીબલાના સારને કવાથ કરી તેમાં શુદ્ધ ગુગળ નાખીને કે ત્રિફળાનું ચૂર્ણ નાખીને પીવાથી સર્વ પ્રકારના ઉપદેશ મટી જાય છે. વૈઘરહસ્ય, અથવા કરીયાતું, લીંબડે, ત્રિફળાં, કડવા પરવળ, કકચ, જાઈનાં પાન, ખેર, અને બીબલો એને પાણીમાં સારી પેઠે વાટી કલ્ક કરી તેથી વા તેના કવાથથી સિદ્ધ કરેલું ધી પીએ ના પડે તો સર્વ પ્રકારના ઉપદંશને મટાડે છે. આ
નિબાઘછૂત કહેવાય છે. ચક્રદત્ત અથવા પૂર્વ કથિત વણના અધિકારમાં લખેલાં બધી ખાય કે ચોપડે તો પણ આરામ થાય છે. અથવા રેચ લેવાથી પણ ઉપદંશ શાત પડે છે. “અથવા હરડે ૮ ભાગ, મોરથુથું ૧ ભાગ, એ બેને ખૂબ ઝીણું વાટી પછી લીંબુનો રસ ભાગ ૧૦૦ પ્રમાણે લઈ તેમાં પુનઃ ઘુંટી ગેળીઓ ૪ માસાભારની કરવી. તેમાંથી ગોળી ૧ દહી સાથે દિવસ ૧૫ સુધી ખાય અને પથ્યમાં રહે તો ઉપદંશ નિશ્વ મટે છે. અથવા મોરથુથું ૧ ભાગ, કાથો ૧ ભાગ, બોદારશીંગ ૨ ભાગ અને સોપારીની ભસ્મ ૨ ભાગ લઈ ઝીણાં વાટી ચાળી તે ભુકી ઉપદંશના-ચાંદીના ઉપર ભભરાવવી, જેથી અવશ્ય આરામ થાય છે.” અથવા શુદ્ધ કરેલ પારે, ગંધક, હરતાલ, સિંદૂર, અને મણશીલ લઈ તેમાં ઘી નાખી પછી તેને ૧ દિવસ તડકે રાખી તાંબાના વાસણમાં નાખી તાંબાની જ વાટકીથી સારી પેઠે ઘંટી પછી તેને ઉપદંશ ઉપર ચોપડે તે ખરજ સહિત ઉપદંશનો વ્યાધિ મટી જાય છે. વૈદ્યરહસ્ય. અથવા જે ઉપાયો કોઢના અધિકારમાં કહેવામાં આવશે તે સઘળાં ધી ચળવામાં, ખાવામાં અને ચોપડવામાં ઉપયોગમાં લે તે ઉપદે શ મટી જાય છે.
ભાવપ્રકારા, ઉપદંશ રેગીના પથ્યાપથ્ય. મગ, ચોખા, ઘઉં, ઘી, ચણ, સાકર, તુરીયાં, સરગવાની શિગે, બકરીનું તથા ગાથનું દુધ, ઉનું પાણી અને હલકા ભજન સદા હિતકારી છે.
For Private And Personal Use Only