________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃતસાગર,
(તરંગ
જાય છે. ભાવપ્રકાશ. અથવા દારુહળદર, હળદર, મજીઠ, લીંબડાનાં પાન, નસેતર અને માલકાંકણી એઓનો કલ્ક કરી ભગંદરના વણને ધુએ તો ભગંદર મટી જાય છે. તથા ભરનીંગળની પીડા પણ તેથી મટે છે. અથવા કલજીજી અને કુતરાનું હાડકું એ બેને ગધેડાના લોહી સાથે પત્થર ઉપર વાટી તેનો લેપ કરે તે ભગંદર મટી જાય છે. અથવા બિલાડીના હાડકાને ત્રિફળાં (હરડે, બેહેડાં, આંબળાના રસમાં વાટી લેપ કરે તો ભગંદર મટી જોય છે. અથવા બિલાડાના અને કુતરાના હાડકાની ભસ્મ લઈ લોઢાના વાસણમાં ગાયના ઘી સાથે તેને ઘુંટી લેપ કરે તે ભગંદર મટી જાય છે, તથા બીજાંપણ દુષ્ટત્રણને નાશ કરે છે. અથવા શુદ્ધ પારો ૨ ભાગ, શુદ્ધ સેમલ ૪ ભાગ કે તાંબાના મેલને ૪ ભાગ ), એ બન્નેને કાકવંધાના રસમાં પાંચ દિવસ સુધી ઘુંટી તેને ત્રાંબાના કોડીઆઓમાં સંપુટ કરી તે સંપુટને એક બુંદમાં કાણા વાળી હાંલ્લીમાં મુકી આસપાસ નદીની રેત ભરી તેને સુહા ઉપર ચઢાવી ૮ પિહારની આંચ (અગ્નિ) દઈ જ્યારે પિતાની મેળે જ શીતળ થઈ જાય ત્યારે તેમાંથી તે સંપુટ કાહારી તેમાંના ઔષધોને મૂષ (સોનું-રૂપું ગાળવાની કુલડીમાં ભરી મધ અને ખડીઓખાર નાખી અગ્નિ ઉપર રાખી તેને વંકનાળ ધમાથી જ્યાં સુધી ચાંદીની પેઠે ચકકર ખાય (ચાંદી - ગેરે ધાતુઓ સારી પેઠે ઓગળે ત્યારે ચક ખાય-ફરે છે, ત્યાં સુધી ધમ્યા કરવું. પછી કાહાડી લઈ ખરલ કરી તેમાંથી રતી ૩ ભાર મધમાં કાલવી સેવન કરે અને તે ઉપર ત્રિફળાને કવાથ પીએ તથા મધ્યમાં રહે તે થોડા જ દિવસમાં ભયંકર ભગંદરની પીડા મટી જાય છે. આ રૂપરાજરસ કહેવાય છે. વૈદ્યરહસ્ય, અથવા પારો ૧ ભાગ, તથા આમળસાર શુદ્ધ ગંધક ૨ ભાગ લઈ એ બન્નેની કાજળ કરી તેમાં કુવારપાઠાને રસ નાખી ખરલ કરી પછી તેની ગોળી કરી તાંબાના સંપુટમાં મુકી તે સંપુટને હાંલ્લીમાં રાખ ભરી મધ્યમાં મુકી તેના ઉપર રાખ દબાવી તેને નીચે અગ્નિ દિવસ ૧ સુધી બાળવો, જ્યારે એની મેળે જ હાંડલું શીતળ થાય ત્યારે તેમાંથી સંપુટ કાહાડી લઈ તેને જંબીરી નામના ખાટા લીંબુના રસના ૭ પુટ દેવા. ત્યાર બાદ વાટી ચાળી તેમાંથી રસ્તી ૧ મધ સાથે કાલવી ચાટે તે ભગંદર જાય છે, પણ તે ઉપર પથ્થમાં મુસલી તથા લસણ ખાવું અને તે ઉપરાંત મિષ્ટ ભોજન કરવું, તથા દિવસે સુવાનું, મૈથુન, વાસી ભજન અને ઠંડું ભજન ત્યજવું. આ રવિ સુંદર (રવિતાંડવ) રસ કહેવાય છે, એમ રસસિંધુને કર્તા કહે છે.
ભગંદર રોગીનાં પથ્યાપથ્ય. દંડ, કસરત, મૈથુન, કુસ્તી, ઘેડા વગેરેની સ્વારી, ખેદ, નવાં અન્ન ભજન અને ભારે પદાર્થોનું ભેજન આટલી વસ્તુઓ ભગંદરને ઘા રૂઝાઈ ગયો હોય; તદપિ એક વર્ષ પર્વત કરવી નહીં તેજ ફાયદાકારી છે. અને જો એ વસ્તુઓ ઉપગમાં લે તો સંયમની નગરીના સ્વામીના સમીપ સ્વયંપગે સત્વરે સ્થિત થવું પડે છે.
ભગંદરનો અધિકાર સંપૂર્ણ
ઉપદંશ-ચાંદીનો અધિકાર
ઉપદંશનાં નિદાન તથા સંખ્યા. ગુદ્ધિ ઉપર હાથ વાગવાથી કે દાંત નખના વાગવાથી, મુદિજપ કરવાથી. સંભોગ
For Private And Personal Use Only