________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૪૦ )
( તરંગ
પછી ગારાના લેપ કરવા, અને તે ઉપર કુશ, ડાભ સહિત પાટા બાંધવા. સર્વ ઠંડા ઉપચારા કરવા. પાટો બાંધવો તે ધણા ઢીલા પણ નહીં તેમ ઘણા સખ્ત પણ નહીં બાંધવે; કેમકે જો ઢીલેા પાટા બંધાય તેા સાંધાની સ્થિરતા રહેતી નથી અર્થાત્ જોડેલા સાંધા આડા અવળા થઇ ાય છે. અને જો બહુ તાણીને આંધે તે, તેથી ચામડીનું સુજવું તથા પીડાતાડા થાય છે. એટલા માટે બહુ ઢીલે! પણ નહીં તેમ બહુ તાણીને પણ નહીં અર્થાત્ જોઇએ તેવા સાધારણુ રીતે પાટા બાંધવા. ટુટેલા ઠેકાણે મા અને મહુડાં એઓને પાણીમાં વાટીને તેને લેપ કરવા. અથવા ૧૦૦ વાર ધાએલા ધીમાં સારી ચાખાનો લોટ મેળવી તેને લેપ કરે. અથવા એરડી કે પીપળાની લાખ, ઘઉં અને કડાયાની છાલ એએનું ચૂર્ણ કરી ધી અને દુધમાં સેવન કરે તે સાંધા તુટી ગયા હાય અને હાડ ભાંગી ગયાં હોય તે સારાં થાય છે. અથવા લાખ, હાડસાંકળ, કડાયાની (કે આસદરાની?) છાલ, આ સંગધ, મોટી કાંસકી, અને ગુગળ એને ઝીણાં વાટી એકત્ર કરી ( દુધની સાથે ) સેવન કરે તે તુટેલાં હાડ તથા ખસી ગએલું હાડકુ અને તેની પીડા મટી જઇ વજ્ર સમાન અંગ થાય છે. આ લાક્ષાઘ ગુગળ કહેવાય છે. અથવા ડીકરામાં ઘઉંને અધબલ્યા શેકી વાટી ૧ તેલા ભાર મધમાં ફાળવી ચાટે તે કેડ, સાંધા વગેરેના ભાંગેલા ભાગને સાંધી દેછે. અથવા આંબળાં, મેદાલકડી, અને કાળા તલ એને પાણીમાં વાટી તેમાં ધી મેળવી લેપ ૪રે તેા, ભાગેલાં હાડ તથા ભાંગેલા સાંધા તુરત સારા થાય છે. અથવા મનુષ્યના માંસની મમાઇ અને વિજામેળ એને અનુમાન પ્રમાણે લઇ મધ સાથે ચાટે તેા હાડ, સ્નાયુ, શિરા, સાંધા અને આશય વગેરે છેદાયાં ભેદાયાં તુટયાં હોય તે સારાં થાય છે. અથવા જેને કાઇપણ પ્રકારના માર વાગ્યા હૈાય તે તેને માંસને સેવા, માંસ. દુધ, ધી, વટાણાનું યૂષ અને પુષ્ટિ કરનાર અન્ન પાનેા તેઓનું સેવન કરાવવું. વૈદ્યહસ્ય અથવા લાખ, મધ, ધી, લસણ અને સાકર એને કલ્ક સેવન કરે તે છે. દાઇ ભેદાઇ ગયેલાં તથા જુદાં પડેલાં હાડકાં તુરત સંધાઇ જાય છે. અથવા પીળી કોડીઓનું ચૂર્ણ રતી ૨ તથા ૩ બાર કાચા દુધમાં–વગર ઉના કરેલ દુધમાં સેવન કરે તે, ભાગેલાં હાડ સધાઇ જાય છે. ચક્રદત્ત અ થવા ખીજામાળનું ચૂર્ણ મધ સાથે સેવન કરે તે હાડ ભાંગ્યાની પીડાના નાશ કરે છે. યાગ તરંગિણી. અથવા લાકડી મુદ્ગર-મગળ વગેરેને માર વાગ્યા હેય તેા, મેથી, મેદાલકડી, સુંઠ, અને આંબળાં એએને ગામૂત્રમાં સારી પેઠે વાટી લેપ કરે તે! માર સાલતે મટે છે. રભગ્ન રાગીનાં પથ્યાપથ્ય.
અમૃતસાગર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને સધિ ભગ્ન થએલું હેય તેા મીઠું, તીખા પદાર્થો, ખારા પદાથો, ખાટા પદાર્થે, મહેનત, મૈથુન, કસરત, અને લુખાં અન્ન વગેરેને ત્યાગ કરવા.
૧ શીયાળામાં સાત સાત દિવસે, ઉનાળામાં ત્રણ ત્રણ દિવસે અને ટાઢ તડકા જેમાં સરખાં àઃય તે ઋતુમાં પાંચ પાંચ દિવસે પાટા છેડવા. અથવા તે। દેખને અનુસરી પાડે છેડવાના નિયમ રાખવે-એમ વૈદ્યવિનાદમાં તથા ચક્રદત્તમાં કહેલછે.
પાટા બાંધવામાં વૈધની પરીક્ષા થાયછે. પાટા બાંધવાની ખૂબીમાંજ દરદને વધારવાપણુ કે ધટાડવાપણુ` સમાચલું છે. વિશેષ ખુલાશા માટે સુશ્રુતનું અવલેાકનકરો. ભા. કત્તા.
૨ બાળક તથા તરૂણ અવસ્થા વાળાનાં ટુટેલાં હાડ વહેલાં સરાં થાયછે, પણ ઘરડા તથા આકરા સ્વભાવ વાળાઓનાં ટુટેલાં હાડ વગેરે સંધાવાં બહુ કઠણ છે.
વૈઘરહસ્ય.
For Private And Personal Use Only