________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
અમૃતસાગર,
(તરંગ
-
-
ણા લોકોમાં પણ સાધારણ કહેવત છે કે- મરદની ધંટી અને સ્ત્રીની ઘૂંટી” સેજાથી યુક્ત થાય તો તે બચતાં નથી. વળી જે સેજે મૂત્રાશયમાં થયો ( પુરૂષ વા સ્ત્રી ) હેય તે તેનું મૃત્યુ થાય છે.'
સેજાના ઉપાય સુંઠ, સાટોડી, એરંડાની છાલ. અને મોટાં પાંચ મૂળ એનો કવાથ કરી પીવામાં આવે અને ખાવામાં પણ તેજ કવાથને ઉપયોગ કરવામાં આવે છે તેથી વાયુ સંબંધી સેજે મટી જાય છે.
કડવાં પરવળ, ત્રિફળાં, લીંબડે અને દારુહળદર એએનો કવાથ કરી તેમાં શુદ્ધ કરેલે ગુગળ નાખી પીવાથી પિત્ત સંબંધી સોજો મટી જાય છે. અને કફ સંબંધી જે પણ મટી જાય છે તથા વર અને તરશને પણ મટાડે છે.
પીપર અથવા હરડે ને થોરના દુધમાં ૩ દિવસ ભીજવી રાખો પછી છાંયડામાં સુકવી ઝીણી વાટી ટાંક ૨ પ્રમાણ ૧૦ દિવસ સુધી સેવન કરેતે, સન્નિપાતને સેજો મટે છે.”
તલ અને કાળી માટી એઓને વાટીને ચોપડવાથી અથવા એકલા કાળાતલ વા, તલ અને કાળી માટી ભેંશના દુધમાં વાટી ભેંશના માખણમાં મેળવી ચોપડવાથી ભીલામાથી થએલો સોજો મટી જાય છે. અથવા જેઠીમધ, દુધ, તલ અને માખણ એને લેપ કરવાથી ભીલામાનો જે ઉતરી જાય છે. અથવા ડાંગરનાં પાંદડાંના લેપથી ભીલામાને સોજો મટી જાય છે.
ઝેરના સેજાના ઉપાય ૧૮ મા તરંગમાં લખવામાં આવશે માટે તે પ્રકરણમાંથી * જોઈ લેવા.
સેજાના સામાન્ય ઉપાય. અથવા આદુ અને ગોળ અથવા સુંઠ અને ગોળ વા, ગોળ અને હરડે અથવા ગેળ અને પીપર એમાંથી ગમે તે એક ગ-ઉપાયને એક તોલાથી વધારતાં બારતેલા સુધી વધવું એટલે પંદર દિવસ અથવા ૧ મહિના પર્યત સેવન કરવાથી સોજો, શળીખમ, શ્વાસ, ઉધરસ, અરૂચિ, પીનસ, અજીર્ણ, તાવ, હરણ, સંગ્રહણી અને બીજા પણ કફ તથા વાયુના રોગોને દૂર કરે છે. અથવા હરડે, હળદર, ભારંગી, ગળો, ચિત્ર, દારુહળદર, સાડી, દેવદાર અને સુંઠ એઓને કવાથ કરી પીવાથી હાથ પગ મુખ અને પિટ એટલી જગ્યામાં રહેલા સોજાને તુરત બલાત્યારે પણ નાશ કરી નાખે છે. આ પથ્યાદિ કવાથ કહેવાય છે. જે અંડકોષમાં થયે હોય તે ત્રિફળાને કવાથ ગેમૂત્ર સહિત તૈયાર કરી પીવાથી વૃષણ (Testicles) ઉપર
જે મટી જાય છે. અથવા ઘળી સાડી, દેવદાર, અને ચિત્રો એઓથી અથવા નેપાળાનું મૂળ, નસોતર, સુંઠ, મરી, પીપર અને ચિત્રામૂળ એઓથી સારી પેઠે પકાવેલું દુધ
૧ પુરૂષને પગમાં થએલો સોજો મુખ ઉપર અને સ્ત્રીને મુખ ઉપર થએલો સોજો પગ ઉપર જાય અને તે સોજો જે અતીસાર, ગ્રહણી તથા હરવ આદિ બીજા રોગોના ઉપદ્રવરૂપે ન થયું હોય અથત પોતાનાં નિદાનેથી જ થયો હોય તે તે સેજે પુરૂષ અને સ્ત્રીને મારી નાખે છે. તેમજ પુરૂષ કે સ્ત્રીને મૂત્રાશય-પેઢુમાં થએલો રોજે બીજા રોગોના ઉપદ્રવરૂપે ન થયું હોય અર્થત પોતાના જ નિદાનહેતુથી થયે હોય તો તે મરણ નિપજાવે છે; અર્થાત ઉપર કહેલસજાની ગતિ તથા સ્થાનમાં જે અન્ય રોગોના ઉપદ્રવરૂપ જે હોય તે અસાધ્ય નથી એમ કંથાતરને કા કહે છે.
For Private And Personal Use Only