________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૬)
અમૃતસાગર,
(તરંગ
ત્રણના સોજાને અધિકાર
મુંબડા-ત્રણના સોજાનું સંખ્યાપૂર્વક સામાન્ય લક્ષણ.
વાયુ, કફ, પિત્ત, ત્રિપ, રૂધિર અને પ્રહાર વગેરેથી થએલ એમ છ પ્રકારના ત્રણના સજા થાય છે. તે પ્રથમ સોજાના અધિકારમાં કહી ગઆછીએ તેવાં લક્ષણોથી યુકત હોય છે.
ત્રણેના સેજાનું વિશેષ રૂપ. વાયુ સંબંધી ત્રણને સેને વિષમ રીતઢંગધડા વગર પાકે છે. પિત્ત ત્રણનો સોજો તુરત પાકે છે, કફ વણનો સોજો લાંબી મુદતે પાકે છે અને લોહી સંબંધી ત્રણને સેજે તથા આગંતુક વ્રણને સાજે પિત્ત ત્રણની પેઠે તુરત પાકે છે.
ન પાકેલા ત્રણના સેજાનાં ચિન્હ. જે વણના સોજામાં ગરમી કમતી હોય, થોડે સોજો હોય, કઠોર હોય, સજાને રંગ ચામડીના જેજ હોય અને પીડા છેડી હોય તે જાણવું કે જે-ગુબડું પાકેલ નથી.
પાકેલા ત્રણસોથનું લક્ષણ. જે સોજો દેવતા-અગ્નિની પેઠે બળતું હોય, ખારથી જાણે રંધાતો હોય, કીડીઓના ટોળાની પેઠે ચટકા મારતો હોય, શસ્ત્રથી જાણે છે કે ચીરાતે હોય, લાકડીથી કુટાતો, હાથથી દબાતે, સોયોથી ભેંકાતો અને આંગળીથી ભીસાતે હોય તેવી વ્યથા કરતે બળતરા યુક્ત હોય, જેમ અગ્નિની પાસે રહેલો પદાર્થ તપ્યા કરે તેમ તયા કરતો હોય, ચામડીના વર્ણથી જુદાજ રંગવાળો થયો હોય, ફુલેલા મૂત્રાશય કે દડાની પેઠે ચામડીના સંકેચથી રહિત હોય, વિંછીના કરડવાથી જેમ સુતાં બેસતાં કે ઉઠતાં-ઉભતાં ચેન ન રહે તેમ બેચેનવંત રોગી રહેતો હોય અને તાવ, તરસ, અરૂચિ વગેરેથી યુક્ત હોય તેવું જાણવું કે સોને પાકવા લાગે છે.
પાકી ગએલા ત્રણના સેજાનાં ચિહ. જેમાં બળતરા વગેરે દબો સમી ગયાં હોય, સેજામાં લાલાસ થોડી હોય, પાકવા લાગેલા સેજ કરતાં વધારે ઉંચાણ ન હય, સળ પડતા હોય, ખુંચા જેવું જણાતું હોય, ઘડીએ ઘડીએ ચળ આવતી હોય, તાવ વગેરે સઘળા ઉપદ્ર મટી ગયા હોય, આંગળી દબાવતાં નમત કે સ્વાભાવે નમેલો થયો હોય અને ચામડી કાંઈક ફાટી હોય તથા આંગળીથી દબાવતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ રસી જતાં માલમ પડતી હોય અને ભૂખ લાગે તે, જાણવું કે-ગુબડું પાકી ગયું છે.
જોકે ગુબડું એક થી એલ હેય; તો પણ પાકવા વખતે ત્રણે દે યુક્ત થાય છે કારણ કે ગુબડામાં વાયુ વગર વેદના હોતી નથી, પિત્ત વગર પાક થતો નથી અને કફ વગર પરૂ થતું નથી એટલાજ માટે સઘળા જાઓ–ગુબડાં પાકવાના વખતમાં ત્રણે દેષોથી પાકે છે એમ સમજવું.
For Private And Personal Use Only