________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૮)
અમૃતસાગર
(તરંગ
-
-
-
-
શુદ્ધત્રણનું લક્ષણ. જે ઘણુ જીભના નીચેના ભાગ જેવું દેખાવમાં હોય, અત્યંત કુણું, નિર્મળ, ચીકણું, લીસું, ડી વેદનાવાળું, વગર ઉપસેલું અને જેમાંથી દેશે કે પરૂનું વહેવું થતું નથી એવું ત્રણ હોય તે ત્રણને શુદ્ધત્રણ જાણવું.
દુષ્ટત્રણનું લક્ષણ. જે ત્રણમાંથી ગંધાતુ પરૂ નીકળતું હોય, બગડેલું લોહી વહેતું હોય, વધારે રસીવાળું, ઉપસેલું, અંદરથી પડ્યું અને લાંબા વખત સુધી ન મટતાં જેમનું તેમ વ્યથાવાળું રહે તે દુeત્રણ કહેવાય છે.
અંકુર આવવાની હાલતમાં આવેલા ત્રણનું લક્ષણ. જે ત્રણની આજુ બાજુની કોર હેલાના રંગ જેવી સ્થિર અર્થાત તે કોર વધતી - છી ન થતાં તેટલી જ રહે તથા જેમાં ફણગા ફૂટી નીકળે છે અને પરૂ ન વહેતું હોય તો જાણવું કે હવે ત્રણ ભરાવાની સ્થિતિ ઉપર આવ્યું છે.
ભલી રીતે ભરાયેલા ત્રણનાં ચિહ. જે વ્રણમાં સારી પેઠે માસના અંકુરા ફૂટતા હોય, ગાંઠા રહિત, સોજા વગરનું, શણકા બંધ પડેલ અને ચામડીના જેવો વણને રંગ થઈ ગયે જણાય તથા તેમાંની ઉંડાઈ ભરાઈ આવી હોય ત્યારે જાણવું કે હવે ત્રણ-ગુમડાં-ઘા સારી પેઠે ભરાઈ આવેલ છે.
સુખસાધ્ય ત્રણનાં લક્ષણ. જે ત્રણ દયાદિ મર્મસ્થાનમાં ન થતાં ચામડી અને માંસમાં થાય છે તથા જેમાં તાવ, તરસ, વગેરે એકે ઉપદ્રવ રોગીને પીડાકારક હોય નહીં તેમજ હેમંત, શિશિર વગેરે સુખ કારક ઋતુઓમાં બુદ્ધિમાન પુરૂષને નવીનજ થએલ હોય તે સુખસાધ્ય ત્રણ જાણવું, પણ ગાંડા માણસને થએલું હોય તે સુખસાધ્ય જાણવું નહીં.
ત્રણનું અસાધ્યપણું. જે ત્રણ વાત પિત્ત કાદિ ગમે તે દેષમાંથી ઉત્પન્ન થએલ હોય, અને તેમાંથી ચરબી, મેદ, મજા તથા મસ્તકમાનું સ્નેહ વહેતું હોય કે ગળતું હોય તો તે અસાધ્ય જાણવું. વળી જે કઢ-રક્તપિત્તવાળે, ઝેર ખાનાર, ક્ષયી, મધુપ્રમેહી કે પ્રમેહના વ્યાધિવાળાને જે ઘણું થયું હોય તથા જેને ત્રણ થયું છે છતાં તેમાં બીજું ઘણુ થઈ આવે તો તે અસાધ્ય વા, કષ્ટસાધ્ય છે. તથા જે વ્રણ, મર્મસ્થાનમાં થએલ હેય, અતિ પીડાકારક, ઉપરથી શીતળ અને અંદર ઘણી બળતરાવાળું હોય, તેમજ બળ, માંસ નાશ પામી શ્વાસ, ઉધરસ, અરૂચિ વગેરે દુઃખદાયી ઉપદ્રવ થઈ આવે તથા તેમાંથી પરૂ લોહી વહ્યા જ કરતાં હોય તેમજ ઔષધોપચાર સારી પેઠે કરતાં છતાં પણ આરામ થતો ન હોય તે, તેવાં ત્રણ અસાધ્ય છે.
આગંતુક વ્રણમાંથી ચરબી, મેદ, મજ્જા કે માથામાંના નેહ જેવા વર્ણવાળું પરૂ વહેતે તે સારું ગણાય છે.
For Private And Personal Use Only