________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૩૪)
અમૃતસાગર.
(તરંગ
હધાર એઓને લેપ કરવાથી વ્રણને સેજે ફાટી જાય છે, અને રસી એની મેળેજ નીકળી જાય છે અથવા ખારા પદાર્થો જેવા કે અંઘાડાનો ખાર, સાજીખાર, જવખાર વગેરે પઘર્થના લેપથી ત્રણ ફુટી જાય છે. અથવા તે ત્રણ બહુજ કઠણ હૈય તે હાથી દાંતના વર-ભૂકાને પાણીમાં વાટી તેનું એક ટીપું ત્રણ ઉપર મૂકે તો તેથી કઠણ ગુબડાના સજાને ભેદી નાખી રસીને બહાર કાઢી દે છે.
સોજાને દબાવી રસી કાહાડવાના ઉપચાર. જે ત્રણમાં રસી થઈ ગઈ હોય, પણ મર્મસ્થાનમાં હોય તો તે ઉપર શસ્ત્રક્યિા ન કરતાં ઔષધોપચાર કરી ફાડી નાખવું જોઈએ, માટે ચીકણી વધીની છાલ કે ચીકણા પદાર્થો તથા ચીકણું મૂળીયાં વાટીને ચોપડવાં અથવા જવ, ઘઉં અને અડદ એને ઝીણો લટ કરી તેઓની પિટીસ બનાવી રહેવાતી સહેવાતી વ્રણ ઉપર બાંધે તો તેથી સેજો દબાય છે. અને થત વ્રણને ખેંચ કરી માંહેની રસીને દબાવી બાહાર કહાડી દે છે. પણ સેદબાવવા માટે આવા લેપ કરવા વખતે જ્યાં છુટે તેવું નિશાન જણાતું હોય તે ભાગને ખુલ્લે રાખી લેપ કરવા તથા તે લેપને બરોબર સુકાવા દેવો, જેથી અંદરની રસીને ખેચી તુરત બાહાર કાડે છે
વ્રણને શોધવા–સાફ કરવાના ઉપાય. ઘણુમાંથી પરું નીકળી ગયું હોય ત્યાર પછી કડવા પરવળ અને લીંબડાના પાનડાં એઓને કવાથ કરી તે ત્રણને જોવામાં આવે છે તેથી ઘણુ–ગડ-મુંબડઘા સાફ થઈ જાય છે.
વાયુના વ્રણને દશમૂળના કવાથથી ધોવાં, પિત્તના ત્રણ વડ, ગુલર વગેરે પાંચ ક્ષીર વૃક્ષના કવાથથી ધોવાં. કફના ત્રણને ગરમાળા વગેરેના ગણથી ( આરગ્વધાદિ ગણ ) ના કવાથથી જોવાં, તેથી સાફ થઈ જાય છે.
પીપળે, ઉંબરે, પીપર, વડ અને નેતર એના કવાથથી ત્રણના સેજાને અને ચાંદીને ધવાથી સાફ થઈ જાય છે. અથવા તેલ, સિંધાલૂણ, જેઠીમધ, લીંબડાનાં પાનાં, હળદર, દારુહળદર અને નસેતર એઓને વાટી ઘીમાં મેળવી ત્રણ ઉપર લેપ કરવાથી વ્રણ સાફ થાય છે. અથવા એકલા ઉપર મરીના મૂળને લેપ કરવાથી સર્વ જાતનાં ત્રણ શોધાય છે. અથવા લીંબડાનાં પાનડાં, તલ, નેપાળાનું મૂળ, નસોતર, સિંધાલૂણ અને મધ એઓને લેપ કરવાથી દુષ્ટ ઘણું-ખરાબ-હઠીલાં મુંબડાં પણ આ સર્વોત્તમ પ્રકારથી શાંત અને સાફ થાય છે. અથવા લીંબડાના પાનને ઝીણું વાટી તેનો લેપ કરવાથી ત્રણ સાફ થાય છે, ૩ઝલાવે છે અને ખાવાથી ઉલટી, અગ્નિમંદતા, પિત્ત, કફ તથા કરમીઆને નાશ કરે છે. તેમજ લીંબડાના પાનડાંની ઝીણી વાટેલી લુગદી વણના મુખમાં રાખવામાં આવે છે તેથી મર્મસ્થાનમાં અને સાંધાઓમાં થએલ ઝીણાં કે ઝીણા મહેવાળાં ગુબડાં-ત્રણ સાફ થઈ જાય છે. અથવા હરડેદળ, નસેતર, નેપાળાનું મૂળ, કલગરનું-વઢવાડીયાનું મૂળ, બે ભાગ ખુ મધ, સેંધવ, લીંબડાનાં પાન, ઘી, દારુહળદર, અને જેઠીમધ એઓની દીવટ અથવા તે તલનો કલ્ક વ્રણને સાફ કરે છે અને રૂઝલાવે છે.
૧ ગરમાળો, ઇંદ્રજવ, પાડળ, લીંબ, ગળો, પિલુડી-મરચાંસી, ભેરીંગણી, કાળપાડ, કરીઆતું, કંટાળા, કડવા પરવળ, બન્ને નેતની કરંજ, સાતવણ, ચિત્રામૂળ, મરડાનીંગ, મીંઢળ, બીજી જાતને કાંટાળા અને સોપારી આ ઓડે આરગ્વધાદિગણ કહેવાય છે. તથા તે ઉલટી, કઢ, ઝેર, તાવ, કફ, ખરજ, અને પ્રમેહુ એઓનો નાશ કરનાર છે અને દુષ્ટ ખરાબ ઘણને શુદ્ધ શાફ કરનાર છે વાગભટ સત્ર સ્થાનને અધ્યાય પંદરમે.
For Private And Personal Use Only