________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિદમ.)
અંડવૃદ્ધિ પ્રકરણ
( ર૧૩)
અંત્રવૃદ્ધિનું અસાધ્યપણું અંત્રવૃદ્ધિમાં વાયુના સંચયને લીધે બન્ને વૃષણોમાં આંતરડાના અવયવને સંબંધ થાય છે તે જે વાયુ સંબંધી વધરાવળના જેવા આકારવાળી થઈ જાય તે અસાધ્ય થાય છે અર્થાત તે મટતી નથી.
અંડવૃદ્ધિના ઉપાય. પાણીની વૃદ્ધિ પાણી કાઢયાથી જ મટે છે અને મેદ ચ કઢાવ્યાથી મટે છે.
દુધ અને એરંડીયું તેલ એક મહિના સુધી પીએ તે વાયુ સંબંધી વધાવળ મટે છે. અથવા એરંડીયું તેલ અને શુદ્ધગુગળ એ બન્નેને એકત્ર કરી ગાયના મૂત્ર સંગાથે પીએ તે ઘણા વખતની વાયુ સંબંધી વધરાવળ હોય તે પણ મટી જાય છે. અથવા રતાં જળી, જેઠીમધ, કમળકાકડી, વાળ, અને નીલુંકમળ, એઓને દુધમાં વાટી ચોપડવાથી પિત્ત સંબંધી વધરાવળની દાહ તથા સેજાની પીડા મટી જાય છે. અથવા સુંઠ, મરી, પીપર, ત્રિફળાં, એનો કવાથ કરી તેમાં જવખાર તથા સિંધાલૂણ નાખી પીવાથી પિત્તની વધરાવળ મટી જાય છે. (આ કફ સંબંધી વધાવળને મટાડવા ઉત્તમ વિરેચન છે.) અથવા તીખી, તૂરી, લુખી વસ્તુઓને રહેવા હેવાતે શેક કરે અને ઉપર કહેલી ઔષધીઓના પાણીથી ઝારે તે સર્વ પ્રકારની અંડવૃદ્ધિ મટી જાય છે. અથવા વખતે વખત જળે લગાડી તે સ્થળનું લેહી કઢાવવાથી પિત્ત સંબંધી વધરાવળ તથા લહી સંબંધી વધરાવળ પણ મટી જાય છે. અથવા રેચ આપવાથી વા સાકર અને મધ પાણીમાં નાખી પીવાથી કે સાકર મધ યુક્ત રેચ આપવાથી લોહી સંબંધી વધરાવલ મટી જાય છે. અથવા ઠંડા લેપ કરવાથી પિત્તની અને લોહીની વધરાવળ મટે છે. અર્થાત્ લોહી સંબંધી વધરાવળ ઉપર પિત્તને હરણ કરનારી-પિત્ત સંબંધી વધરાવળના સર્વ ઉપાય કરવાથી લેહીની વધરાવળ મટે છે. સુરસાદિગણ (પૃષ્ટ માં જુવે તે) નાં ઔષધેને બાફી તેને રહેવાતે લેપ કરવાથી મેદ સંબંધી વધરાવળ મટી જાય છે. “ ગોળી ઉતરી ગઈ હોય તે, ઘેટીનું ઘી કાંસાની થાળીમાં મથી તેમાં રાળ મેળવી ફરી મથન કરી પછી તેમાં થોડે શુદ્ધ વછનાગ મેળવી તેનું, ઉતરી ગએલી અંડકોષનીગળીને મર્દન કરે તે ગોળી ચઢી જઈ પિતાના ઠેકાણે સ્થિત થઈ જાય છે અથવા બેરી ગુંદ ટાંક ૧૫, વેજ ટાંક ૧૦, સુંઠ ટાંક ૧૫, અને ગાયનું દુધ પૈસા ૮ ભાર તથા તેમાં સાલમ પિસા ૮ ભાર મેળવી રોજ ૪ ટાંક ભારને ૨૧ દિવસ સુધી લેપ કરે છે તેથી અંડવૃદ્ધિ મટે છે. ” મૂત્ર સંબંધી વધરાવળ માટે માથાને દોષોથી, ખાલી કરનાર જે ઔષધ છે તેઓમાં ગેમૂત્ર નાખી જરા ઉનાં કરી તેઓથી શેક કરીને લુગડાનો પાટો વીંટ.
ભેજ કહે છે કે-વાયુ, બગડેલાં આંતરડાને લઈને સાથળના સાંધામાં લઈ જાય છે અને તે સાંધામાંથી પીડાવાળું તે આંતરડુ વૃષણમાં જાય છે તેને અંગ્રવૃદ્ધિ કહે છે.
હિતેપદેશ કર્તા કહે છે કે-ઘઉનાં મૂળને ઘેટીના દુધમાં વાટી ઉનાં કરી લેપ કરે તે અવશ્ય અંડવૃદ્ધિ મટે છે.
ત્રિમલ રહસ્યને કર્તા કહે છે કે-ધળીના માંસથી સંદન કરે તે અંડવૃદ્ધિ મટી જ જાય છે.
For Private And Personal Use Only