________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાદ)
અંડવૃદ્ધિ-વધરાળ પ્રકરણ
(૨૧૧)
યોગ્ય વિધિથી પિવામાં આવે છે તેથી અવશ્ય સેજે મટી જાય છે. (અથવા એઓને કવાથ કરી પી.) અથવા આકડે, લાલરંગની સાટોડી, અને લીંબડાની છાલ એઓને કવાથ ગોમૂત્ર સાથે તૈયાર કરી તેથી સોજાને સેંચન કરવાથી સોજો મટે છે. અથવા સાડી, દેવદાર, સુંઠ, સરગવો અને ધોળા સરસવ એઓને કાંજી, લીંબુ કે કઈ ખાટા રસમાં વાટી જરા જરા ઉનાં કરી ચોપડવાથી સર્વ પ્રકારના રોજા મટી જાય છે. અથવા સુંઠ અને પીપર એના ચૂર્ણને ગોળમાં મેળવી ખાવાથી સોજા, આમાર્જીણ અથવા આમ તથા અજીર્ણ અને શૂળનો નાશ કરે છે, તથા મૂત્રાશયને સાફ કરે છે.
અથવા ૧૨ તલા ગેળ, ૧૨ તોલા સુંઠ, ૧૨ તોલા પીપર, ૪ તલા મંડુર અને ૪ તેલા તલ એઓનું સૂમ ચૂર્ણ કરી સેવન કરે છે તેથી સર્વ પ્રકારના સોજા મટી જાયછે-આ ગુડાદિવટિકા કહેવાય છે અથવા સુકાયેલા મૂળા, સાડીનું મૂળ, દેવદાર (વા દારુહળદર ), રાસ્ના અને સુઠ એનાથી પકાવેલું તૈલ જે શરીરે ચોળવામાં આવે તે સોજો તથા શૂળ મટી જાય છે આ શુષ્ક મૂળક તૈલ કહેવાય છે. ભાવપ્રકાશ,
સજામાં બળતરા થતી હોય તે બહેડાના ઠળીયા માહેતી મીંજને પાણી સાથે ઘુંટી લેપ કરવાથી સેજે અને સેજામાં થતી બળતરાની પીડા નાશ થાય છે.
સાટોડીની જડ, દારુહળદર, ગળો, કાળીપાડ, સુંઠ અને ગોખરૂ એઓ સર્વ સમાન ભાગે લઈ ચૂર્ણ કરી ગોમૂત્ર સંગાથે સેવન કરે તે સમસ્ત પ્રકારને સોજો અને આઠ પ્રકારના પેટમાંના રોગે તથા ઘર ત્રણ ગડ ગુંબડ ઘા) ને નાશ કરે છે. આ પુનર્નવાદિ ચૂર્ણ કહેવાય છે. (પુનર્નવાદિ કવાથ પણ સોજા ઉપર ઉત્તમ ગુણકારક છે.)
પથ્યાપથ્ય. - સેજાના રોગવાળાને મિથુન, તલનું મર્દન, ઘી, દારૂ, દહી, દુધ, ગોળ, નવુંઅન્ન,
સુકવણીનાં શાક, ભારે પદાર્થ, ખટાશ, મીઠાના પદાર્થો, જંગલી પ્રાણીઓનું માંસ અને દિવસે સુવું એટલી વસ્તુઓનો ત્યાગ કરે. તેમજ શેકેલા ઘઉં, ખીચડી, વિદાહી અને વિરેધી ભોજનને પણ ત્યજવો.
જુના જવ, ચોખા, તથા સેજાને હરનાર વસ્તુ, ગેમૂત્ર અને મંડર વગેરેનું સેવન કરવું એ હિતાવહ છે.
સેજાને અધકાર સંપૂર્ણ
અંડવૃદ્િવધરાવળનો અધિકાર
વધરાવળનું નિદાન તથા સંખ્યા વાયુથી, પિત્તથી, કફથી, રૂધિરથી, મેથી, મૂત્રથી અને આંતરડાંથી એ રીતે સાત પ્રકારથી વધરાવળ થાય છે. જોકે મૂત્રથી અને આંતરડાંથી થએલી વધરાવળ પણ વાયુરૂપ નિદાનથી જ થાય છે તે પણ એ વાયુ મૂત્રમાં તથા આંતરડાંમાં રહીને એ વધરાવળને ઉત્પન્ન કરે છે એટલા કારણોના ફેરફારથી એ બે પ્રકારને વાયુથી જુદા ગણવામાં આવેલ છે.
For Private And Personal Use Only