________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
અમૃતસાગર
(તરગ
તેઓમાંથી પરૂ કરતું હોય, મર્મસ્થાનમાં અને નસોમાં થએલ હોય તથા ચલાયમાન કરી શકાય નહીં તે હોય તે તે પણ અસાધ્ય છે, અર્થાત ચિકિત્સા કરવા યોગ્ય નથી.
પ્રથમ રળી થઈ હોય તેમાં બીજી રસોળી ઉત્પન્ન થાય તે તેને અધ્યષુદ કહે છે આ અધ્યબુદ એકી વખતે કે અનુક્રમે થએલ હોય, પણ જે બે દોષથી થએલ હોય તે અસાધ્ય જાણવા.
રસોળી પાકતી નથી તેનું કારણ શું? સર્વ પ્રકારની રસળીઓ કફ અને મેદની અધિકતા વાળી અને ઘણું કરીને દેષની સ્થિરતા વાળી તથા ગાંડાં રૂપ હોય છે તેથી સ્વભાવેજ પાકતી નથી.
ગળગંડના ઉપાય. સરસવ, સરગવાનાં બીજ, શણનાં બીજ, અળશી, જવ અને મૂળાનાં બીજ એઓને બરાબર ભાગે લઈ ખાટી છાશમાં સારી પેઠે વાટી તેનો જાડો લેપ-ખરડ કરે તે ગળગડ ગડમાળા-કંઠમાળા, અને ભયંકર ગ્રંથી–ગાંઠ તુરત નાશ થઈ જાય છે અને ઓગળી જાય છે. અથવા શેવાળને બાળી તેને સરસીના તેલમાં કાલવી ચોપડે તે ઘણી વખત ગળગંડ પણ શાંત થાય છે. અથવા શંખાવળી કે ધોળી ગરણીનાં મૂળને વાટી પ્રાત:કાળમાં ઘીની સંગાથે પીએ અને પથ્ય આહાર કરે તે ગળગંડ મટે છે. અથવા પાકેલી કડવી તુંબડીમાં સાત દિવસ સુધી પાણી ભરી રાખી તે પાણી પીએ અને કીરી પાળે તે તેથી ગળગડ મટી જાય છે. અથવા ગળે, લીંબડાની અંતર છાલ, કંટાળો, હરડે, વેલીઆ પીપળાનું છેટું, પીપર, બન્ને જાતની કાંસકી, અને દેવદાર એઓના કકથી પકાવેલું તેલ રોજ પીએ તો ગળગડ મટે છે–આ અમૃતાદિ તેલ કહેવાય છે. અથવા સિંધાલૂણ, શેવાળ અને પીપર એઓનું ચૂર્ણ એકત્ર કરી નિત્ય પ્રાતઃકાળે સેવન કરે તે ગળગંડ મટી જાય છે. ભાવપ્રકાશ. અથવા રાતા એરંડાની જડ અને ખાખરાની જડને ચોખાના ધોવણ સાથે વાટી લેપ કરે તે ગળગંડ મટે છે. વિઘરહસ્ય,
ગળગંડ વાળાને સેવવા યોગ્ય પદાર્થો. જવ, મગ, કડવાં પરવળ, તીખા તથા લુખા પદાર્થે સેવન કરવા, વમન કરાવવું અને લેહી કઢાવવું અને ગળગડ ઉપર શસ્ત્રવતે ટોચા દઈ તે ઉપર ગડ ગે પાલિકા નામના કીડાને લેપ કરે જેથી અવશ્ય ગળચંડ મટી જાય છે. આ ઉપાય ઘણા લોકોએ અનુભવેલે છે માટે કરવા યોગ્ય છે.)
ગંડમાળાના ઉપાય વરણાનાં મળીઆ કવાથ કરી ઠંડે થયા પછી તેમાં મધ નાખી જે એકવાર પણ પીવામાં આવે તો તુરત ઘણા વખતની ગંડમાળા પણ નાશ પામે છે. અથવા ચાર તેલા બાર કિંવા બે તોલા ભાર કચનાર વૃક્ષની છાલ ચોખાના ધોવાણમાં વાટીને પીએ તે ગંડમાલ-કંઠમાલ મટે છે. અથવા કંચનારની છાલ તેલા ૨૦, સુંઠ તેલા જ, પીપર તોલા
૧ જ્યાં આંબાની વાડી અર્થાત આંબાવાડીયું હોય ત્યાં આ ડે સહેજ મળી આવે છે.
For Private And Personal Use Only