________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રરર )
અમૃતસાગર
( તરંગ -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
થી થએલું આકરું શ્લીપદ પણ મટે છે. અથવા કાંસકી કે સેદરડીના મૂળને તાડના ફળના રસમાં ઘુંટી લેપ કરેતે લાંબા વખતનું અને અસાધ્ય સ્લીપદ પણ મટી જાય છે. અથવા સાગની છાલને કવાથ કરી તેમાં ગેસૂત્ર નાખી પીએ તે શ્લીપદ અને મેદને દે મટે છે. અથવા હળદર અને ગોળને એન્ન કરી ગોમૂત્રમાં ઘોળી પીએ તે લીપદ મટે છે. અથવા સાટોડીનું મૂળ, ત્રિફળાં અને પીપર એઓનું સમાન ભાગે ચૂર્ણ કરી મધમાં કાલવી (ટાંક ૨ પ્રમાણુ) ચાટી જાય તે વધારે વખતનું સ્લીપદ પણ મટે છે. અથવા મોટી હરડે કે હીંમજને એરડીઆ તેલમાં તળી હમેશાં ગાયના મૂત્રની સાથે સેવન કરે તો, ૭ દિવસમાં સ્લીપદ મટી જાય છે. ભાવપ્રકાશ. અથવા વધારો, પીપર, સુંઠ, મરી, અને વાવડીંગ એએને પાણી સાથે ઝીણા વાટી અનુમાન પ્રમાણ તેલ નાખી ધીમા તાપ દ્વારા તેને પકાવી અર્થાત તેલ સિદ્ધ કરી તેનું સ્લીપદ ઉપર મર્દન કરેતે મટી જાય છે. અથવા ધંતુરાના બીજને વર્ધમાન પીપરની રીતિ એ વધતા પ્રમાણુથી ટઢા પાણી સાથે નિરંતર સેવન કરે તો શ્લીપદ અને કોઢ નાશ પામે છે. વૈદ્યરહસ્ય. અથવા મજીઠ, જેઠીમધ, રાસ્ના, જટામાસી અને સાટોડીનું મૂળ એઓને કાંજીમાં વાટી લેપ કરે તે પિત્ત સંબંધી સ્લીપદ મટે છે. અથવા અંગૂઠા ઉપરની રગનું લેહી કરાવે તો કફનું સ્લીપદ મટે છે ( આ અંગુઠાની નસ ચાર આંગલના છે. રહેલી તેને સારી પેઠે ઓળખીને વીંધવી. ) ચક્રદત્ત. અથવા કાસંદરાની જડને ગાયના ઘી સાથે પીએ તો સ્લીપદ મટી જાય છે. અથવા પીપર, ત્રિફળાં, સુંઠ, દેવદાર, અને સાડીનું મૂળ એઓ પ્રત્યેક આઠ આઠ તેલા ભાર લઈ તે સર્વને સમાન વધારે લઈ સર્વનું ચૂર્ણ કરી તેના ૧ બાર કાંજીને સંગાથે પીએ અને તે પચી ગયા પછી ગમે તે ભોજન જમે અર્થત કીરી ન રાખતાં મરજી માં આવે તે ભોજન કરે તે સ્લીપદ, વાયુગ, બળ એઓને નાશ કરે છેઅગ્નિને પ્રદિપ કરે છે અને ઘેર ભસ્મક રોગનો અંત કરે છે. આ પિપયાદિ ચૂર્ણ કહેવાય છે. વૃંદ
લીપદ રગને અધિકાર સંપૂર્ણ
વિદ્રધિગનો અધિકાર વિદ્રધિનું સંપ્રાપ્તિ તથા સંખ્યાપૂર્વક સામાન્ય લક્ષણ.
હાડકાંઓમાં રહેલ જે વાયુ તથા કફ અત્યંત વૃદ્ધિ પામી શરીરની ચામડી, લેહી, માંસ અને મેદને દૂષિત કરી ધીરે ધીરે અથવા લાંબા મોટામૂળવાળા અને ભયંકર વેદના વાળા સોજાને ઉત્પન્ન કરે છે તેને વિદ્રધિ કહે છે. તે વિધિ છ પ્રકાર છે. વાયુ, પિત્ત, કક, સનિપાત, ક્ષત અને લેહી સંબંધી એ રીતે છ પ્રકાર છે. સઘળા વિધિઓનું સામાન્ય લક્ષણું સરખું જ છે. "
વિદ્રધિઓનાં વિશેષ લક્ષણે. જે વિધિ કાળે કે રાતો હય, ઘડીકમાં નાનું અને ઘડીકમાં મેટ થતા હોય, અપાર વેદના વાળ, અને ઉઠવું તથા પાવું ઘણું વખતે થાય તે વાયુને વિધિ સમજો. આ વિધિનું પરૂ પાતળું હોય છે.
For Private And Personal Use Only