________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેરમો. )
ઉદરરોગ પ્રકરણ.
( ર૦૧ )
દેખાઈ આવતું હોય, ચામડી તથા હાડકાંજ બાકી રહેલ હોય તથા સાંધાઓ અને મહેતું જાડા હોય તે અતિ દુબળ કહેવાય છે.
અતિ ક્ષીણપણાથી થતા રોગે. અતિ ક્ષીણ થએલા પુરુષને બરલ, ઉધરસ, શ્વાસ, ગેળા, હરણ, પેટના રોગ અને સંગ્રહણી તથા આફરો વગેરે રોગે એકદમ થઈ આવે છે.
કેટલાક દેખીતા દુર્બળ પણ બળવાન હોય છે તેનું કારણશું?
ગર્ભાધાનના સમયમાં જેનામાં પિતાના વીર્યને ભાગ વધારે આવ્યો હોય અને મેદનો ભાગ ઓછો હોય છે તેથી ઉત્પન્ન થએલું સંતાન દેખીતું દુર્બળ; છતાં પણ તે બહુ બળવંત હોય છે.
કેટલાક દેખીતા જાડા છતાં પણ કમ તાકાત
વાળા હોય છે તેનું શું કારણ? જે ગર્ભધાન સમયમાં પિતાના વીર્યને ઓછો ભાગ હોય અને મેદને વિશેષ ભાગ હેય તે તેથી ઉત્પન્ન થએલ સંતાન સ્વાભાવે કરીને શરીરે તે પુષ્ટ પણ બળ વગરનું હોય છે.
ક્ષીણપણાને ઉપાય. જેટલી ઔષધીઓ બળને, શુક્ર-વીર્યને અને બંધેજને વધારનારી છે; અર્થાત ધી, દુધ, માંસ વગેરે અને આગંધાદિ શરીરના ધાતુઓને મૃતસંજીવન રૂપ ઔષધીઓ છે તેઓનું સેવન કરવાથી ક્ષીણપણાને રોગ નાશ થાય છે. ક્ષીણપણું મટવા સંબંધીના ઔષધ પ્રયોગ આગ્રંથના ૨૨ અને ૨૩મા તરંગમાં કહેવામાં આવશે.)
અસાધ્ય ક્ષીણતાનાં લક્ષણ. જે મનુષ્ય સ્વાભાવિક રીતે અત્યંત દુર્બળ હોય, જોગ્નિ મંદ હોય તથા બળ વગરનું હોય તો તેના માટે કશે પણ ઉપાય છે જ નહીં.
કાર્ય રોગનો અધિકાર સંપૂર્ણ.
ઉદર રોગનો અધિકાર.
ઉદર–પેટના રોગોનું નિદાન. જે મનુષ્યની જઠારાગ્નિ મંદ હોય તેને જ સઘળા પ્રકારના રોગો થાય છે, તેમાં પણ પેટમાંના રેગે તે વિશેષે કરીને જ થાય છે. અજીર્ણથી, અત્યંત દોષ ઉત્પન્ન કરનારાં અાથી અને દોષની તથા વિણાની અત્યંત વૃદ્ધિ થવાથી પણ પેટમાં રોગો થાય છે.
- પેટમાં થનારા રોગોની સંપ્રાપ્તિ. દોષનું એકાપણું થવાથી પરસેવા તથા પાણીને વહેવાવાળી નસોના માર્ગો રોકાઈ - ૨૬
For Private And Personal Use Only