________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેરમે. )
ઉદરરોગ પ્રકરણ.
(ર૦૫ )
નાખી પીવાથી વાતોદર મટે છે.
પિત્તદરના ઉપાય. પિત્તજન્ય પેટના રોગ ઉપર યોગ્ય જુલાબ આપો. અથવા સાકર તથા મરીનું ચૂર્ણ નાખેલી મીઠી છાશ પીવી, જેથી પિત્ત સંબંધી પેટના રોગો મટી જાય છે. અથવા પંચ મૂળીનો કવાથ પીવો. અથવા મધુર દ્રવ્યોથી સિદ્ધ કરેલું ઘી પીવું જેથી પિત્તદર મટી જાય છે.
કોદરના ઉપાય. નસોતરના કલ્કથી સિદ્ધ કરેલું ઉંટડીનું દુધ અથવા એડીઆના ક૭થી સિદ્ધ કરેલું ઉંટડીનું દુધ પીએ અથવા તેમાં પીપર, પીપરામૂળ, અને ચિત્રકનું ચૂર્ણ નાખી એક માસ સુધી તે દુધ સેવન કરે તે કફ સંબંધી પેટના વ્યાધિ મટે છે.
સન્નિપાદરના ઉપાય. સુંઠ અને ત્રિફળાને દહીના પાણી સાથે વાટી તેમાં તેલ અથવા ઘી નાખી અગ્નિ દ્વારા પકાવી તે તેલ કે ઘીને સિદ્ધ કરી તેનું સેવન કરે તો સન્નિપાત ઉદરરોગ મટે છે.
- ઉદરરોગ ઉપર છાશનું સેવન. ગાયની ઘાટી છાશ લઈ તેમાં સિંધાલૂણ અને પીપરનું ચૂર્ણ નાખીને પીએ તો વાતોદર મટે છે. સાકર અને મરીનું ચૂર્ણ મીઠી છાશ સાથે પીવાથી પિત્તોદર મટે છે. અજમો, છીણીનાં મૂળ, જીરું, સુંઠ, મરી અને પીપર એનું ચૂર્ણ નાખી ઘાટી છાશ પીવાથી કફોદર મટે છે. જવખાર, ત્રિકટુ, તથા સિંધવના ચૂર્ણ યુક્ત જાડી છાશ પીવાથી ત્રિદર મટે છે. તથા ચિત્રક, સિંધવ, તથા જીરૂં, અજમો અને છીણીના મૂળના ચૂર્ણયુક્ત છાશ પીવાથી બદ્ધ ગુદાદર મટે છે. મધ તથા પીપરના ચૂર્ણયુક્ત છાશ પીવાથી દર મટે છે અને જવખાર, સિંધવ, તથા ત્રિકટુના ચૂર્ણ સહિત ગાયની છાશ પીવાથી જળોદર મટે છે એમ ભાવમિશ્ર તથા વૈદ્યવિનોદના કર્તા શંકરભટનું કહેવું છે.
અથવા અજમે, છીણીનાં મૂળ, ધાણા, ત્રિફળાં, કાળીજીરી, કછજીરૂં, પીપરી મૂળ, બોડી અજમો, કચૂરે, વજ, શતાવરી, જીરું, ત્રિકટુ, દારૂડી, ચિત્રામૂળ, જવખાર, સાજીખાર, એરંડાના મૂળ, ઉપલેટ, પાંચ જાતનાં મીઠાં, અને વાવડીંગ, એઓ સમાન ભાગ, નેપાળનાં મૂળ વા શુદ્ધ નેપાળો ( એક વસ્તુથી ) ત્રણ ભાગ, નસેતર અને ઇંદ્રવરણાં બબ્બે ભાગ તથા સાત ઘર ચાર ભાગ લઈ એ સર્વનું યથાયોગ્ય ચૂર્ણ તૈયાર કરે એટલે તે નારાયણ ચૂર્ણ કહેવાય છે. આ ચૂર્ણ રોગોના સમૂહને નાશ કરનાર છે, જેમ શ્રી વિષ્ણુ પરમાત્માના પ્રભાવથી દુષ્ટ દત્ય ભાગી જાય છે તેમ આ ચૂર્ણના પ્રભાવથી રોગો નાશી જાય છે. પેટના રોગવાળાએ આ ચૂર્ણ ઘાટી છાશ સાથે પીવું, ગળાના રોગીએ બેરના કવાથસાથે પીવું, આફરાના રોગીએ દારૂની સાથે પીવું, વાયુના રોગીએ મદિરની આછની સાથે પીવું, ઝાડાના રોગીએ દહીના મંડની સાથે પીવું, હર રોગીએ દાડિમના રસ સાથે પીવું, ગુદામાં વાઢ થવાના રોગવાળાએ કેકમના જળની સાથે પીવું અને અજીર્ણમાં ઉના પાણી સંગાથે પીવું, ભગંદર, પાંડુરોગ, ઉધરસ, શ્વાસ, ગળગ્રહ, હદ્રોગ, ગ્રહણી, કુજ, મંદાગ્નિ, તાવ, દાઢનું ઝેર, ઝાડનું ઝેર અને અકૃત્રિમ ઝેર એઓની ઉપર
For Private And Personal Use Only