________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાદ,
રોગ પ્રકરણ
( ર૦૭)
કર્યું હોય તે, સાપનું ઝેર નાશ પામે છે. આ ઉદયભાસ્કરરસ કહેવાય છે. રસરત્ન પ્રદીપ. અથવા આકડાનું દુધ તેલા ૮. શેરનું દુધ તેલા ૮, નસોતર તેલા ર૪, હરડે, કપિલે, નેપાળાનાં મૂળ, ગરણી, ચિત્રામૂળ, કાંગ ( નસોતર, લજાળુ કે ખુપકળા ?) શંખીની ( શંખાવળી ?) અને નીલિની ( ગળી કે કમળની ? ) એટલા પદાર્થો ચાર ચાર તેલા ભાર લેવા, પછી એ સર્વને ૬૪ તલા ગાયના ઘીમાં ચાર ગણા પાણી સાથે ધીમા ધીમા તાપથી પકાવી સર્વ રસ બળી એકલું ઘી રહે ત્યારે ગાળી લઇ સુંદર દઢવાસણ-શીશીમાં ભરી રાખવું. એમાંથી ૧ ટીપું સેવન કરે તે દુષ્ટ પેટના રોગે અથવા બંધકોષ, સેજા સહિત પેટના રોગો, ભગંદર, ગોળો એટલા રોગો ૧ બિંદુ માત્ર પ્રમાણના સેવનથી મટે છે. અર્થાત જેટલાં બિંદુ પીધાં હેય તેટલાજ રેચ લાગે છે આ બિંદુધત કહેવાય છે. વૈદ્યવિનોદ.
પથ્યાપથ્ય. રાતા ચોખા, સાકી ચોખા, ઘઉં, જવ, અને ના નવી એઓનું ભોજન, નિરૂહ બરિત તથા રેચ એટલાં પેટના રોગવાળાને પથ્થ-હિતકારી છે.
જળપ્રાય દેશનાં પ્રાણીઓનાં માંસ, જળજંતુઓનાં માંસ, શાક, લેટથી બનતા પદાર્થો, તલ, કસરત, પંથ, દિવસનું સુવું અને સ્નેહપાન એઓને ત્યાગ કરે; કેમકે એ એરોગ માટે કુપથ્ય છે. તેમજ ઉગ્ર, ખારા, ઉના, બળતરા કરનાર અને ભારે પદાર્થો ખાવાનો તથા વિશેષ પાણી પીવાનો પણ ત્યાગ કરે.
ઉદર રોગને અધિકાર સંપૂર્ણ. 'ઈતિ શ્રી મન્મહારાજાધીરાજ રાજરાજેશ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃત સાગર નામા ગ્રંથ વિષે મેદરોગ, કાર્યરેગ, અને ઉદરરોગના નિદાન ઉત્પત્તિ લક્ષણ તથા વનનિરૂપણ નામને તેર તરંગ સંપૂર્ણ
તરંગ ચૌદમો.
સાથ અંગ્રવૃદ્ધિ બદ રોગ, ગંડમાળ ગળગડ કુરોગ; અપચિ ગ્રંથિ અબુદ અધિકાર, આ તરંગમાં છે નિરધાર.
સાથ–સેજા રોગને અધિકાર.
સેજાનું નિદાન. વમન વિરેચન-આદિ ધનથી, પાંડુરોગ-આદિ રોગોથી કે ઉપવાસથી દુર્બળ થએલા મનુષ્યને સાજો થાય છે. તથા ખારા, ખાટા, તીણ, ઉના, કે ભારે પદાર્થોના સેવનથી સોજો થાય છે. અથવા દહીં ખાવાથી, ખાધેલા અન્નના અપકવ-વગર અકેલા રસથી, માટીના ખાવાથી,
જે ઉદર રેગી, મૂછ, ઉલટી, અતીસાર, દુર્બળતા, હેડકી, મળબંધ, તાવ, શ્વાસ, અને સોજો એટલા ઉપદ્રવોએ કરી સહિત હોય ઝાડે થયા છતાં પણ પેટ ચઢે અને આંબળ બહાર નીકળી આવે તે તે રોગની ચિકિત્સા ન કરવી. વૈદ્યરહસ્ય.
For Private And Personal Use Only