________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેરમે )
ઉદરરોગ પ્રકરણ
( ૨૦૩)
ઝેર ભેળવીને ખવરાવે તેને, ઝેરી માછલાં, ઝેરી ઘાસ, ઝેરી પાંદડાં વગેરેવાળું પાણી જેના પેટમાં જાય તેને અને ૧દૂષિ ઝેર જેના ખાવામાં આવ્યું હોય તેને કોપ પામેલું લોહી તથા કોપ પામેલા દોષે તુરત ત્રણે દેશના ચિન્હવાળા ભયંકર ઉદર રોગને ઉત્પન્ન કરે છે. આ ઉદર રોગ વદના કે વાદળાના ઘેરાયેલા દિવસોમાં વિશેષ કરીને વૃદ્ધિ પામે છે–પ્રકુપિત થાય છે, તથા બળતરા અને મૂછ સહિત હોય છે તે જાણવું કે સન્નિપાદર-દૂષ્યદર વ્યાધિ છે.
લીહદરનાં લક્ષણ. ગરમ વસ્તુના ખાવા-પીવાથી દૂષિત થએલું લેહી તથા કફ બલિને વધારી દે છે અને બરલ વધવાથી પેટમાં વ્યાધિ થાય છે, જો કે પ્રત્યે મનુષ્યના પેટના ડાબા પડખે બરલ હોય છે, પરંતુ નબળાઈ વગેરેનાં કારણથી વધી જાય છે ત્યારે તે રોગમાં ગણાય છે, તેમાં જે ડાબા પડખાની બરલ વધી હેય તે ડાબી તરફ પેટ વધે છે તે પ્લીદર કહે છે અને ને જે પેટના જમણા પડખે યત છે તે વધે અથત જમણું તરફ પેટ વધે છે તેને યકૃદ દાલ્યુદર રોગ માને છે. પ્લીદરમાં મંદાગ્નિ, જીર્ણજ્વર હોય છે અને બળનો નાશ થઈ જાય છે.
બદ્ધગુદોદરનાં લક્ષણ. વગર શેધેલાં ( વીંયા-ઝાટક્યા વગરનાં) અને ખાવાથી શાક તથા કમળકંદ-આ દિ ચોંટી રહેનાર પદાર્થો તથા રેતી-કાંકરીઓ ખાવામાં આવવાથી આંતરડું અત્યંત ઢંકાઈ જાય અર્થાત્ આંતરડાના છિદ્રોમાં મળ એકઠો વા જમાવટ થવાથી ગુદામાં વિષ્ટા રોકાઈ જાય છે અને માંડમાંડ ઝાડ થાય છે તથા હૃદય અને ફુદીના મધ્યમાં પિટને વધારો થાય છે તેને બદ્ધગુદોદર કહે છે.
ક્ષતદરનાં લક્ષણ. અન્નની સાથે કે અન્ય કોઇ પદાર્થો સાથે ખાવામાં આવેલ કાંટા કે કાંકરા વગેરે થી આંતરડું ભેદાઈ જાય તેથી તેમાંથી પાણી જે શ્રાવ પાછો ગુદામાંથી છે અને હું ટીની નીચેના ભાગમાં પેટ વધે, સંયે ભેંકાયા જેવી વ્યથા થાય અને જાણે પેટ ચીરાઈ જતું હોય એવું લાગે તે જાણવું કે ક્ષતદર-પેટમાં ચાંદી પડવાથી થએલે પેટને વ્યાધિ છે. આને પરિશ્રાવ્યુદર રોગ પણ કહે છે. બગાસું ખાવાથી કે વિશેષ ભજનથી પણ આરેગ થાય છે.
વૃકેદર-જળદરનાં લક્ષણ. સ્નેહપાન કરીને, અનુવાસનબસ્તિ લઇને, વમન તથા વિરેચન લઈને અને નિરૂહબસ્તિ લઇને જે મનુષ્ય તુરત ટાઢું પાણી પીએ છે તે તેના શરીરમાં જળને વહેવાવાળી નસો દૂષિત થાય છે, તેથી જળ રાંધેલા અન્નમાંના ઝાઝા ઘીની પેઠે બહાર નીકળીને પેટમાં
૧ વિષને હણનારી એષધીઓથી હણવાને લીધે, જૂનું હોવાને લીધે, દવથી, પવનથી કે તડકાથી સુકાઈ જવાનાલીધે અથવા સ્વાભાવિક રીતે જે ઝેર પોતાના ગુણોથી રહિત થયું હોય તેને દૂધી વિષ કહે છે.
For Private And Personal Use Only