________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
અમૃતસાગર
(તરંગ
શરીરમાંથી થતા પરસેવામાં દુર્ગધ આવતી હોય તેને મટાડવા ઉપાય.
અરડૂસીનાં પાનડાઓના રસમાં શંખનું ચૂર્ણ વાટીને તેનો લેપ કરવામાં આવે તો તેથી શરીરનું દુર્ગધિપણું મટી જાય છે. અથવા બીલીના પાંદડાના રસમાં શંખનું ચૂર્ણ વાટીને તેનો લેપ કરે તેથી શરીરનું દુર્ગધપણું મટી જાય છે. અથવા બીલીનાં પાંદાનો રસ કહાડી કિંવા પાણી સાથે ઝીણું લસોટી શરીરે મર્દન કરે તે શરીરની દુર્ગધતા દૂર થાય છે. અને થવા નાગકેસર, સરસડીઓ, દર અને પી વાળો એનું ચૂર્ણ શરીર ઉપર ઘસવામાં આવે તે તેથી ચામડીના દેવ અને પરસેવે મટી જાય છે. અથવા લીંબડાના પાનડાંને રસનો લેપ કરવાથી શરીરની તથા ભગલની દુર્ગધ દૂર થાય છે. અથવા હળદરને શેકીને તેને શરીરે માલેસ કરે તો શરીર અને બગલની દુર્ગધ દૂર થાય છે. ભાવપ્રકાશ. તથા વિઘરહસ્ય. અથવા-નાગરવેલનાં પાન, હરડેની છાલ, અને ઉપલેટ એઓને પાણી સંગાથે વાટી શરીરે મર્દન કરે છે, શરીરની દુર્ગધતા મટે છે-એમ વૃદને કર્તા કહે છે. અથવા હરડેદળ, લોદર, લીંબડાનાં પાદડાં, આંબાની છાલ, અને દાડિમની છાલ એ એનું ચૂર્ણ કરી સ્ત્રીના શરીરે માલેસ કરવાથી સ્ત્રીઓના અંગમાં પુરૂષોની અત્યંત પ્રીતિ થાય છે અને રાજાઓને સુખ પ્રાપ્ત થાય છે સારાંશમાં શરીરની કાંતિને સુંદર કરે છે. કાશિનાથ પદ્ધતિ. અથવા જે બોરીઆક હારને ગોમૂત્રમાં ઘુંટી શરીરે ચોળે તે કેન્દ્રને મટાડે છે ચક્રદત્ત. અથવા કલાથીનો લેટ, ઉપલેટ જટામાસી, ચંદન, શેકેલા ચણાને લેટ. એ પાંચ ઔષધ સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ કરી ઉના પાણી અને તેલ સાથે કાલવી નિરંતર શરીરે પીઠીની પેઠે ચળે અને પછીથી સ્નાન કરે તે શરીરમાંથી નીકળતી દુર્ગધી દૂર થાય છે. શાધર. મેદવૃદ્ધિ તથા તે સંબંધ પરસેવા તથા શરીરની દુર્ગધતાનો
અધિકાર સંપૂર્ણ.
-
-
-
કાર્યં (શરીરના અત્યંત પાતળાપણાનો અધિકાર
કાશ્યોગની ઉત્પત્તિ. વાયુકર્તા તથા લુખાં અન્ન પાસેના સેવનથી, લાંઘણેથી, થોડું ખાવાથી, ઉલટી, રેચ વગેરેની ઉપરા ઉપર ક્રિયા કરવાથી, શોક, ચિંતા, ભય વગેરેના કરવાથી, અતિ મૈથુનથી, મૂત્ર-નિદ્રાદીના વેગને રોકવાથી, લાંબા વખતના રોગથી, અતિ કસરતથી અને ઉજાગરા કરવાથી માણસનું શરીર તુરત દુર્બળ અને ક્ષીણ થઈ જાય છે તેને કાર્યો રોગ કહે છે.
બહુ ક્ષીણુપણાનાં લક્ષણ. જે મનુષ્યના કુલા, પેટ તથા ડેક સુકાયેલાં હોય, શરીરમાંની નસોનું જાળું ખુલ્લું
૧ આ પ્રયોગ ગોમૂત્રમાં વાટીને લેપ કરે તો કોઢ મટે છે. ગાયના દુધમાં વાટી લેપ કરે તે વર્ણ ઊજળો થાય છે. પાણીમાં વાટી લેપ કરવામાં આવે તો શરીરની દરગધી મટે છે અને હળદર ત થા દારુહળદરની સાથે વાટી લેપ કરે તે અન્ય લેકનું વશીકરણ થાય છે, એમ ભાવમનું કહેવું છે.
For Private And Personal Use Only