________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૮ )
અમૃતસાગર,
નકામું થઈ જાય છે, કારણ કે પોતાનું શરીર ઉપાડનું એજ તેને મુશ્કેલ છે તો, બીજા કામ ઉપાડી લેવા તેનાથી શી રીતે બને ?
મેદ વધ્યાથી થતાં લક્ષણે. મેદરોગી શુક નામના શ્વાસરોગથી પીડાતો, તરશ, મોહ, નિકા, ગ્લાનિ, સુધા, પરસેવો, પીડા અને દુર્ગધપણાથી સહિત હોય છે. થોડી શકિતવાળે તથા છેડા શૈથુનવાળે. થઈ જાય છે, અર્થાત શકિત વિનાનો સર્વ કામમાં નકામો થઇ જાય છે.
મેદનું સ્થાન અને તેનાં કૃત્યે. * સર્વ પ્રાણી માત્રના પેટમાં મેદ રહે છે એટલા માટે મેદની વૃદ્ધિવાળા માણસનું ધણું કરીને પેટ વધી જાય છે. વાયુનો માર્ગ મેદથી રોકાઈ જવાને લીધે વિશેષ કરીને વાયુ કોઠામાંજ કરતો હોવાથી જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે અને ખાધેલા અને સુકાવી દે છે જેથી મેદની વૃદ્ધિવાળા માણસને ખાધેલું તુરત પચી જાય છે અને ફરી ખાવાની ઈચ્છા થાય છે, તેથી કેટલે એક કાળ વીત્યા પછી ભયંકર વિકારોને ઉપન્ન કરે છે. અગ્નિ અને વાયુ એ વિશેષે કરીને ઉપદને ઉત્પન્ન કરે છે અને જેમ દાવાનળ વનને બાળી નાખે છે તેમ એઓ જાડા માણસને બાળી નાખે છે. એક અત્યંત વધતાં વાયુ આદિ ધાતુઓ સહસા દારૂણ વિકારને ઉત્પન્ન કરીને તુરત જીવને નાશ કરી નાખે છે.
સ્થળનાં લક્ષણ. . મેદ અને માંસ અત્યંત વૃદ્ધિ થવાને લીધે માણસના કુલા, પેટ અને સ્તન વધી જવાથી ચાલતી વખતે હાલ્યા કરે છે. જે મેદ અ૫ પ્રકારથી વધતું હોય તે માણસ બહુ ડે કહેવાય છે. તેવા માણસને કોઢ, વિસર્પ, ભગંદર, તાવ, અતિસાર, પ્રમે, હર, હાથીના પગ જે પગ થાય છે તે ( સ્લીપદ) રોગ, અપચે, અને કાળ એટલા રોગો - યંકરરૂપે થાય છે. મેદને લીધે પરસેવામાં દુર્ગધ થવાથી ઝીણું ઝીણા જીવડાઓ પણ પેદા થાય છે અને બળ-ઉત્સાહ નાશ પામે છે.
મેદરોગના ઉપાય. મેદ વૃદ્ધિવાળા માણસે હમેશ, જુના ચોખા, મગ, કળથી, કેડ, કદરા અને લેખન બસ્તિ કર્મ, એઓનું સેવન કરવું. ખેદ કરવાથી, ચિંતાથી, ક્રોધથી, કુસ્તીથી, પથ કરવાથી, જવ તથા મધના ખાવાથી, ઉજાગરાથી, ખાર રસના સેવનથી, અને એરંડાના પાંદડાની ભસ્મમાં હીંગ નાખીને પીને પૂર્ણ પ્રકારે તે ઉપર ચેખાને મંડલ સેવવાથી મેદરોગ નાશ પામે છે. ( ઉપવાસ કરવાથી, ધુમાડે પીવાથી, લેહી કઢાવાથી અને જંપ ન વળે તેવી પથારીમાં સુવાથી પણ મેદ રોગને જીતે છે. )
ગળો અને ત્રિફળાના કવાથપીવાથી મેદરોગ મટે છે. અથવા ત્રિફળાં અને ગળો૧ દિ ગણા પાણીમાં સારી પેઠે સીજવેલા ચોખાનો કણીઓથી રહિત જે રસ થાય તે મંડ કહેવાય છે. તેમાં સુંઠ અને સિંધાલૂણ નાખીને ઉપયોગ કરવામાં આવે તો તેથી અગ્નિ પ્રદિપ્ત થાય છે. અને પાચન પણ થાય છે, તેવા હલકા છે.
ગતરગિણી.
For Private And Personal Use Only