________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૪).
અમૃતસાગર.
(તરંગ
એટલાં ટાંક ટાંક ભાર લેવાં તથા નસેતર, નેપાળનાં મૂળ, ચાતુર્જત અને વંશલોચન એ એક એક તેલ તથા લેહ ભસ્મ ર તેલા, સાકર ૪ તોલા, શુદ્ધ શિલાજીત ૮ તોલા, અને શુદ્ધ ગુગળ ૮ તલા લઈ યથેષ્ટ વિધિ પ્રમાણે ચૂર્ણ કરી શુદ્ધ પારે તલા ૪, શુદ્ધ ગંધકનેલા ૪, શુદ્ધ અબ્રક ભસ્મ તોલા ૪ લઈ પછી પાર ગંધકની કાજળ કરી એ સર્વઉક્ત ચૂણ સાથે એકછવ કરી ગોળી બનાવી પ્રાત:કાળે ઘી અને મધ સંગાથે સેવન કરવાથી સર્વ જાતના પ્રમેહ, અરશ, ક્ષય, વિર્યના દોષો, સ્ત્રીઓના રજદોષ, આંખના રોગ, દાંતના રોગ, પાંડુરોગ, ખસ, શળ, કેડના રોગ, મૂત્રકૃચ્છ અબુંદ–ગાંઠ, ઉદરરોગ આફરો, અંગ્રવૃદ્ધિ, મૂત્રઘાત, બરલ, ઉધરસ અને કેટ એટલા રેગોને નાશ કરે છે આ ચંદ્રપ્રભા ગુટિકા કહેવાય છે. અથવા ત્રિફળા તેલા ૧૬, જીરું તેલા ૧૬, ધાણું તેલા તથા અંધાડાના બીજના ચેખા લા ૧૬, હાની એળચી તેલા ૨, તજ તેલા ૨, લવીંગ તોલા ૨, નાગકેસર તોલા ૨, અને એખરે તોલા ૨, એ સર્વને ઝીણવાટી કપડાથી ચાળી ઘી સાકરમાં મેળવી એના ૪-૪તલા ભારના લાડુ બનાવવા, તેમાંથી નિત પ્રભાતે ૧ લાડુ ખાવો જેથી પ્રમેહ માત્રને નાશ કરે છે-આ પ્રમેહારિગુટિકા કહેવાય છે. અથવા શુદ્ધપારાની ભસ્મ, શુદ્ધ ગંધક, આસંદરાની છાલ અને સાકર એ સર્વ બરોબર ભાગે લઈ પારા ગંધકની કાજળ કરી બીજાઓને વાટી ચાળી એકત્ર કરી શીમળાના મૂળની અંતરછાલના રસની કે કવાથની ૩ ભાવના દઈ ખરલમાં ૧ દિવસ ઘુંટી ગોળી માસા 1 ભારની બાંધવી, તેમાંથી ગાળી ૧ રોજ રાતે સુવખતે ખાય તો, સર્વ પ્રકારનાં પ્રમેહ તથા મધુ પ્રમેહ મટે છે. અથવા દરનું ચૂર્ણ યોગ્ય માત્રામાં મધ સાથે કાંસકીના મૂળના કવાથ સાથે પીવું. અથવા “ગળાનું સત્વ, ત્રિફળાનું ચૂર્ણ અને લેન્ડભસ્મ એ ત્રણે રારખા લઈને ટાંક ૧ મધ સંગાથે કાલવી સેવન કરે તે પ્રમેહ જાય.” અથવા સાકર, સિંધોડા, રેવચિની એ સર્વે બરોબર લઇ વાટી ૧ તેલા ભાર પાણીના સાથે સેવન કરવાથી લાંબા કા નથી થએલા સર્વે પ્રમેહે તથા મધુ પ્રમેહ મટે છે. અથવા “ ઉમરાનાં પાકાં ફળ તેલા જ સિંધાલૂણની સાથે ખાવાથી ન મટી શકે તેવા પ્રમેહ પણ એકવાર મટે છે” અથવા પારાની ભસ્મના સમાન બંગ ભસ્મ લઈ તેમાંથી ૨ માસ ભાર મધ સાથે સેવન કરી અને તે ઉપર પાકા ગુલર (ઉમરાનાં ફળ) નું ચૂર્ણ મધમાં મેળવી ખાવું. એ બંગેશ્વરને એવી રીતે તૈયાર કરવો કે-શુદ્ધ કરેલી કલઈ લઈ ઓગળી જેટલી કઈ હોય તેટલો શુદ્ધપારો લઈ તેમાં નાખી થાળીમાં ઢાળી પાતળી પાપડી બનાવી, પછી નાના નાના ટુકડા કરી જુદા રાખી ચોખાં છાણાં નંગ ૨, ૧૦–૧૦ શેરના વજનમાં થાપી સુકવી એક છાણ ઉપર કેસુડાં શેર ૨ નું ચૂર્ણ કરી પાથરી તેમાં તેટલું જ મેંદીનું ચૂર્ણ મેળવી ચૂર્ણના મધ્ય ભાગમાં લઈ પારાના કકડા છુટા છુટા ગોઠવી યુક્તિથી બીજુ છાણું ઢાંકી દઈ જ્યાં પવન આવી
કે નહીં તેવી જગ્યાએ સળગાવી દેવાં. જ્યારે પોતાની મેળેજ અગ્નિ ઠંડા થઈ જાય ત્યારે ધીમે રહીને ફુલી ગએલી લઈને કહાડી લેવી, પછી ખરલ કરીને ઉપયોગમાં લેવાથી અપાર ગુણ કરે છે. તેલ બરાબર ઉતરે છે અને જુદા જુદા અનુપાનો સાથે સેવવાથી સર્વ રોગને નાશ કરે છે. આ અંગેશ્વ૨ રસ કહેવાય છે. અથવા દક્ષણી સોપારી તોલા ૩ર ભાર બઈ ઝીણું કાતરી પાણીમાં પલાળી ( અથવા ઉકાળી ) નરમ થએ ખાંડી તલા ૧૬ ગા યનું ધી લઈ તેમાં સોપારીનું ચૂર્ણ કરવી આઠગણું (૧૪૨ તલા) દુધ લઈ તેમાં તે ચૂર્ણ નાખી તેને મંદાગ્નીથી માં બનાવે. પછી સાકર તેલા ૨૦૦ ની ચાસણી કરી તે બાવા તેના અંદર મેળવી પછી તેમાં નીચે લખેલાં ઔષધેનું ચૂર્ણ નાખવું-એટલે નાગકેસર, મેથ.
For Private And Personal Use Only