________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વાતવ્યાધિ પ્રકરણ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમા )
માશયમાં રહેલા દવાયુ નાશ પામે છે.
પકવાશય-હૈાજરીમાં દુષ્ટ વાયુ રહ્યા હોય તે પેટનાં આંતરડાં ખાલ્યા કરે, શૂળ નીકળે, આકરા ચઢે, મળ-મૂત્ર કષ્ટથી ઉતરે અને ત્રિસ્થાનમાં વેદના થાય છે.
ઉપાય.
( ૧૪૧ )
જે ઉદાવત્ત રાગ માટે ચિકિત્સા કહેવામાં આવશે તે પ્રમાણે ઉપાય કરવા. છાતીમાં દુષ્ટ વાયુ રહેલા હોય તેા પ્રાતઃકાળમાં યત્નપૂર્વક નવશેકા ઉના પાણીની સાથે મરી તથા ગળા પીવામાં આવે તેા હૃદયના દુષ્ટ વાયુ નાશ થાય છે. અથવા આસગંધ, અને એહેડાં એને ઝીણાં વાટી ગોળમાં મેળવી ઉના પાણી સાથે ઉપયોગમાં લેવાં. અથવા દેવદાર તથા સુંઠ એને વાટી ઉના પાણી સાથે પીવાથી હૃદયને! દુષ્ટ વાયુ નાશ પામે છે.
કાન વગેરે જ્ઞાનઇંદ્રિઆમાં દુષ્ટ વાયુ રહેલો હોય તેા ઇંદ્રિની શક્તિ નાશ કરે છે.તે માટે વાત વ્યાધિની ચિકિત્સાએ કરવી. સ્નેહ પદાથાના અન્યગ-માલેસ કરવા. સ્નેહ કુંડમાં અવગાહન કરવું. કિવા શેક કરવા.
શરીરની ઘારી નસો કે નસામાં દુવાયુ રહેલો હોય તે નસમાં શૂળ ચાલે, નાના સાચ થાય અને શિરાના લપણાને, છાતીથી નમીજવાને-અતરાયામતે, પીડથી નમી જવાને-બાયામને, ખલ્લી અને કુખ્તપણાને ઉત્પન્ન કરે છે.
ઉપાય.
સ્નેહથી અભ્યગ-મર્દન કરવાથી, સ્નેહવાળા પાટા બાંધવાથી, સ્નેહના લેપનથી અને લેાહી કઢાવવાથી નસેામાં રહેલા દુવાયુ નાશ પામે છે. તથા ડાંભદેવા, સખ્ત બંધન કરવું અને તેલ ચાળવું જેથી સ્નાયુઓમાં રહેલા દુવાયુ નાશ થાય છે.
સાંધાઓમાં દુવાયુ રહેલા હોય તેા સાંધાને છુટા પાડી દે છે અને શૂળ તથા સાજાને ઉત્પન્ન કરે છે.
ઉપાય.
ડાંભદેવા, સ્નેહવાળા પાટા બાંધવા, ઈંદ્રવરણાનાંમૂળ અને પીપર એનું ચૂર્ણ ગાળમાં મેળવી તેાલાભાર ખાવું તા સાંધાઓમાં રહેલા વાયુ નાશ પામે છે.
સમસ્ત વાતવ્યાધિઓમાં કષ્ટસાધ્ય કેટલા છે ?
હનુગ્રહ, અતિ, આક્ષેપ, પક્ષાધાત અને અપતાનક એટલા વાતવ્યાધિ યત્ન કરવાથી લાંબા સમયે મટેછે; પણ જો રોગી બળવાન તથા યુવાન હોય અને ઉપદ્રવ રહિત-એટલે વિસર્પ, દાહ, વ્યથા, ભ્રમ, મૂર્ઝા, અરૂચિ, અગ્નિમદતા અને ખળ તથા માંસ ક્ષીણ થયેલ ન હોય તેા તે વાતરોગી વખતે સાજો થાય છે; પરંતુ ઉપદ્રવે કરીને યુક્ત અને વૃદ્ધ, તથા દુર્બળ હોય તેા યમ મંદિરની મુલાકાત લે છે. અથવા સુજી ગએલા, શૂન્ય ત્વચાવાળા, દીનતાયુક્ત, કંપ તથા આકાથી પીડિત અને વાતવેદનાથી રીખાતા હોય તે તે વાયુરાગી છેવટ મરણને શરણ થાય છે.
For Private And Personal Use Only
વાતવ્યાધિના સામાન્ય ઉપાય.
આસગંધ, કાંસકીનુમૂળ, ખીલી, કાચ-પાડળ, એડીરીંગણી, ઉભારીંગણી, માળવી ગેા