________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૬ )
અમૃતસાગર,
(તરંગ
- - -
-
ગંધક એ બે બરાબર લઈ કાજળ કરી તેથી અરધ ભાગે શુદ્ધ હરતાલ મેળવી તે હરતાલ બરાબર ચોખી કલઈની ભસ્મ નાખી આકડાના દુધમાં ૭ દિવસ સુધી ખરલ કરી સુકવી કાચની આતસ શીશીમાં ભરી તે ઉપર કપડા માટી દઈ વાળુકાયંત્ર દ્વારા ૧૨ પોહારને અગ્નિ આપી રસ સિદ્ધ કરી સ્વાંગ શીતળ થયે ઘુંટી તેમાંથી ૧ રતિ પાનમાં સેવન કરે તે, સર્વ પ્રકારના વાયુગ તથા ઉન્માદ, ક્ષીણતા, મંદાગ્નિ, કોઢ, વણ અને વિષમજ્વર એ સર્વ રેગો નાશ થાય છે. આ અંગેશ્વર રસ કહેવાય છે. ગતરંગિણી. અથવા શુદ્ધ હરતાલ, શુદ્ધગંધક, શુદ્ધ પારે, શુદ્ધ હિંગળક, શેકેલો ટંકણખાર, સુંઠ, મરી અને લીંડીપીપર એ સઘળાં બરાબર લઈ પારાગંધકની કાજળ કરી અન્ય ઔષધને યથેષ્ટ રીતે વાટી એકત્ર કરી આદાના રસની ૧ ભાવના દઈ ઘુંટી ગોળી મગના જેવડી વાળી ૧ ગોળી ખાય તે, સર્વ પ્રકારના વાયુ જાય, તથા સુવા રોગ, મંદાગ્નિ, સંગ્રહણી અને ટાઢીઓ તાવ એ સર્વ નાશ થાય છે. આ હરતાલ ગુટિકા કહેવાય છે, રત્નપ્રદીપ, અથવા લસણ તોલા ના ભાર લઈ ફોલી ઝીણું કાતરી દુધ તોલે ન અને પાણું તેલ ના મેળવી તેમાં લસણ નાખી મંદાગ્નિ આપો, જ્યારે દુધ શેષાઈ જાય ત્યારે તેને ખરલમાં ઘુંટી તેમાં તેલ ઘિી નાખી આંચ દેવી. જ્યારે લાલાશ પડતે રંગ થાય ત્યારે ઉતારી લઇ ઘી કહાડી લેવું, પછી ૩ તોલા સાકરની ચાસણી કરી તેમાં કસ્તુરી રતિ, લવીંગ ૪ રતિ, જાયફળ ૧ માસે, તજ ૧ માસ અને સોનાના વરખ ૨ એ સર્વ ઔષધીઓ ચાસણીમાં મેળવી તથા લસણ પણ મેળવી ગોળીઓ ૪ બનાવવી, ગોળી ૧ પ્રભાતે ખાવી, જો વાયુનું પ્રબળતાપણું હોય તે ૧ ગાળસંધ્યા વખતે પણ ખાવી, જેથી વાયુ માત્ર નાશ પામે છે, પણ પથ્થમાં રહી સેવન કરવી. એજ હિસાબ પ્રમાણે વિશેષ માત્રાએ આષધીઓ લઈ લસણ પાક કરી વાયુના રેગે જોરાવર હોય તે ૨૧ તથા ૪ દિવસ લસણનો પ્રયોગ ઉપયોગમાં લેવો તે, વાયુ રોગે મટે છે અને શરીર પુષ્ટ થાય છે તથા ભૂખને વધારે છે. આ લસપાક કહેવાય છે.”
વાયુરોગીનાં પથ્યાપથ્ય. તેલનું મર્દન, ઉના પાણીથી સ્નાન, પવન ન લે, ભૂશિયન, પરસેવો લાવ, ધમાડે તેલ, મીઠા, ખાટા-ખારા પદાર્થો, છાશની આછ, ઘઉં, અડદ, સાઠીચોખા, કળથી, પરવળ, સરગવો, વત્યાક, સવાની ભાજી, તુવરની દાળ, તાંદળજો, હિંગ, લસણ, દાડિમ, કેરી, સિંધડા, વહેતું પાણી, ધાખ, નારંગી, સાકર, તાંબૂલ અને જુલાબ એટલાવાનાં હિતકારી સેવન કરવા યોગ્ય છે.
ચિંતા, ઉજાગરે, મળ-મૂત્રાદિના વેગને રોકવા, ઉલટી, શ્રમ, ઉપવાસ, ચણું, વટાણા,
૧ હરતાલ ૦૧ શેર લઇ વાટી એક લુગડામાં થોડી ઢીલી રહે તેમ પિોટલી બાંધી ભૂરા કોળાને કરી તે પિટલી તેમાં રાખી પાછી ડગળી દઈ, પછી તેને માટીના પોહળા મહોડાના મોટા વાસણમાં મૂકી ચૂલા ઉપર ચઢાવી અગ્નિ કર. કોળું બળી જાય ત્યારે પોટલી કહાડી લઈ પ્રથમ પ્રમાણે સાત ભરા કાળામાં તે પિટલીને પકાવવી જેથી હરતાલ શુદ્ધ થાય છે.
૨ હિંગળોકના ગાંગડાને ૭ વાર ઘેટીના દુધની અને ૭ વાર લિંબુના રસની ભાવના આપવી જેથી હિંગળક શુદ્ધ થાય છે,
ભાવપ્રકાશ-પર્વખંડ
For Private And Personal Use Only