________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બારમો )
અશ્મરી-પથરી પ્રકરણ.
. (૧૮૭)
કાંકયા કરે છે, અને બરાડા પાડ્યા કરે, તથા અધેવાયુની સાથે મૂવ તથા મળ ઉતરે છે. આ પથરીને રંગ કાળો તથા લુઓ અને કાંટાના સમાન વા તે ઉપર કાંટા જેવી કાંકરી જણાય છે. * જે પિત્તના ત્રાસવાળી પથરી હોય તે, પિમાં બળતરા થાય છે. ઈતિને અડતાં ઉની લાગે છે, અને તે પથરીને રંગ બદામની છેતરા જેવ, પીળા, ઘેળો કે, તે પણ હેય છે, તથા કદમાં ભીલામાના ઠળીઆ જેવડી હોય છે.
જે કફની ત્રાસવાળી પથરી હોય તે, પેડુમાં અત્યંત પીડા, પેટુને સ્પર્શ કરતાં ઠંડુ તથા ભારે જણાય છે, અને આ પથરી ચીકણું–લીસી, ધળી, તથા કુકડાના ઇંડા જેટલા કદવાળી ચમકતી હોય છે. (આ પથરી ઘણું કરીને બાળકોને જ થાય છે.)
મૈથુન કરવાની ઈચ્છા થયા છતાં વીર્યને પરાણે રોકી રાખવાના કારણથી તે પવન, સ્થાન ભષ્ટ થએલા વીર્યને લિંગના તથા અંડકોષના વચમાં રહેલા મૂત્રાશયના મુખમાં એક કરી સુકવી દે છે, તેથી તે શુષ્ક વીર્ય પથરીરૂપ બને છે; એટલે પિમાં પીડા-મૂળ, પેસાબ કરતાં તણખા ઉઠે છે, બળતરા થાય છે, પરાણે પરાણે પેસાબ ઉતરે છે, અંડકોષમાં સેજે કે ઉનવા થાય છે, તથા પેદુને દબાવતાં પથરી અંદર લીન થઈ જાય ત્યારે વીર્ય મૂલના માર્ગેથી ઉતરે છે તેને શુક્રામરી કહે છે. આ પથરી મોટી ઉમરવાળાને જ થાય છે.
એ વીર્યની પથરી જ્યારે વાયુથી વિખરાઈ જાય ત્યારે કાંકરી કે રેતીરૂપ થઈ જાય છે, તેને શર્કરા કહે છે, તેમાં મોટી કાંકરીને શર્કરા અને હાની કાંકરી-રેતીને સિકતા કહે છે; અર્થાત શર્કરા અને સિક્તા એ બે રગમાં એટલેજ ભેદ છે. જે પિતૃમાંને વાયુ સુલટી રીતે ચાલે તો તે કાંકરી મૃત સાથે બહાર પડે છે અને જે વાયુ ઉલટી રીતે ચાલે તે મૂલના માર્ગમાં તે કાંકરી ચોટી રહે છે.
કાંકરી તથા રેતીના ઉપદ્ર. શરીર દુબળું, નિવૃત, કૃશતા, કૂખમાં શો, અરૂચિ, શરીર પીળું પડે, મૂલવા ત ( ઉનવા) થાય, તરશ લાગે, હૃદયમાં પીડા અને ઉલટી થાય છે.
- પથરીનું અસાધ્યપણું. પથરી કે કાંકરી વા રેતીના રેગીને જે રી તથા અંડકોષમાં સે આવે, મૂળ કાય અને વ્યથાથી આતુર થયો હોય તે તે મરણ પામે છે.
પથરીના ઉપાય. વાયુની પથરી માટે સુંઠ, અરણી, પાષાણભેદ, સરગવે, વરણ, ગોખરૂ, સીવણનાં મૂળ અને ગરમાળાને ગોળ એઓને કવાથ કરી તેમાં હિંગ, જવખાર, અને સિંધાલુણ એઓનું ચૂર્ણ નાખી પીવાથી પથરી, મૂત્રકૃચ્છ, કોઠાનો વાયુ, કેડને વાયુ, સાથળને વાયુ, ગુદામાં અને લિંગમાં રહેતે વાયુ નાશ થાય છે, અગ્નિ પ્રદિપ્ત થાય છે અને અન્ન વગેરે સારી રીતે પચે છે-આ સુંઠયાદિ કવાથ કહેવાય છે. અથવા એલચી, પીપર, જેઠીમધ, પાષાણભેદ, નગેડનાં બીજ, ગોખરૂ, અરડૂસે અને એરડે એના ધાથમાં શુદ્ધ કરેલી–
૧ આત્રેયજી કહે છે કે આ કવાથમાં એરડાને બદલે ત્રીફળાં નાખી કવાથ કરી તેમાં એરંડીયું, શિલાજીત અને સાકર નાખી પીવે.
For Private And Personal Use Only