________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૮)
અમૃતસાગર.
(તરંગ
પકાવેલી શિલાજીત અને સાકર નાખી તે કવાથ પીવાથી મૂત્રકૃચ્છ મો--આ એલાદિકવા થ કહેવાય છે.
અથવા કેળાના રસમાં શેકેલી હિંગ નાખી પીએ તો પિયુને દુખાવો અને પથરીને નાશ થાય છે. અથવા સુંઠ, ગોખરૂ અને વરણાની છાલ એઓનો કવાથ કરી તેમાં ગોળ અને જવખાર નાખીને પીવાથી લાંબા કાળની પથરી હોય તો પણ મટે છે. અથવા ગોખરૂનું ચૂર્ણ કરી ટાંક ૫ ભાર મધ મેળવી ઘેટીના દુધથી ૭ દિવસ પીએ તે પથરીને રોગ મટે છે. અથવા વરણને કવાથ કરી તેમાં વરણાના મૂળનો જ કક નાખી પીવાથી પથરી મટે છે. અથવા સરગવાના મૂળને કવાથ કરી નવશેકો હોય તે વખતે પીવો. અથવા આદુ, જવખાર, હરડે અને દારૂ હળદર અથવા મળયાગિરીચંદન એનો કવાથ કરી તેમાં હિંગ નાંખી પીવાથી કે, એઓનું ચૂર્ણ કરી દહીના મંડ સાથે પીવાથી ભયંકર પથરી પણ તુરત મટે છે. અથવા વરણાની છાલ તેલા ૪૦૦ લઈ તેને ગણા પાણીમાં ક્વાથ કરી જે વખતે ચોથા ભાગનું પાણી રહે તે વખતે બાકી રહેલા વજન જેટલો (૧૦૦) તેલા ગળ નાખી ચાસણી જે ઘટ થાય ત્યાં સુધી પકાવી તેમાં સુંઠ, કાકડીનાં બીજ, કોળીનાં બીજ, ગોખરૂ, પીપર, પાષાણભેદ, પદ્મક, બહેડાંની મીજ, શુદ્ધ મણશીળ, બથ, સરગવો, ધાખ, એળચી, શુદ્ધ શિલાજીત, હરડે અને વાવડીંગ એ પ્રત્યેક પદાર્થો ચાર ચાર તોલા ભાર લઈ તેઓનું ઝીણું ચૂર્ણ કરી ચાસણી સાથે એક જીવ કરી, પછી સુંદર પાત્રમાં ભરી લે. પચ્ચ ભેજનનો નિયમ રાખી નિરતર ચાર તેલા ભાર સેવન કરે તો સર્વ દેષો સહિત ઉત્પન્ન થએલી પથરીઓ તુરત મટે છે. આ વરૂણક ગુડ કહેવાય છે. અથવા મજીઠ, કાકડીનાં બીજ, જીરૂ, વરીઆળી, આમળાં, બોરની મજા, શુદ્ધ ગંધક અને ને શુદ્ધ ભણશીલ એ સઘળાં બરાબર લઈ ઝીણાં વાટી ટાંક ૧ ભાર પ્રસન્નતાથી નિરંતર મધ સાથે સેવન કરે છે, પથરી મટે છે. અથવા ૮ તલા ભાર કળથીને કવાથ કરી તેમાં સિંધાલૂણ મસા ૨ અને શરપંખાનો રસ માસા ર નાખી પીવાથી પથરી જાય છે. એમ ભાવમિશ્ર નું કહેવું છે. અથવા હળદરનું ચૂર્ણ ટાંક ૫ તથા ગોળ ટાંક ૧૦ એ બેને એકત્ર કરી તુસેદકની સાથે માસ ૧ ભાર સેવન કરવાથી પથરી ઇદ્ધિારા ખરી પડે છે. “અથવા સંચળ, મધ, દુધ, અને તલસરાંની રાખ, એ સઘળાં દારૂમાં નાખી ત્રણ દિવસ પીએ તે, પથરીને નાશ થાય છે. અથવા તલસરનો ખાર ટાંક ૨ તથા મધ ટાંક પ ગાયના દુધની સાથે ૧૫ દિવસ સેવન કરે છે, પથરી નિભે નાશ પામે છે. અથવા ગોળ, અને કાકડીની જડ બેબે ટાંક ભાર લઈ તેને રાત્રે ભીજવી પ્રભાતે તેજ પાણીમાં તેને લસોટી ગાળી લઈ ૭ દિવસ પીએ તે પથરી ઈદિદારા ખરી પડે છે. રાજમાર્તડ.” અથવા કળથી, સિંધાલૂણ, વાવડીંગ, લેહભસ્મ, સાકર, કપૂર, જવખાર, કેળાનાં બીજ અને ગોખરૂ એઓને કચ્છ વરણાના કવાથમાં નાખી તેમાં ગાયનું ઘી અનુમાન પ્રમાણે નાખી પકાવી તેમાંથી તેલ ૪ ભાર નિત્ય સેવન કરે તે, અસાધ્ય રૂ૫ સર્વે પથરીઓ, મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને મૂલનું રેકાણુ એટલા રોગોને નાશ કરે છે–આ કુળત્યાઘવૃત કહેવાય છે, એમ છંદમાં લખેલું છે.
પથરીના રોગીનાં પથ્યાપથ્ય. જુના સાઠી ચોખા, સામે, કોદરા, દાળ, જવ, ઘઉં, કળથી, તુવરની દાળ, મગ, ગાયને દુધ તથા ધી, ટીડસાનુશાક, સિંધાલૂણ, તાંદળજો, સ્નાન, અને નેતન વગેરે પશ્ચ-સેવ
For Private And Personal Use Only