________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમે. )
આમવાયુ પ્રકરણ,
( ૧૪ )
કુપથ્ય કરે છે તથા ખાનપાનની લાલચે સ્નિગ્ધ પદાર્થરિનું ભોજન કરે છે અને કસરત કરે નહીં તે વાયુને ઘેર્યો આમ કફને આમાશય અને સાંધાઓ વગેરેમાં ત્વરાથી પહોંચે છે. જે પિત્તના સ્થાનમાં જાય તે પાકી જાય, પણ કફના સ્થાનમાં જાય તે અત્યંત અપકવ રહેલે આમ ધમનીઓમાં વહે છે, તેમાં વાયુ પિત્ત કે કફથી અત્યંત દૂષિત થઈ શરીરની નસોને પૂરી દે છે, અગ્નિને મંદ કરી દે છે, છાતીમાં ભાર તથા અનેક રોગોને ઉત્પન્ન કરી દે છે. આત્રેયજી તે કહે છે કે—હે પુત્ર! હું તને આમ વાયુનું લક્ષણ ટુંકામાં કહું છું તે સાંભળ, ભારે પદાર્થ ખાવાથી, વિશેષ મંદ પડી ગએલા અગ્નિવાળા મનુષ્ય કંદ શાકાદિ સેવન કરે તે વાયુએ પ્રેરેલો આમ કફના સ્થાનને મળે છે અને ઘણું વેદના ઉત્પન્ન કરે છે.
આમવાતનાં લક્ષણ. ખાધેલાં અન્ન નહીં પચ્યા છતાં ભોજન કરે તેના પેટમાં આમ પેદા થાય છે, ત્યારે માથામાં વેદના, ગાત્રોમાં વ્યથા, તથા પીઠ, કડની નીચેના સાંધામાં-ત્રિકમાં, ડોકમાં, તથા ઘુંટણમાં પીડા, નસેને સજોગ અને શરીરને તંભિત કરી દે છે તથા ગાત્રોને શિથિલ કરી દે છે તે આમ રેગ કહેવાય છે. કેટલાક ગ્રન્થકાર કહે છે કે, અંગમાં રોડ, ભોજનમાં અરૂચિ, તરશ. આવશ્ય, ભારેપણું, તાવ, અન્નનું ન પચવું અને અંગમાં વિકળતા–શૂન્યપણું થાય તેને આમરેગ કહે છે.
ઉપાય. આમવાત રોગીને સ્નેહન ઔષધ આપવાં નહીં, પણ પાચન ઔષધો આપવાં, અથવા ચિત્રામૂળ, કડુ, હરડેની છાલ, વજ, દેવદાર, અતિવિષ અને ગળે એઓને કવાથ સેવન કરે તે આમવાત મટે છે. અથવા એરંડીઆમાં હરડેની છાલનું ચૂર્ણ નાખી સેવન કરે તે આમવાત અને ગૃધ્રસી વાયુ મટે છે. અથવા મહારાસ્નાદિ કવાથ ( જે વાત વ્યાધિના અધિકારમાં કહે છે તે ) પીવાથી ઊરૂસ્તંભ મટે છે. અથવા અજમોદ, મરી, પીપર, વાવડીંગ, દેવદાર, ચિત્રક, વરીયાળી સિંધાલૂણ, ચવક અને પીપરીમૂળ એ પ્રત્યેક પદાર્થો ચાર ચાર તેલ લેવા. સુંઠ ૪૦ તેલા, વધારે છે તેવા અને હરડે વિશ તેલ લેવી એ સર્વને એકઠાં કરી વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી ચૂર્ણના જેટલે જગળ મેળવી પછી તેની ગુણીકાઓ કે, રેવડીઓ બનાવી તેનું યોગ્ય માત્રાએ નવશેકા પાણી સાથે સેવન કરે છે, આમવાત સંબંધી સઘળાં દુઃખદાયી દરદો, તથા આફર, શળ, તૂની, પત્ની,વિશ્વાચી, ગૃધ્રસી,ગોળ, તથા કેડ, વાંસા, ગુદા અને પિંડીઓનું તીવ્ર પ્રકારનું ફાટવું, સાંધાઓમાંનો સોજો અને અન્યપણ વાયુથી થએલાં કે અન્ય આમજન્ય રોગો પણ નાશ પામે છે. આ અજમેદાદિ ચૂર્ણ કહેવાય છે. અથવા વાતવ્યાધિના અધિકારના ૧૪રમા પૃષ્ટમાં કહેલ યોગરાજ ગુગળનું સેવન કરવાથી પણ આ મવાયુ નાશ થાય છે. અથવા સુંઠ તોલા ૩૨, ગાયનું ઘી તોલા ૮૦, ગાયનું દુધ તેલ ૧૨૮
૧ આમવાતના ૪ ભેદ છે, એટલે વિષ્ઠભી ૧, ગુલ્મકૃત ૨, સ્નેહી ૩ અને પકવામ ૪ તથા કેટલાકના મતે સળંગ આમ પણ પાંચમે ભેદ છે. તે પૈકી વિષ્ટભી, ગુલ્મ પાક અને સર્વગ આમ એ અસાધ્ય છે પક્વામ સાધ્ય છે અને સ્નેહી તથા આમ ગુલ્મ શેકી કષ્ટસાધ્ય છે; એમ જાણી તે ઉપર ચિકિ સારૂપ કર્મ કરવું.
હારતસંહિતાં.
For Private And Personal Use Only