________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગીઆરેમ... )
ઉદાવત્ત પ્રકરણ
(૧૬પ).
શળ રોગવાળાને સેવ્યાસેવ્ય. કસરત, મિથુન, દારૂ, લૂણ, તરસ, મળ-મૂત્રાદિના વેગોને અટકાવવા, શોક, ક્રોધ, વિકળતા-અર્ચતા, કઠોળ, જાડા અને ઠંડા પદાર્થો, દહી, દિવસે સુવું અને વાયુ કરતા પદાર્થો એઓ ત્યાગ કરવા યોગ્ય છે.
સાડીચોખા, સિંધવ, હિંગ, સૈવીર નામનું મધ, દારૂ, ગોળ, સુંઠ, સવાની ભાજી, બથ અને હરણ, તેતર, લાવાં, સસલાં તથા સારસ એનાં માંસ એટલા પદાર્થો સદા સેવવા યોગ્ય છે. (રેચ, ફસ, રૂમડી, રક્તસ્ત્રાવ વગેરે પણ સેવવા યોગ્ય છે) તથા રાઈ સુંઠ, હિંગ, વછનાગ, ગુગળ, મેદાલકડી, અસાળીઓ, આબાહળદર, વીજાળ અને અફીણ એ સઘળાં બરાબર લઈ વાટી ગોમૂત્ર સાથે ઝીણું ઘુટી શળના સ્થાનકે જાડો લેપ કરવો એ પણ શુળરોગીને હિતકારી છે.
શળરોગનો અધિકાર સંપૂર્ણ ઈતિ થી મન્મહારાજાધરાજ રાજરાજેદ્ર શ્રી પ્રતાપસિંહજી વિરચિત અને મૃતસાગરનામા ગ્રન્થ વિષે વાતરક્ત, શૂળ અને શળના ભેદરૂપ પરિણમશળ, અન્નકવશળનાં નિદાન, ઉત્પત્તિ, લક્ષણ તથા યત્નનિરૂપણ નામને દશમે તરંગ સંપૂર્ણ
તરંગ અગીઆરમે. કદાવર્ત ને આફરો, ગુલ્મ પ્લીહ હદિરોગઃ યકૃત યુક્ત અગ્યારમે, તરંગ આ સોગ.
ઉદાવર્ત તથા અનાહને અધિકાર
ઉદાવર્તનાંનિદાન. અધેવાયુ ૧, મળ ૨, મૂત્ર ૩, બગાસાં ૪, આંસુ ૫, છિક ૯, ઓડકાર છે, ઉલટી ૮, મૈથુન , ભૂખ ૧૦, તરશ ૧૧, શ્વાસ ૧ર અને ૧૩ નિંદ્રા આ તેર વેગ–અર્થાત એટલાઓની જે વખતે હાજત થઈ હોય તે વખતે આળશ, શરમ કે કોઈ અન્ય કારણના લીધે તેઓને અટકાવી રાખે તો તેથી ઉદાવ રોગ ઉત્પન્ન થાય છે. (તથા બીજા પણ અનેક રોગો ઉત્પન્ન થાય છે.) જુદા જુદા વેગને રોકવાથી ઉત્પન્ન થતા જુદા જુદા
- ઉદાવર્તનાં વિશેષ લક્ષણ. અધોવાયુના રોકવાથી-વાયુ, મળ તથા મૂવનું રેકાણ થાય છે. પેટ ચઢે છે, મહેનત કર્યા
For Private And Personal Use Only