________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૮ )
અમૃતસાગર.
( તરંગ
છે. અથવા વાવડીંગ તથા પીપરની ભસ્મ કરજના રસની સાથે પ્રાતઃકાળે રોગીનું અગ્નિખળ તપાસી સેવન કરે તેા, ખરલ અને યકૃત નાશ થાય છે.” અર્લ તથા યકૃત્તા અધિકાર સપૂર્ણ
દ્રોગ-છાતીના રોગનો અધિકાર
ધ્રાગનાં નિદાન તથા સ’પ્રાપ્તિપૂર્વક લક્ષણા.
અત્યંત ઉષ્ણુ, ભારે, ખાટા, તુરા અને કડવા પદાથાના નિરતર સેવનથી, શ્રમથી, પ્રહ્મારથી, ભેાજન ઉપર ભેાજન કર્યાથી, રાજભય-આદિના અત્યંત ચિત્વાથી, મળ-મૂત્રાદિના વેગ રોકવાથી, ઘણી ચિંતા કરવાથી, છાતી ફૂટવાથી તથા વાયુ સંબધી, પિત્ત સંબધથી, કક્ સખ ધથી, ત્રિદોષ સંબંધથી અને કૃમિના ઉત્પાતથી એ પાંચ પ્રકારથી છાતીમાં રોગ થાય છે. દુષ્ટ થએલા વાયુ આદિ ષ હૃદયમાં રહી રસને દૂષિત કરીને હૃદયમાં દોષભેદનેલીધે અનેક પ્રકારાવાળી વ્યથાને ઉત્પન્ન કરે છે તેને દ્વેગ કહે છે.
પ્રત્યેક્ દ્રોગનાં જુદાં જુદાં લક્ષણા.
જે વાયુના સંબંધથી દ્રગ થયેા હાય તો હૈયામાં બહુજ વીણાચૂટા થાય છે, હૃદય સાચેાથી વિંધાતું હેાય તેમ વ્યથા થાય છે, છાતી ધોવાય છે, કરવતથી ચીરાય તેવું હૃદયમાં દરદ થાય છે, અસ્ત્રથી કડાતું હોય અને કુવાડાથી કપાતું હેાય તેવી અસહ્ય વેદના થાય છે.
જે પિત્તના સંબંધથી હદ્રોગ થયા હોય તે, તરશ લાગે, ઠંડા પવનની ઇચ્છા થાય અર્થાત્ ઉનાશ રહે છે, અગ્નિ પાસે હોય તેવા સતાપ થાય છે, કેઇ ચૂશી લેતું હોય તેવી પીડા થાય છે, હ્રદયમાં ગ્લાનિ, વ્યાકુળતા ભ્રમ, મદ, ફંડમાંથી ધૂમાડા નીકળે, મૂર્ચ્છા આવે. દુર્ગંધયુક્ત પરસેવે અને મ્હાં મુકાય છે.
જો કફના સબધથી દ્રોણ થયા હોય તેા, કફથી વ્યાપ્ત થએલા હ્રદયમાં ભારેપણું, કર્કનું પડવું, અરૂચિ, જડપણુ, જરાગ્નિની મહતા અને મહેાડામાં મીઠાશ રહે છે.
જે માણસ ત્રિદોષના દ્વેગમાં મૂર્ખતા વડે તલ, દુધ તથા ગાળ વગેરેનું સેવન કરે છે તેનેા રસ હૃદયના એક ભાગમાં સડી જાય છે અને તે કારણથી બગડેલી છાતીમાં ક્રમિ ઉપન્ન થાય છે—જો ક્રમિજ હેદ્રોગ હોય તેા ડુબકા, વમન, અરૂચિ, ભ્રમ, મદ, માળ, ધનરાટ, અગ્નિની મંદતા, તાવ, કાયરતા, તીવ્રવ્યથા, શળ અને આંખા કાળાશયુક્ત થઇ જાય છે, તથા ક્ષય રોગ પણ થઇ આવે છે.
તે ત્રિદેાષ સંબધી હદ્રોગ હોય તા શરીર બહુજ વેળુ પડી જાય છે.
દ્રોગના ઉપદ્રવો.
સર્વે ઇંદ્રિયોની સંજ્ઞા–કમૅનાશ થાય, શરીરમાં વ્યથા વિશેષ હાય, ફેર આવે, શરીર સુકાઇ જાય અને તરશના સ્થાને શેષ પડે છે.
૧ બરલવાળા રોગીનુ નામ લઇ ઇંદ્રવરણાના મૂળીઆને ચીરી વેગળુ' ફેંકી દે તે, તેની બરલ મટી નય છે ! એમ હિતાપ્રદેશના કત્તા શ્રીકડાચાર્ય ભલામણ કરે છે. ! !
૨ આ રોગમાં જાણે હૃદય ભાગી જતુ હેાય તેવી પીડા થાયછે એમ ગણદાસનુ કેવુ છે,
For Private And Personal Use Only