________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગીઆર)
બરલ તથા યકૃત પ્રકરણ
( ૧૭૫)
- -
-
- -
-
અને પીપર એઓનું ચૂર્ણ ઘીમાં નાખી પકાવી ધી સિદ્ધ કરી પીવાથી કે મધ સાથે પીવાથી સ્ત્રીને રક્ત સંબંધી ગુલ્મ મટે છે “અથવા પારે ૧ ભાગ, કલરની ભસમ ૧ ભાગ, ગંધક ૪ ભાગ, અને તાંબાની ખાખ ૪ ભાગ એ સર્વને આકડાના દુધમાં ૨ દિવસ સુધી ખરલ કરી, પછી તેનો ગોળો બનાવી સરાવસંપુટ કરી ગજપુટ અગ્નિ આપો. સ્વાંગ શીતળ થયા પછી ૨ રતિભાર ઘી સાથે સેવન કરે છે, ગેળા, બરલ અને ઉદરના રોગને દૂર કરે છે.” અથવા જવખાર સાથે શેકેલા કાળાતલનું ચૂર્ણ મેળવીને તેની યોનિમાં પિટળી પહેરાવંતી જેથી નિ વિરે. ચન થાય છે અને જ્યગુલ્મ ભેદાય છે (સ્ત્રીના રક્તગુલ્મનો વિશેષ ખુલાશો મેળવવા વાગે ભટનું ચિકિત્સા સ્થાન જુવે.)
ગુલ્મ રેગીનાં પથ્યાપથ્ય. વાતગમ માટે વાયુ હરનાર, પિત્તગુલ્મ માટે પિત્ત હરનાર, કફગુલ્મ માટે કફને હ. રનાર અને ત્રિદોષ ગુલ્મ માટે વિદેષને હરનાર ઔષધ પ્રયોગ કરવા એજ સદા હિતકારી છે તથા અડદ, કળથી, તુરીયાં, ખાર, વમન, રેચ, લંઘન, નિદ્રા, જુનાં અન્ન, અને ઉનું દુધ સદા પથ્ય છે.
સુકાં માંસ, મૂળા, માછલાં, સુકવણીનાં શાક, તથા અડદ, અને કળથી સિવાયનાં કઠોળમાં ગણાતાં અનાજ, બટાટા, મીઠાંફળ, ભારીઅન્ન, ઉજાગરે, મૈથુન, મહેનત, દારૂ, તીખા પદાર્થ, મળ-મૂત્રાદિનું રોકવું, શોક, ક્રોધ, મત્સર અને દોષને વધનારી વસ્તુઓ સદા નુકશાન કર નાર છે, માટે ત્યજી દેવાથી સુખ થાય છે.
ગુલમનો આધકાર સંપર્ણ
બરલ તથા યકૃતને અધિકાર
બરલનું સ્વરૂપ. પ્રત્યેક મનુષ્યના પેટની ડાબી બાજુમાં-હદયના નિચેના ભાગમાં લેહીને વહેવાવાળી. લેહીને ચલાવનારી નસેનું મૂળ છે તેને બરલ-બળ, ફી, પ્લીહ, કે તાપતિલ્લી કહે છે,
બરલનાં નિદાને સંપ્રાપ્તિ તથા લક્ષણ - બળતરા કરનાર, પદાર્થો, તથા ભેંશના દહી વગેરે કફને કરનારા પદાર્થો જે મનુષ્ય વિશેષ સેવન કરે તેનું લોહી ખરાબ થઈ તથા કફ કુપિત થઈ વૃદ્ધિ પામી બસને વધારે છે, તેને
૧ પારે, ગંધક, હરતાલ, મણશીલ, હિંગળાક, વછનાગ, ખુરાસાની અજમો, ઝેરચલાં, ચણોઠી, નેપાળ, ગુગળ, ધાતુ-ઉપધાતુ તથા વિષ-ઉપવિષ અને ધંતુરે વગેરે વગેરે વસ્તુઓને શુદ્ધ કરવા માટે કશું લખ્યું ન હોય; તદપિ તેઓ શુદ્ધ કરીને જ વાપરવી હિંગ, ટંકણું ફૂલાવી–શેકીને જ વાપરવાં નહીં તે લાભને બદલે ગેરલાભ થાય છે.
૨ માટીનાં બે કોડીઆ તથા રામપાત્ર લઈ ધીમે ધીમે પત્થર ઉપર તેની કિનારીઓ ધસી સરખી કરી–સાંધા મળે તેવી કરી જે વસ્તુની ભસ્મ કરવી હોય તે તેમાં મૂકી બનેને જોડી દઈ કપડા માટીથી મજબૂત કરી સુકવી તૈયાર કરવા તેને સરાવ સંપુટ કહે છે. ' ભા, ક.
For Private And Personal Use Only