________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૪)
અમૃતસાગર,
કેસરીરસ કહેવાય છે. અથવા હરડેની છાલ, શેકેલો ટંકણ, સુંઠ, શેકેલી હિંગ, મરી, ચિત્રામૂળ, વાવડીંગ શુદ્ધ કરેલે ગધક અને સિંધાલૂણ એ સઘળાં સમાન ભાગે લઈ એ સર્વની બરાબર શુદ્ધ ઝેરકોચલાં લઈ સર્વને ઝીણું વાટી કપડાથી ચાળી પાણી સાથે ગોળીઓ વાળી માસા ૧ ભાર પાણી સાથે સેવન કરે તે ગોળ, ખાંસી, શળ, આફરે, બંધકેશ, કફનાં દરદ, પેટના રોગ, આમવા, અજીર્ણ, મંદાગ્નિ, અરૂચિ અને તાવ એટલા રેગેનો નાશ કરે છે. આ શાળગજકેશરી ગુટીકા કહેવાય છે. અથવા કરકરા, શેકેલી હીંગ, સરગવો અને સુંઠ એ સર્વને બરાબર લઈ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી યોગ્ય માત્રાએ ઉના પાણી સાથે સેવન કરે તે મહા ભંયકર શળ પણ નાશ થાય છે. વૈદ્યરહસ્ય. અથવા નસેતર, બીડલૂણ, વાવડીંગ, સરગવાની ફળી, હરડેની છાલ, શાલવૃક્ષ અને કપિલે એ સઘળા પદાર્થો સમાન લઈ ઝીણું વાટી ઉત્તમ દારૂ સાથે સેવન કરે તો, વાયુનું શુળ મટે છે. ચક્રદત્ત. અથવા શેકેલી હિંગ, અવેતસ, પીપર, સંચળ, અજમો, જવખાર,હરડે છાલ અને સિંધાલૂણ એ સમાન લઈ ઝીણાં વાટી યોગ્ય માત્રાએ દારૂની સાથે પીવાથી વાયુનું શુળ મટે છે. અથવા અમ્લતસ, ત્રિકટુ, અમે, સંચળ, વડાગરૂમીઠું અને સિંધાલુણ એઓને ઝીણા વાટી બીજોરાના રસમાં છુટી ગોળીઓ વાળી ૧ ગોળી ઉના પાણી સાથે સેવે તો શળને નાશ થાય છે. આ હિંગ્યાદિ ગુટિકા કહેવાય છે. અથવા બીજેરાનું મૂળ ઝીણું વાટી ધી સાથે ૨ ટાંક પીવાથી વાયુનું શળ નાશ થાય છે. આ બીજપુદગ કહેવાય છે. સર્વસંગ્રહ. અથવા “ત્રિકટુ અને સંચળ એઓને સરખાં લઈ સુક્ષ્મ વાટી બીજેરાના રસની ૩ ભાવનાઓ દઈ સુકવી, પછી ૨ ટાંક મધ સાથે કાળવી ચાટે તે ત્રિદોષનું શળ નાશ થાય છે. અથવા હળદર, સરગવાની છાલ, સિંધાલૂણ, એરંડાનું મૂળ, ભેંશાગુગળ, સરસવ, મેથી, વરીઆળી (કે સવા ?) આસગંધ અને મહુડો એટલાં બરાબર લઈ ઝીણું વાટી કાંજીના પાણીમાં ઓસણું તેને રોટલો બનાવી પકાવી તેનાથી પેટ ઉપર શેક કરે તો, પેટનું શુળ મટે છે.” અથવા કોડીઓની ભસ્મ, શુદ્ધ વછનાગ, સિંધાલૂણ અને ત્રિકટુ એ સર્વને સમાન લઈ ઝીણું વાટી પાનના રસમાં ઘુંટી ગળીઓ રતિ પ્રમાણે વાળી તેમાંથી ૧ ગોળી નિરંતર સેવન કરે છે, શળ રોગનો નાશ થાય છે. આનું નામ પણ શળ ગજકેશરી ગુટીકા કહેવાય છે. અથવા શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, અબ્રકની શુદ્ધ ભસ્મ, તાંબાની શુદ્ધ ભસ્મ, અરૂવેતસ અને શુદ્ધ વછનાગ એ સર્વ બરાબર લઈ ઝીણાં વાટી આદાના રસમાં ઘુંટી ગળીઓ ૨ રતિ પ્રમાણે વાળી તેમાંથી ૧ ગોળી નિરંતર પાણું સાથે સેવન કરે છે, વાયુનું શૂળ મટે છે. આ અગ્નિમુખ રસ કહેવાય છે. સર્વસંગ્રહ. અથવા શુદ્ધ વછનાગ, શુદ્ધ હરતાલ, શેકેલી હિંગ, રાઈ, નવસાદર, ભણશીલ, લસણ, વજ અને એળીઓ એઓને બરાબર લઈ ઝીણાં વાટી ઉનાં કરી સહેવાય તે લેપ કરે તે, પડખામાં આવતું—પાર્વશળ મટે છે. અથવા છીપને ચૂના ઉના પાણી સાથે પીવામાં આવે તે પરિણામશળનો નાશ થાય છે. (આ પ્રયોગ ઉત્તમ છે.) વિશેષે કરીને શાળગ ઉપર વાયુને તેડનારા પ્રોગેજ કરવા અતિ ઉત્તમ છે.
આ ઘેડાની તુરતની કરેલી લાદ પાણીમાં ચોળી નીચોવી ગાળી હિંગનો પ્રતિવાસ દઈ પીવાથી ભયંકર શળ પણ તકાળ મટે છે (આ અનુભવસિદ્ધ લે છે.)
ભા, કત્તા,
For Private And Personal Use Only