________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૦ )
અમૃતસાગર,
(તરંગ
અને ખાંડ તેલા ૨૦૦ લઈ, સુંઠના ચૂર્ણને ઘીમાં કરવી દુધમાં નાંખી મા કરી, ધી નાંખી રો પાડી, ખાંડની ચાસણી કરી તેમાં રવો નાંખી હલાવી પછી સુંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર અને એળચી એ પ્રત્યેક ઔષધો ૪-૪ તલાભાર લઈ, વસ્ત્રગાળ ચૂર્ણ કરી ચાસણીમાં નાંખી એકછવ કરી ૪ તેલાના આસરે લાડુડીઓ વાળવી અથવા તો, ખાનાર મનુષ્યના અગ્નિબળ પ્રમાણે માત્રા ખાય છે તેથી આમવાયુ શાંત થાય છે. બળ, પુષ્ટિ, આયુષ્ય અને ઓજ વધે છે, તથા ઉત્તમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અને વળીયાં પળીયાને તથા વંધ્યાપણાનો નાશ કરે છે. આ સિભાગ્ય સુંઢિપાકવા, ખંડસુંઠી કહેવાય છે. અથવા મેથી તેલા ૩ર તથા સુંઠ તલા ૩૨, એ બન્નેને ઝીણો વાટી વસ્ત્રથી ચાળી ગાયનું દુધ લાપર લઈ તેમાં તે વાટેલી બન્ને ઓપધીના ચૂર્ણને ઘીથી કરવી તેમાં નાંખી પકાવવી. ૩૨ તલા ધી નાખી કીટી પાડી ૨૫૪ તેલા સાકરની ચાસણી કરી તેમાં તે કીટી નાખી અગ્નિ ઉપરથી ઉતારી પછી ચિત્રક, પીપર, ધાણા, પીપરામૂળ, અજમો, જીરૂ, વરીઆળી, અસાળીએ, જાયફળ, કચૂરો, તજ, તમાલપત્ર, અને મોથ એટલાં ઔષધો ૪-૪ તેલ તથા મરી, સુંઠ છ છ તેલા ભાર લઈ તેઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ચાસણીમાં મેળવી ૪-૪ તેલાના આસરે લાડુડી કે રસખંડ બનાવી એક એક લાડુડી ખાય તે આમવાયુ. વાતવ્યાધિ, વિષમવર, પાંડુરોગ, કમળો, ઉન્માદ, મૃગી, પ્રમેહ, વાતરક્ત, શીતપિત્ત, અમ્લપિત્ત, માથાનો દુખા, છાતીની પીડા, સવારેગ અને પ્રદરરોગ એ સઘળા રેગોને નાશ કરે છે અને બળ, પુષ્ટિ તથા વીર્યને વધારે છે. આ મેથીપાક કહેવાય છે. વિઘરહસ્ય, અથવા લસણનો રસ ટાંક ૨ અને તેટલું જ ગાયનું ઘી લઈ બન્નેને એકત્ર કરી પીએ તો આમવાત મટે છે. અથવા
સિંધાલૂણ, હરડે, રાસ્ના, સવા, અજમે, સાજી, મરી, સુંઠ, ઉપલેટ, સંચળ, બિડલૂણ, વજ, બોડીઅજમો, જીરૂં, એરડાનાં મૂળ, જેઠીમધ અને પીપર એ પ્રત્યેક પદાર્થોને બળે તોલાભાર લઈ તેઓનું કલ્ક કરી, પછી ચોસઠ તેલા ભાર તેલ, ચોસઠ તોલા ભાર સવા, અઠયાવીશ તોલા કાંજી, અને, અડાવીશ તેલા દહીનું ઘોળવું. એઓને એકઠાં કરી તેમાં તે કલ્ક-ચટણી નાખી ધીમા ધીમા તાપથી તેલને પકવવું, સર્વ રસ બળી તેલ આવી રહે ત્યારે ગાળી લઈ તે તેલને પીએ કિંવા શરીરે મર્દન કરે અથવા પિચકારી મારવાના કામમાં ભે તે, આમવાયુને સારી રીતે મટાડે છે. તથા અગ્નિના બળને અત્યંત વધારે છે, વાયુથી થએલી સાથળના મૂળમાં પીડા, કેડનું ઝલાવું, ઢીંચણનું દરદ, સાથળનો વાયુ, સંધિવાયુ, હૈયામાં નીકળતું શૂળ, પડખાઓનું શૂળ, કફદ્ધિ, બાઘઆમ, અદિત, આફરો, સંવવૃદ્ધિ અને બીજા પણ વાયુના રોગોની તાકાળ નાશ કરે છે, તથા ભૂખને વધારે છે. આ બહસિંધવાદ્ય તૈલ કહેવાય છે. અથવા શુદ્ધ પારે, શુદ્ધ ગંધક, સુંઠ, કડુ, ત્રિફળા અને ગરમાળાનો ગોળ એ પ્રત્યેક પદાર્થો સમાન લેવાં અને હરડે એક પધથી ત્રણ ગણી લઈ, પારા ગંધકની કાજળ કરી અન્ય ઔષધેનું ચૂર્ણ કરી સર્વને એકત્ર ઘુરી તેમાં થી ૧ માસાભાર સુંઠ અને એરંડાના મૂળના કવાથ સંગાથે સેવન કરે તો તુરત આમવાત મટે છે. આ આમારિ રસ કહેવાય છે. અથવા લસણ, સુંઠ અને નગેડને કવાય કરીને પીવાથી આમવાત મટે છે. ભાવમિશ્ર કહે છે કે- આ કવાથથી વિશેષ ફાયદાકાર૩ આર ધ આમવાયુ માટે છેજ નહીં !
For Private And Personal Use Only