________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
અમૃતસાગર,
(તરંગ
તે તે આમથળ કહેવાય છે અને અન્ન પચી ગયા છતાં પિત્તળના લક્ષણ જેવાં ચિહ થાય તે નિરામશુળ કહેવાય છે.
બબે દોષથી થએલા શૂળનું લક્ષણ. * કફ અને પિત્તથી ઉત્પન્ન થએલું શળ છાતીમાં, કંઠમાં અને પાસાંપડખાંઓમાં વેદના ઉત્પન્ન કરે છે. કફ અને વાયુથી ઉત્પન્ન થએલું શૂળ છાતી અને ટીના વચ્ચે વેદના કરે છે. વાયુ અને પિત્તથી ઉત્પન્ન થએલું શળ પેટુમાં, ટીમાં કે, ટી અને પેટ્રની વચમાં વેદના ઉત્પન્ન કરે છે, મતલબમાં બબે દેશનાં ભેગાં લક્ષણે હોય છે.
પરિણામશૂળનાં નિદાન, સંપ્રાપ્તિ તથા લક્ષણ. જે જે કારણોથી શળ ઉત્પન્ન થાય છે તથા જે જે ચિન્હો શળ રોગોનાં ઉપર બતાવી ગયા છીએ તે સર્વ આ શળમાં સામેલ સમાજવાં, પરંતુ આ શળમાં એટલું વિશેષપણું છે કે, કુપિત થએલો વાયુ પિત્ત સાથે મળી કિંવા કફ સાથે મળી ખાધેલું અન્ન પચવાના સમયમાં શળ ઉત્પન્ન કરે છે તેને પરિણામશળ કહે છે. તેમાં પણ જો વાયુથી થએલું પરિણામશળ હોય તો, આફરો, પેટમાં ગડગડાટ, મળ મૂત્રનું રેકાણ, તથા કંપારે, જઠરાગ્નિની મંદતા થાય બગાસાં આવે તથા મેળ આવે, મુખ અને જીભ ચીકણી રહે છે. ( તે સ્નિગ્ધ તથા ઉષ્ણપણાવાળા પદાર્થોથી શાંત થાય છે. જે પિત્તથી થએલું પરિણામ શૂળ હોય તે, તરસ, બળતરા, અણગમે, પરસેવો, તીખા, ખાટા, ખારાપણું થાય, મૂછો, મુખમાં કડવા, અત્યંત શેષ, મુખ પીળું, અને મૂત્ર કરતાં કણાય છે. (તે ઠંડા પદાર્થોથી શાંત થાય છે. ) જે કફથી થએલું પરિણામશળ હોય તે, બેકારી-ઉલટી, ઉધરસ, મોળ મેહ અને થોડી થોડી પીડાં લાંબા વખત લગી રહે છે. (તે તીખા તથા કડવા પદાર્થોથી શાંત થાય છે. ) જે બે દોષથી થયેલું હોય તે બે દોષનાં અને ત્રણે દોષ થાય છે. તથા ત્રણ દોષના લક્ષણેયુકત હોય છે, તથા તેમાં બળ, માંસ અને અગ્નિ ફીણ થયાં હોય તે તે પરિણામશળ અસાધ્ય જાણવું.
અન્નદ્રવ જાતના શૂળનું લક્ષણ. ખાધેલું અન્ન પચવા સમય કે પચ્યા પછી પણ જે શળ પેદા થાય તથા પથ્થથી, અપધ્યથી, ભેજનથી કે ભૂખ્યા હોય તે વખતે, પણ તેની શાંતિને નિયમ રહેતો નથી. તે અન્નવ શળ કહેવાય છે.
શૂળના ઉપદ્ર. વેદના, ઘણું તરસ લાગે, મૂછો, આફરો, મળબંધ, ભારેપણું, અરૂચિ, ઉધરસ, ઉલટી અને હેડકી તથા શ્વાસ એટલા શળના ઉપદ્રવ છે.
શુળનું સાધ્યાસાધ્યપણું. એક દેવથી ઉત્પન્ન થયેલું સાધ્ય, બે દોષથી થએલું કષ્ટસાધ્ય અને ત્રણે દોષથી થએલું તથા ઉપદ્રવોએ કરીને યુક્ત હોય તે અસાધ્ય છે. વળી વેદના, ઘણી તરસ લાગે, મૂચ્છ, મળબંધ, ફેર, તાવ, ભારેપણું, અરૂચિ, દુબળાપણું અને બળની હાનિ આ દશ ઉપદ્રવ યુક્તશૂળ હોય તે તે મનુષ્ય કદિ કાવતું નથી.
For Private And Personal Use Only