________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૮)
અમૃતસાગર
(તરંગ
ધાલૂણ એ સિવાય ખાટા, તીખા, ખારા રસ અને તાપ-તડકે કે શ્રમ વગેરે ત્યજી દેવાં. આ હરતાલકેશ્વર રક્ષ કહેવાય છે.”
વાતરક્ત રંગનાં પથ્યાપથ્ય. જુના જવ, જુના ઘઊં, રાતા કે સાડી ચોખા, મગ, ચણા, બકરીનું દુધ, તુવર, માખણ, તાજું ઘી, કુડડાનું માંસ, કડવો, ખાટાં, બાફેલ અન્ન તથા તુવર, ચણા, મગ, મસૂર અને કળથીનાં વિશેષ ઘી વાળાં ય સદા હિતકારી છે. બથવો, અઘેડી, શતાવરી અને બ્રાહ્મીનાં શાક ઘીમાં કે માંસના રસમાં શેકીને આપવાં.
અગ્નિ પાસે બેસવું, તાપ વખતે ફરવું, દિવસે સુવું, પરસેવો થાય તેવાં કામો કરવાં, શ્રમ, મિથુન, અડદ, કળથી, કડવા ઉના પદાર્થો, શરદીકારક વસ્તુઓ, ખાણ અને ખાટા રસ તથા વાળ, મઠ, વટાણા, દહીં, મરચાં અને ખાંડ એટલાને ત્યાગ કરવો.
વાતરકત રોગનો અધિકાર સંપૂર્ણ
શૂળનો અધિકાર
શૂળરેગનાં નિદાન તથા સંખ્યા. વાયુથી, પિત્તથી, કફથી, ત્રણે દોષથી, આમથી, વાયુપિત્તથી, વાયુકફથી અને પિત્તકફથી એમ આઠ પ્રકારથી શાળરોગ ઉત્પન્ન થાય છે, પરંતુ સર્વ શાળામાં વિશેષે કરીને વાયુ મુખ્યપણે હોય છે.
વાયુની શૂળનાં નિદાને, તથા સંપ્રાપ્તિ તથા લક્ષણ. ઘણી કસરતના કરવાથી, ઘોડા ગાડી વગેરેમાં બેસી વિશેષ દેડાવવાથી, ઘણા ઉજાગરા કરવાથી, બહુ ટાઢું પાણી પીવાથી, મકાઈ, મગ, તુવરની દાળ, કોદરા તથા સુરતના ઉગેલા ચણું વટાણુદિ ધાન્યના વિશેષ સેવનથી, અતિ લુખા પદાર્થો ખાવાથી, જમ્યા ઉપર જમવાથી, અતિ મિથુનથી, કઈ પણ પ્રકારનો માર વાગવાથી, તુરા કે કડવા રસના સેવનથી, એક એકને મેલાપ થવાથી વિરોધી થતાં ભજનો ઉપયોગમાં લેવાથી, સુકાં માંસ કે સુકાં શાકના ખાવાથી, મળ, મૂત્ર, અધેવાય તથા કામદેવના વેગને અટકાવવાથી, શાકથી, ઉપવાસ કરવાથી, અતિ હસવાથી અને અત્યંત બોલવાથી વધેલો વાયુ હદયમાં, પીઠમાં, પડખામાં, કંઠમાં તથા ખભાના હાડકાઓના સાંધામાં અને મૂત્રાશયમાં એટલાં સ્થાનકે શળને ઉત્પન્ન કરે છે. ખાધેલું અન્ન પચીગયા પછી, સંધ્યાકાળની ઠંડી હવાથી, વાદથી અને ઠંથી વાયુ પ્રકોપ થતાં વિશેષ વારંવાર શળનો પ્રકોપ થાય છે અને વારંવાર મટે છે. એ શળથી મળ, મૂત્ર
કાય છે, વ્યથા થાય છે અને અંગે ભદાતાં હેય તેમ વેદના થાય છે. માટે શેક - દન, તેલ મર્દન અને સ્નિગ્ધ તથા ઉનાં ભોજને ઉપયોગમાં લેવાથી વાયુથી થએલું. શશાંત થાય છે.
For Private And Personal Use Only