________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમે )
કાગ પ્રકરણ,
( ૧૫૩ )
}e,
રહે ર, તેત્રા પીળાં રહે ૩, મૂત્ર પીળુ' ઉતરે ૪, મળ પીળે ઉતરે ૫, નખામાં કાચી રતાશ ૬,નખ પીળા રહે છ, દાંત પીળા રહે ૮, શરીર પીળું રહે o, અંધારાં આવે ૧૦, મહેડુ ખાટુ રહે ૧૧, સર્વત્ર પીળું દેખાય ૧૨, નિદ્રા થેડી આવે ૧૩, મહાહુ સુકાય ૧૪, માહાડામાંથી દુર્ગંધ આવે ૧૫, મેહાડુ તીખું રહે ૧૬, શ્વાસ ઉના નીકળે ૧૭, એટકારમાં ધુમાડા જણાય ૧૮, ફેર-ચક્કર આવે ૧૯, ઇંદ્રિયે શિથિલ-ગ્લાનિ થઇ જાય ૨૦, ક્રોધ ઘણા ચઢે ૨૧, બળતરા થાય રર, અતિસાર ૨૩, પ્રકાશ ગમે નહીં ર૪, દંડકતા સારી લાગે ૨૫, અતૃપ્તિ ૨૬, સર્વ વસ્તુ ઉપર અણગમા ૨૭, ભેાજન કર્યાથી ખળતરા થાય ૨૮, ભૂખ વિશેષ લાગે ૨૯, નસારી વગેરેથી લેાહી વહે ૩૦, મળ પાતળા ઉતરે ૩૧, મ૫ ઉના ઉતરે ૩ર, મૂત્ર ગરમ ઉત્તરે ૩૩, મૂત્ર કૃચ્છ ૩૪, વીર્યની અછત ૩૫, શરીર ગ રમ રહે ૩૬, પરસેવા ઘણેા આવે ૩૭, પરસેવામાં દુર્ગંધ આવે ૩૮, હાથ પગમાં વ્યાયુ ફાટે–ચીરા પડે ૩૯ અને શરીરમાં કળતર તથા ફેલ્લા ફાલ્લીનું નીકળવું થાય ૪૦ આ ચાલિશ પ્રકારના રોગ પિત્તના પ્રકોપથી થાય છે.
પિત્તરાગાના સામાન્ય ઉપાય.
લીંબડાની અંતરછાલ વગેરે કડવી વસ્તુએના ખાવાથી, સાકર વગેરે મીઠી વસ્તુઓના ખાવાથી, સુખડ વગેરે ઠંડી વસ્તુઓના સેવનથી, ઠંડા પવન, ઠંડી છાયા, તથા ઠંડી જગ્યા તથા અજવાળી રાત્રિમાં કરવાથી, ખસના પંખાના પવનથી તથા દુધના પીવાથી, રેચ લેવાથી કે લેાહી કઢાવવાથી પિત્તના રાગે! દૂર થાય છે, વિશેષ પિત્તરેગની ચિકિત્સા પિત્તવ્યાધિના પ્રકરણમાં જોઇ લેવી.
કફરોગનો અધિકાર.
કફરોગનાં નિદાન.
ભારે, મધુર, ખાટા તથા સ્નિગ્ધ પદાર્થોના ખાવાથી, મંદાગ્નિથી, પાતળા પદાર્થે કે ઘણું દહી ખાવાથી, દિવસે સુવાથી, ઠંડી વસ્તુના સેવનથી અને કામ ધંધા વગેરે શરીર્ જ્યાપાર ન કરવાથી; અર્થાત એક સ્થાનકે બેસી રહે અને હરફર ન કરે તેથી પ્રભાતે, ભેજન કરી ઉડયા પછી, વસંત ઋતુમાં અને રાતના પેહેલા પાહારમાં કફ્ કુપિત થઇ ૨૦ જાતના રેગાને જન્મ આપેછે.
કફના ૨૦ રોગો,
મહેડુ મીઠુ રહે ૧, મેહાડુ કફથી લપેટાયલુ રહે ર, લાળ પડે ૩, ઊંધ ધણી આવે ૪, ગળામાં ધરઘરાટ ખેલે ૫, તીખા પદાથો ખાવાની ઇચ્છા રહે હૈં, ગરમ પદાથાની વાંચ્છના થાય છ, બુદ્દિની મદતા ૮, અચેતનપણું ૯, આળશ્ય ૧૦, ભૂખનુ ન લાગવું ૧૧, મંદાગ્નિ ૧ર, ઝાડા વધારે ઉતરે ૧૩, ઝાડા ઠંડા તથા ધાળે ઉતરે ૧૪, મૂત્ર ઘણુ ઉતરે ૧૫, મૂત્ર ધોળા રંગનુ ઉતરે ૧૬, વીર્યની અધિકતા ૧૭, શરીર નિશ્રળ રહે ૧૮, શરીર ભારે રહે ૧૯, અને શરીર ઠંડુ રહે એ વીશ, કફના રોગ છે તે શ્લેષ્મ વ્યાધિના નામથી પણ ઓળખાયછે,
મ્હ
For Private And Personal Use Only