________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દશમે )
( ૧૫૫ )
થતાજ નથી, શરીરમાં દુર્બળ પણું, સ્પર્શતી અજ્ઞાનતા, ઘેાડું જખમ થવાથી કે થાડું વાગવાથી ઘણી પીડા થાય, સાંધાઓનું શિથિલપણું, આળસ્ય, અંગમાં જડપણું, ફાલ્લીઓનું નીકળવું, ઢીંચણ, પિંડી, સાથળ, કેડ, ખભા, હાથ, પગ તથા અગાના સાંધા એમાં સાથે ધોંચાયા જેવી વેદના થાય, અંગ કરયા કરે, મેદ, ભારેપણું, ગ્લાનિ, ચળ, સાંધાઓમાં વ્યથા, વારંવાર બળતણ થવી અને મટવી તથા શરીર ઉપર લાલ લાલ ચકામાં-ચકરડાં થાય અને કાંતિના ક્ષય થઇ જાય છે.
વાતક્ત પ્રકરણ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુની અધિકતાવાળા વાતરક્તનુ લક્ષણ.
જો વાતરક્તરોગમાં વાયુ વિશેષપણે હોય તે, પામાં શૂળ, ફરકવું, વ્યથા, સેજમાં લુખાપણું તથા કાળાશ થાય છે, નાડીઓનેા તથા આંગળીના સાંધાઓને સાચ થાય છે, અંગો ઝલાઈ જાય છે, શરીર કાંપે, અત્યંત વ્યથા, શીત ઉપર દ્વેષ, શીત પદાર્થેનું ન સવું અને સ્પર્શમાં અજ્ઞાત-શૂન્યકાર થાય છે.
લેાહીની અધિકતાવાળા વાતરક્તનું લક્ષણ.
વાતરક્તમાં લોહીની અધિકતા હોય તે પગમાં અત્યંત વ્યથાવાળા, સતા અને ચળ તથા ભીના પણાથી યુક્ત સાજો થાય છે, તેમાં ચમચમાટ થયા કરે છે, સાજા ઉપર હાથ અડે તેા સારા લાગે છે અને સ્નિગ્ધ કે લુખા પદાથૈાથી શાંત થતા નથી.
પિત્તની અધિકતાવાળા વાતરક્તનુ લક્ષણ.
જો વાતરક્તમાં પિત્તની અધિકતા હોય તેા પગમાં અત્યંત બળતરા, અત્યંત મૂ, પરસેવા, સાજો, મદ, તરશ, વ્યથા, તથા શરીરમાં દાહ થાય છે, કોઈને સ્પર્શે ગમતા નથી અને સાજો પાકે છે તથા ઘણું જ ઉનાશપણ હોય છે.
કફની અધિકતાવાળા તથા દ્વિ–ત્રીદાષના વાતરક્તનું લક્ષણ,
જે વાતરક્તમાં કક્ની અધિકતા હોય તે પગમાં ભારેપણું તથા શૂન્યતા, સોજા, ળાશ, ઠંડા, જાડા અને અક્કડ થાય છે. શરીર ચીકણું, ઠંડું, શૂન્ય અને ચળવાળુ થાય છે, તથા વ્યથા થાય છે. એ દોષની અધિકતા હોય તો એ દોષનાં ચિન્હ અને ત્રણે દોષની અધિકતા હોય તો ત્રણે દોષનાં ચિન્હો જણાય છે.
હાથમાં વાતરક્ત થાય તેનુ લક્ષણ.
પગના મૂળથી માંડીને અથવા કોઇક વખતે હાથના મૂળથી માંડીને જેમ ઝેરી ઊઁદરનું ઝેર ધીમે ધીમે આખા શરીરમાં પસરે છે તેમ કાપ પામેલુ વાતરક્ત ઔષધ પ્રયોગના ન કરવાથી ધીમે ધીમે આખા શરીરમાં ફેલાય છે. અને જે પ્રકારે પગતળીએ કે પગમાં ફાલ્લી અથવા બ્યથા થાય તેજ પ્રકારે હાથમાં પણ થાય છે અને પછી આખા શરીરમાં ફેલાય છે.
વાતરક્તના ઉપદ્રવો.
નિદ્રાના નાશ, અરૂચિ, શ્વાસ, માંસ સડી સડીને ખરી પડે, માથુ દુખે, વાતરક્તવાળાના અગમાં સાજો, અત્યંત પીડા, પાંગળાપણું, તરશ, તાવ, મૂર્ચ્છા, કંપવું, હેડકી અને ફેર
For Private And Personal Use Only