________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠમો )
વાતવ્યાધિ પ્રકરણ
( ૧૩૯ )
-
કવાથ કરી હિંગ અને સિંધાલુણ પ-૫ રતીભાર નાખી પીવો. અથવા પીપરામૂળ, ચિત્રક, પીપર, સુંઠ, રાસ્ના અને સિંધાલૂણ એઓને કલ્ક કરી અડદના કવાથમાં નાખી પકાવેલું તેલ મર્દન કરે તો પક્ષાઘાત મટે છે. આ ગ્રંથિકાદિ તેલ કહેવાય છે. અથવા અડદ, કૌચાં, અતિવિષ, એરંડા, રાસ્ના, સવા, અને સિંધાલૂણ એઓને સારી પેઠે વાટેલો ક૭ નાખી તેલથી ચાગછે અડદના તથા કાસકીના કવાથમાં તેલ સિદ્ધ કરી તેનું મર્દન કરે તે પક્ષાઘાત મટે છે. આ (ત્રીજુ) માખાદિતલ કહેવાય છે. એમ ભાવમિશ્રનું કહેવું છે. અથવા ચાં, કોસકીની જડ, એરંડાનું મૂળ, અડદ, સુંઠ અને સિંધાલૂણ એઓને કવાથ કરી પીવાથી પક્ષાઘાત મટે છે. વૈિદ્યવિદ. અથવા મહુડાને રસ, ખાખરાનાં બીજ, આંબાહળદર, ફુલાવેલ કણખાર અને બીજોરાની જડ એઓને ઝીણા વાટી શરીરને લેપ કરી પછી કેડ બરોબર ખાડે ખોદી તેમાં અગ્નિ સળગાવી તપ્યા પછી અગ્નિ કહાડી નાખી તેમાં આકડાનાં પાનાં પાથરી તે ઉપર લેપ કરેલા મનુષ્યને બેસાડી યુક્તિ સાથે પરસેવો લવરાવે તો તેજ વખતે નિરો પક્ષઘાત તથા અકડાઈ ગયો હોય તે પણ મટે છે.
સગવાયુ હોય તે તેલની કોઠીમાં અવગાહન કરવાથી મટે છે અથવા વિષગબ્રાદિ તેલના મર્દનથી મટે છે.
-હસ્વકેશ હોય તે દેશી ગોખરૂ અને તલનાં ફૂલ એ બરાબર લઈ તેઓની બરાબર મધ અને ઘી મેળવી વાળને લેપ કરવાથી વાળ વધતા ન હોય તે વધે છે. અથવા જેઠીમધ, નીલા કમળનું મૂળ અને મણકા-કાળધખ, એઓને તેલમાં, ધીમાં અને દુધમાં ઝીંણાં લસોટી વાળને લેપ કરવાથી વાળ બહુ લાંબા વધે છે અને માથાની ઊંદરી પણ મટે છે.
તેમજ હસ્વકેશાદિથી માંડી પરિશ્રમ સુધી રહે વાત વ્યાધિઓના જે સાધારણ ઉપાયો કહેવામાં આવશે તે કરવા જેથી એ ર૮ જાતના વાયુઓ મટે છે.
વાચાલતા, કટિગ્રહ, આક્ષેપક, શ્રમનાશ અને ઉરૂસ્તંભ વગેરેની પૂર્વે કહેલા વાતોગમાંની ચિકિત્સા કરવી અથવા નિદ્રા નાશ થએલ હોય તે શેકેલી ભાંગનું ચૂર્ણ મધ સંગાથે અનુમાન પ્રમાણે ખાવું. અથવા પીપરામૂળનું ચૂર્ણ ગોળમાં મેળવી ખાવું. અથવા કલગારી-વઢવાડીયાનું મૂળ માથે બાંધવું. અથવા કાંસકાથી સહેવાતે સહેવાતે માથું ઓળવું. અથવા સુંવાળા હાથથી પગનાં તળી મસળવાં. અથવા વંત્યાકના ભડથીયામાં મધ મેળવી ખાવું. અથવા તેલની કાંજી સાથે કે ખટાઈની સાથે તે ભડથીયું રાત્રે ખાવું. અથવા એરંડીયું અને અળસીનું તેલ બરાબર લઈ કાંસાની થાળીમાં નાંખી ખૂબ ઘુંટી આંખમાં અંજન કરવું. અથવા સવા અને ભાંગ ઝીણાં વાટી બકરીના નવાયા દુધમાં નાખી પગનાં તળીઆં વાં. અથવા કસ્તુરીને ધાવણ સાથે ઘસી અંજન કરવું, જેથી ઘણું દિવસથી નાશ થઈ ગયેલી નિદ્રા અથવા કમતી થએલી નિદ્રા પુનઃ તુરત પ્રાપ્ત થાય છે. વૈદ્યરહસ્ય.
સાત ધાતુઓમાં પ્રાપ્ત થએલી વાતવ્યાધિઓનાં લક્ષણ
જો રસ ધાતુમાં વાયુ રહેલ હોય તો શરીરની ચામડી લુખી, ફાટેલી, જડ, પાતળી, કાળી, સેયથી ભેંકાયા જેવી, વ્યથાવાળી, લબડતી અને રતાશવાળી થઈ જાય છે અને સાતે ચામડીમાં વ્યથા કરે છે.
જે લેહી ધાતુમાં વાયુ રહેલે હોય તે તીવ્ર પીડા થાય છે, સંતાપ થાય, શરીરને વર્ણ બગડી જાય, દુર્બળપણું, અરૂચિ, ગાત્રમાં ત્રણ અને જમ્યા પછી તૃપ્તિને
For Private And Personal Use Only