________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૦ )
અમૃતસાગર,
(તરંગ
લેહીની દ્ધિ થવાથી સ્તબ્ધ થાય છે.
જે માંસમાં વાયુ રહેલ હોય તે શરીર ભારે, પીડાયુક્ત, સ્તબ્ધ, આથાવાળું અને અત્યંત નિશ્ચળ થઈ જાય છે.
જે મેડમાં વાયુ રહેલ હોય તે માસમાં રહેલ વાયુના જેવા જ લક્ષણે થાય છે, પણ ઘડી પીડા વાળાં વણે તથા ગાંઠે થાય છે એટલે જ ફેર છે.
જે અસ્થિમાં વાયુ રહેલો હોય તે સાંધે સાંધાઓમાં પીડા, થળનું નીકળવું, માંસ તથા બળને ક્ષય, નિદ્રા આવે નહીં અને પ્રબળપીડા થાય છે.
જે મજજામાં વાયુ રહેલ હોય તે અસ્થિમાં રહેલી વાયુ પીડા પ્રમાણે લક્ષણ છેય છે; પરંતુ વિશેષતા એટલી જ છે કે, મજ્જામાં રહેલા વાયુએ કરેલી પીડા કદિ શાંત થતી નથી.
અને જે વીર્યમાં વાયુ રહેલો હોય તે વીર્યને ખલિત થવા દેતો નથી અથવા તે રસ્ત્રીસંગમાં તુરત વીર્ય સ્મલિત થાય છે. તથા ગર્ભને પાત કરે છે કિંવા ગર્ભને મૂઢ કરી નાખે છે. વીર્યને વર્ણ બદલી નાખે છે અને અનેક વિકૃતિ કરે છે.
ઉપાય. રસમાં વાયુ રહેલ હોય તે તેલ ઘીનું મર્દન કરવું તથા સ્વેદનની ક્રિયા કરવી. લેહીમાં વાયુ હોય તે ટાઢા લેપ, રેચ આપો. તથા ફસ ખોલાવવા વગેરેથી લેહી કઢાવવું. માંસ કે મેદમાં વાયુ રહેલો હોય તે રેચ આપ તથા નિરૂહ બસ્તિ કવાથની પિચકારી મારવી. અસ્થિ કે મજજામાં વાયુ રહેલ હોય તે બહાર તથા અંદર સ્નેહની યોજના જવી. અને વીર્યમાં રહેલો હોય તે સ્ત્રીઓ વગેરેથી હર્ષ ઉપજાવે અને વીને વધારનાર ઔષધ તથા અન્ન પાને ઉપયોગમાં લેવાં જેથી બળ વીર્ય વધે છે.
બીજા પ્રકારના સ્થાનકેના ભેદથી વાતવ્યાધિઓના ભેદ.
દુષ્ટ વાયુ કેડામાં રહ્યા હોય તે મળ-મૂત્રનું રોકાણ કરી ગુલ્મ, હૃદયરોગ, બદ તથા અરશ અને પડખામાં શળ ઉત્પન્ન કરે છે.
ઉપાય. પાચન કરનારા રસોની ના કરવી તથા અન્ય ઉપાયોથી મળીને પકવી દેવા અને દુધ પીવું જેથી કોઠામાં રહેલો દુષ્ટ વાયુ નાશ પામે છે.
દુષ્ટ વાયુ આમાશયમાં રહ્યા હોય તો છાતીમાં, પડખામાં તથા નાભિમાં પીડા કરે છે અને તુષા, ઓડકાર, કેલેરા, ઉધરસ, કઠશેષ અને શ્વાસને ઉત્પન્ન કરે છે.
ઉપાય. લંધન કરાવી દીપન તથા પાચન ઔષધીઓ આપવી. ઉલટી અને આકરા રેચ આ પવા તથા જુના મગ, જવ અને ચોખા પથ્ય છે માટે તે ખાવા આપવા. અથવા રોહીસ, હરડેની છાલ, કચૂરો અને પુષ્કરમૂળ, એએનો કવાથ અથવા બીલાને ગર્ભ, ગળો, દેવદાર અને સુંઠને કવાથ તથા વજ, અતિવિષ, પીપર અને બિડલૂને કવાથ કરી પીવાથી આ
નાભિ અને સ્તન વચ્ચેના ભાગને માશય કહે છે. ચરકસંહિતા,
For Private And Personal Use Only