________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠમે)
વાતવ્યાધિ પ્રકરણ
( ૧૪૩)
રોગ મટે છે અને વિષમજવર પણ મટે છે. અથવા દુધ, ઘી, તેલ, કે માંસના રસાની સાથે અથવા તે ભાત કિંવા ખીચડીની સંગાથે સાત દિવસ લસણ ખાય; પરંતુ પ્રત્યેક દિવસે બને તેટલા ભાર વધારીને લસણ ખાય તે વાયુ સંબંધી રોગ, વિષમજ્વરે, શૂળ, ગુલ્મ, મંદાગ્નિ, બરલની ઉગ્રંવેદના, હાથ તથા પડખાનું શળ, માથાની પીડા અને વીર્યના દોષો એટલાં રેગ નાશ પામે છે. આ લસણ પ્રયોગ કહેવાય છે. અથવા રાસ્ના, એરડાનામૂળ, અરડ, ધમાસે, કચૂર, દેવદાર, બળદાણા, મોથ, સુંઠ, અતિવિષ, હરડે, ગેખરૂ, ગર માળા, વરીઆળી,ધાણાસાટોડી,આસગંધ,ગળ, પીપર, વધારો,શતાવરી,વજ,કંટાળા, ચવક ઉભરીંગણું અને બેઠી રીંગણી એમાં રાસ્ના ૩ ભાગ અને બીજા એક એક ભાગ લઇ એએનો કવાથ કરી આઠમા ભાગનું પાણી (બળતાં) બાકી રહે ત્યારે દેશને અને વ્યાધિને અનુસરી સુંઠ અથવા આભાવ ચૂર્ણ અથવા અલંબુધાદિ ચૂર્ણ અથવા અજમોદાદિ ચૂર્ણ નાખવું. પછી કવાથ ગાળી લઈ યોગરાજ ગુગળ સંગાથે) યોગ ભાવાએ સેવન કરે તો સમસ્ત પ્રકારની વાતવ્યાધિ, અના, ગાત્રોનું ધ્રુજવું, ગેળા, છાતીનાં દરદ, અંત્રસૃદ્ધિ, સ્લીપદ, યોનિ તથા લિંગ સંબંધી પીડાઓ અને સ્ત્રીઓનું વાંઝીયાપણું એટલા રોગોનો નાશ કરે છે. આ મહારાસ્નાદિ કવાથ પ્રજાપતિને બનાવેલ છે. સધળાં પાચન રસાયનમાં ઉત્તમ રસાયન રૂ૫ છે. એમ ભાવમિત્ર કહે છે. અથવા થોરના પાનનો રસ, સરગવાના પાનનો રસ, બકાન લીંબડીના પાનનો રસ. નગેડાના પાનનો રસ, એરંડાના પાનનો રસ અને કણેરના પાનને રસ લઈએ સર્વ રસના ચેથે ભાગે તેલ લેવું. પછી તેલ પકાવવાની રીત પ્રમાણે તૈયાર કરી તેમાં સુંઠ નાખી સિદ્ધ કરી તે તેલનું મર્દન કરે તે સર્વ પ્રકારના વાયુ રોગ મટે છે. આ અષ્ટાંગ તૈલ કહેવાય છે. અથવા ધતુરાનાં મૂળ, નગેડ, કડવી તુંબડીની જડ, સાડી, કૌચાં, કલગર, લીંબડાની અંતરછાલ, આસગધ, પુવાડીઆ, ચિત્રક, સરગવાનું મૂળ, બકાન લીંબડીની છાલ, દશમૂળ, શતાવરી, કારેલી, બન્ને ઉપલસરી, શ્રીપણું, કેલું, થોર તથા આકડાનાં પાન, કાકજધા, રાતી તથા ધોળી કણેર, મરડોશીંગ, અંધાડે અને મોટી કાંસકી એ સઘળાં ઔષધો ૧૨-૧૨ તલા ભાર લઈ રર્વ વધે બરાબર ત્રિફળાં અને એ સર્વ બરોબર કાળાતલનું તેલ તથા તેટલું જ એડીયું અને એઓથી ચારગણું પાણી નાખી તેમાં, ઔષને ખાંડી નાખી તેલ પકાવવાની રીતિ પ્રમાણે તિલ સિદ્ધ કરી તેમાં સુંઠ, મરી, પીપર, આસગંધ, રાસ્ના, ઉપલેટ, લીંબડો, વચ, દેવદાર, ઇંદ્રજવ, જવખાર, સાજીખાર, પાંચ જાતનાં લૂણ, મોરથુથું, હરતાલ, કાયફળ, કાળીપાડ, ભારંગી, નવસાદર, ગંધક, પુષ્કરમૂળ અને શિલાજીત એ સઘળાં આપ એક એક તેલા ભાર તથા વછનાગ તેલા ૮ લઈ એઓનું ચૂર્ણ કરી તેલમાં મેળવી વસ્ત્રગાળ કરી તે તેલનું મર્દન કરે તે સર્વ પ્રકારના વાયુરોગ, સ, માથાની વ્યથા, કાનના શણકા, ગૃધ્રસી સંધિવા, અને કુખ, ભમર, પીઠ તથા સાથળ વગેરે સવગનાં કળતર નાશ પામે છે. સારસમાં સર્વ પ્રકારનાં વાયુ, કંઠમાળ, અપચી, કાનમાં થતે ઘવાટ, સમસ્તસન્નિપાત, બેહેરાસ અને વૃદ્ધાવસ્થા એ સર્વનો નાશ કરે છે. આ વિષગર્ભ તૈલ કહેવાય છે. અથવા મજીઠ, ગઠીય, દેવદાર, સરલ દેવદાર, રીંગણી, વજ, મરડાશિંગી, તાલીસપત્ર, ચંદન, તેજબળ, કચૂર, હરડેની છાલ, બહેડાની છાલ, આમળાં અને મેથ એ ઔષધ સર્વ ૮-૮ તેલા ભારઈ વારી કલ્ક કરી તેમાં તેલ લા ૬૪ ભાર નાખી પકાવવું અને તેમાં છડ, મેલ, ડમરે, મિંઢળ, ચપ, સુંદરી, તજ, પીપરીમૂળ, ઉપલેટ, સુગંધીવાળો અને લજા એટલી ઔષધીઓ ૮-૮ લાભાર લઈ તેનું ચૂર્ણ કરી, તથા કડીઓ લેબાન,
For Private And Personal Use Only