________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮)
અમૃતસાગર,
( તરંગ
કફના સંબંધી ઉલટીવાળો તંદ્રા-ઘેનથી, મુખની મીઠાસથી, કફના કરવાથી, તૃપ્તિ રહેવાથી, નિદ્રાથી, અરૂચિથી, તથા ભારે પણાથી પીડાય છે તથા રૂંવાડાં ઉભાં થઈ આવે છે, મીઠું, જાડું, કફવાળું, સ્નિગ્ધ, ધળું અને થોડી વેદના વાળું વમન કરે છે.
ત્રિદોષના સંબંધી ઉલટી વાળાને શૂળ ચાલે છે, અન્નને ખરાબ પાક થાય છે, અપચો થાય છે, અરૂચિ, દાહ, તૃષા, શેષ, અને પ્રમેહ અત્યંત થાય છે અને ખારૂં, ખા, નીલા રંગનું, જાડું, ઉનું તથા લોહીવાળું વમન થાય છે.
આગંતુક કારણેના સંબંધી અર્થાત્ અહિત પદાર્થોના સેવનથી, કમિના ઉપદ્રવથી, આમથી, અણગમો આપનાર-સુગામણ પદાર્થોના દર્શનાદિથી અને ગર્ભના રહેવાથી થયેલી ઉલટી આગ તુક કહેવાય છે તેનાથી ઉકલેદ અને વમન થાય છે.
ઉલટીના ઉપદ્ર. ઉલટીવાળા રોગીને ઉધરસ, હેડકી, શ્વાસ, જવર, તૃષા, ચિત્તનું વિકૃતપણું, છાતીમાં વ્યાધિ અને અંધારાં આવે એટલા ઉપદ્રવ થાય છે.
ઉલટીનું સાધ્યા સાધ્યપણું. ક્ષીણ થયેલા માણસને વિશેષ લાગુ પડેલી ઉપદ્રવોએ કરીને સહિત, લોહી તથા પર સંયુક્ત મોરપીંછના ચાંદલા જેવી કાંતિવાળી ઉલટી હોય તે તે પ્રાણઘાતક છે અને ઉપદ્રવ વગરની હોય તે સાધ્યમટે તેવી જાણકી.
ઉપાય. સઘળા પ્રકારની ઉલટીઓ આમાશયના ઉછાળાથી થાય છે માટે ઉલટીવાળા રોગીને લંધન કરાવવું શ્રેષ્ટ છે, લંઘન કરાવવું અને કફ પિત્તને હરનારું સંશોધન કરવું; પરંતુ વાયુના સેબંધવાળી ઉલટી માટે તેમ કરવા ગ્રન્થકારોએ ચોખી ના પાડી છે. તેથી જ તે ચિકિત્સા કરવી નહીં; ધાણા, સુંઠ, તથા દશમૂળ, એઓના યુષ કે રસથી વાયુની ઉલટી બંધ થાય છે. અથવા ધીમાં સિંધાલૂણ નાખી પીવાથી વાયુની ઉલટી બંધ પડે છે. અથવા મગ તથા આમળાના રસમાં ગાયનું ઘી અને સિંધાલૂણ નાખી પીવાથી વાયુની ઉલટી બંધ પડે છે.
અથવા અડદ, મગ, મસૂર, તથા જવને લોટ લઇ તેની પાતળી થલી કરી ઠંડી થએ મધ નાખી પીવાથી પિત્તની ઉલટી બંધ પડે છે. અથવા આમળાના રસમાં ચંદનનું ચૂર્ણ અને મધ મેળવી પીવાથી પિત્તની ઉલટી બંધ પડે છે, અથવા પિત્તપાપડાને કવાથ કરી મધ મેળવી પીવાથી પિત્તની ઉલટી બંધ પડે છે. અથવા લીંબડા ઉપરની ગળો, લીંબડાની અંતર છાલ, કડવાં પડવળ, ત્રિફળા એઓને કવાથ કરી મધનાખી પીએ તે પિત્તની ઉલટી મટે છે. અથવા માખીની ઘાર, સાકર તથા ચંદન, મધ સંગાથે ચાટે તે પિત્તની ઉલટી મટે છે. અથવા મસૂરનો સાથવો દાડિમના રસમાં મધ નાખી પીવાથી વાયુ પિત્ત અને કફની ઉલટી મટે છે. અથવા ગળો અને સુખડનો કાઢો ચોખાના ધોવણમાં મધનાખી પીવાથી પિત્તની ઉલટી મટે છે. અથવા એળી, મોથ, નાગકેસર, ચોખાની ધાણી, ઉપલસરી સુખડ, કચૂર, બોરની માંજ, લવીંગ અને પીપર એઓનું ચૂર્ણ કરી ટાંક ૧ તથા ૨ મધમાં કાલવી ચાટે તે ત્રણે દેવની ઉલટી મટે છે. અથવા પીપળાનાં છોડી બાળી -
For Private And Personal Use Only