________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
અમૃતસાગર,
(તરંગ
ધ, છિણીનાં મૂળ, ગળે, શતાવરી, માળવી ગોખરૂ, રાસ્ના, નસોતર, સવા, કચૂર, અજમે અને સુંઠ એઓને સરખાં લઈ ચૂર્ણ કરી ચૂર્ણ ભારોભાર શુદ્ધ ગુગળ નાખી, ગુગળથી અરધ ભાગે ધી મેળવી એકછવ કરી પ્રાત:કાળમાં દુધની સાથે અથવા યુવતી સાથે કિંવા ઇની સાથે વા, ઉના કે ઠંડા પાણી સાથે અથવા માંસન રસાની સાથે અરધા તોલાભાર ખાવામાં આવે છે તેથી ત્રિફળ, ઢીંચણ ઝલાયા હોય તે, હનુગ્રહ, તથા ભુજામાં, સાંધાઓમાં, પગમાં, હાડકાઓમાં, મજામાં, સ્નાયુઓમાં અને કોઠામાં એટલા સ્થાનમાં રહેલે વાયુ, કફ તથા વાયુના સંબંધવાળા રોગ, વાયુના રોગ, છાતિને તંભ, યોનિના દેષ, ભાગેલાં હાડે સંબંધી રોગ, વીંધાયાથી થએલા રોગ, ખંજાપણું, ગૃધ્રસી અને પક્ષધાત એ સર્વ રોગોને મટાડે છે. આ ત્રદશાંગ ગુગળ કહેવાય છે.
બસ્તિવાત થયો હોય તે કાંસકીનું મૂળ, મોરલ-ભુંઈ પીલુડી અને તજ એઓનું ચૂર્ણ સાકર સંગાથે ૧૬ તેલા દુધમાં મેળવી પીએ તો વારંવાર મૂત્ર આવતું હોય તે બંધ પડે છે. અથવા ત્રિફળાનું ચૂર્ણ કરી તેના બરોબર લેહભસ્મ મેળવી મધમાં કાલવી ચાટવાથી વારંવાર મૂત્ર આવતું બંધ પડે છે. અથવા જવખારનું ચૂર્ણ માસા ૫ સાકર સાથે મેળવી ખાય તે મૂત્ર રોકાઈ ગયું હોય કે રોકાતું હોય તે અવશ્ય મટે છે. અથવા કેળા કે ભૂરા કળાનાં બીજ, તથા કાકડીનાં બીજ એઓને પાણી સાથે વાટી પેટુ ઉપર રાખે અથવા તેમાં જવખાર માસા 2 મેળવી સાકર નાખી પીએ તે મૂત્રની રોકાણ થતી નાશ પામે છે. અથવા આરતીને કપૂર લઈ તેની દીવેટ કરી નિ તથા લિંગમાં મૂકે તે મૂત્રને બંધ છૂટે છે.
ગધ્રસીવાયુ બે જાતને છે-એટલે વાયુથી થએલ અને બીજો વાયુ કફ મળીને - એલ હોય છે. તે પૈકી વાયુથી થએલ ગૃધ્રસીમાં શરીર અતિ પીડાવંત તથા વાંકું થઈ જાય . છે, ઢીંચણ, સાથળ અને સાંધે સાંધામાં નાનું ફરકવું તથા ઝલાઈ જવું થાય છે અને જે વાયુ, કફ સંયુક્ત હોય તો તેમાં શરીર ભારે રહે, ઘેન આવે, અગ્નિમંદતા, અરૂચિ અને મોહેડામાંથી લાળનું પડવું થાય છે. તે ઉપર રેચ તથા ઉલટી આપી રોગીને આમ રહિત થએલો અને પ્રદીપ્ત અગ્નિવાળો થય જાણી તેલ કે ઘીની (ગુદામાં) પિચકારી મારવી.
અથવા ગાયનામૂત્ર સાથે ૧ મહીના સુધી એરંડીયું તેલ પીવું અથવા તેલ, ધી, આદાને રસ, અને બીજોરાનો રસ એ સર્વ એકઠાં કરી તેમાં ચૂકાને રસ અને ગોળ મેળવી પીવાથો કેડમાં થતા સણકા, સાથળના સણકા, વાંસામાં તથા ઠાઠામાં થતા સણકા, ગળો, ગૃધ્ર સી અને ઉદાવતું એટલા રોગો નાશ પામે છે. અથવા એરંડાના ગોળાફેલી દુધમાં તેની ખીર બનાવી પીએ તો કેડના દુખાવા તથા કેડના શૂળને, ગૃધ્રસી અને અંડકેપના શળને મટાડે છે. (આ પ્રયોગ અતિ ઉત્તમ છે.) અથવા એરડાનું મૂળ, બીલીનું મૂળ, ઉભીરીંગણ, બેઠીરીગણ એઓને કવાથ કરી સંચળ અથવા તેલ નાખી પીવો તેથી સાથળના સાંધાએનું, મૂત્રાશય–કોથળીમાં આવતું શૂળ અને ગૃધ્રસી સંબંધી શળ લાંબા વખતથી થએલ હેય તદપિ નાશ થાય છે. અથવા ગોમૂત્રની સાથે એરંડીયું અને પીપરનું ચૂર્ણ સેવવાથી બન્ને પ્રકારની ગૃધ્રસી મટે છે. અથવા બિડલણ અને સંચળ એના ચૂર્ણ સાથે ગોમૂત્ર અને એરંડીયું મેળવી પીવાથી બન્ને જાતની ગૃધ્રસી મટે છે. અથવા ગૃધ્રસીને લીધે ચાલવું : મહમૂત્રણ તથા મૂત્રરોધ વિકારોને બસ્તિવાતના નામથી પણ ઓળખે છે.
For Private And Personal Use Only