________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૧૬ )
( તર્′ગ
(સ્ત્રી) ના પ્રેમભર દ્રઢાલિગનથી પણ દાહને રોગ નાશ થાય છે. દાહની તરશ શાંત કરવા ઠંડા પાણીની માથે ધાર કરવી. તથા ખસના પંખાને ઠંડા પાણીથી ભીજવી તેને પવન લેવા જેથી દાહ તથા તરશે મધ પડે છે.
ઇતિ દાહુરાગના અધિકાર સંપૂર્ણ,
ઉન્માદનો અધિકાર.
અમૃતસાગર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉન્માદ એટલે શું?
વૃદ્ધિ પામેલા દોષો ઉલટા રસ્તાને આશ્રય લઇ ચિત્તને વિક્ષપ્ત કરી નાખે છે. એટલે ચેક્ષા કરી દે છે. એ ઉન્માદ માનસિક રોગ છે; કેમકે મનને વિકૃતિ કરી નાખે છે માટે યિક નથી. મદ અને ઉન્માદમાં એટલાજ ફેર છે કે થતા ઉન્માદને ભઠ્ઠ કહે છે અને વધ્યા પછી કે, કાંઇ મુદત થયા પછી ઉન્માદ કહે છે, બાકી વિશેષ કાંઇ ફેરફાર નથી. ઉન્માદનાં નિદાન તથા સખ્યા.
વિરોધી ભાજન કરવાથી, અપવિત્ર (રજસ્વળા સ્ત્રીના સ્પર્શ થએલાં) બાજતેથી, ધતુરાદ્દિ મટ્ટકારી પદ્માના સેવનથી, દેવતા, ગુરૂ, બ્રાહ્મણા, તપક્ષી અને વડીલ-રાજા કે માતા પિતાના તિરસ્કારથી, ભયથી, હર્ષથી તથા વ્હાલી વસ્તુના વિયાગથી, ભત્ર તંત્ર યંત્રના પ્રયાગથી, અને બળવાની સાથે કલેશ કરવાથી તથા વિરૂદ્ધ ચેષ્ટાએથી ઉન્માદ—ગાંડાપણું થાય છે; કારણ કે ઉપરનાં કારણોથી મનુષ્યનુ મન બગડે છે તેથી વાત પિત્ત અને કફ્ કુ પિત થઈ મયુક્ત બનાવેછે તે હાલેદિલ-દિવાના-ગાંડા-ગર્ગ-હાવરેા-અને ઉન્માદ વગેરે વગેરે નામોથી ઓળખાય છે. તેના છ ભેદ છે. અત્યંત વાયુના કોપથી ૧, અત્યંત પિત્ત પ્રકોપથી, ર, અત્યંત કા પ્રકોપથી ૭, ત્રિદોષના કોપથી ૪, મનના દુઃખેાથી ૫ અને વિષ પ્રયોગથી હું. એ છ પ્રકારે મનુષ્ય દિવાનાપણાને પામે છે.
ઉન્માદની સંપ્રાપ્તિ.
થોડા સતગુણવાળા મનુષ્યના પૂર્વે કહેલાં વિરોધી ભેજનાદિ કારણોથી દુષ્ટ થએલા વાયુ. પિત્ત તથા ક આદિ ભળેા બુદ્ધિંત હવાનું સ્થાન ટુ હૃદય તેને તથા બુદ્ધિનો નાશ કરી મનને વહન કરનાર હૃદયમાં રહેલા મુખ્ય દશ સ્નાયુઓમાં રહીને તુર્ત મનુષ્યના મન-ચિત્તને ખ ગાડી દે છે અને મનની સ્થિના ભંગ કરે છે.
ઉત્પાદનુ પૂર્વરૂપ.
બુદ્ધિ સ્થિર રહે નહીં, શરીરનું પરાક્રમ નાશ થાય, દ્રષ્ટિના અધિરતા, ધૈર્યના નાશ, ઢગધડાવગરનું ખેલવું અને શૂન્ય હૃદય જણાય ત્યારે જાણવું કે ઉન્માદ રાગ પ્રાપ્ત થશે, ઉન્માદનાં સામાન્ય લક્ષણ,
છીપમાં રૂપાને, તથા દોરડીમાં સર્પતા ભ્રમ ઉપજે, મન ચપળ, નજર ચારે બાજુએ મ્યા કરે, વ્યાકુળતા, અધૈર્યતા, સબંધ વગરનું ભાષણ અને યાદશક્તિ વગરનું હ્રદય થાય છે.
For Private And Personal Use Only