________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૪)
અમૃતસાગર
-
-
-
-
-
કેદરા ખાવાથી મદ થયો હોય તો કેદ ગેળ સહિત કોળાને રસ પી. સોપારી ખાવાથી થએલી ઉલટી, મૂછો તથા અતિસાર સહિત મદવાળાને તૃપ્તિ થતાં સુધી ઠંડું પાણી. પાવું. અથવા વગડાનાં અડાયાં સુંઘવાથી સોપારીને મદ મટે છે. તથા મીઠું ખાવાથી કે પાણી પીવાથી પણ મટે છે. જે શળ સહિત સેપારીને મદ હોય તે સાકર વાળે કળીઓ ખા. નાગરવેલના પાન ખાવાથી મદ થયો હોય તે ચૂનો ચાળીને સુધા. જાયફળ ખાવાથી મંદ થયે હેય તો હરડેનું સેવન કરવું. તથા પાણીમાં બેસવું. અથવા સાકર સંગાથે દહિં ખાવું તે જાયફળને તથા બેહેડીનો મદ નાશ પામે છે.
જે મદિરા પીને તુરત ઘી સહિત સાકર ચાટે તે પ્રબળ શકિતવાળી મદિરા પણ કિં. ચિત માત્ર પણ (પીનારને) ઉન્મત્ત કરી શકતી નથી.
ઈતિ મહાત્મય તથા તેના ભેદ અને મદને અધિકાર સંપૂર્ણ
દાહનો અધિકાર
દાહના કેટલા પ્રકાર છે ? દાહના સાત પ્રકાર છે–એટલે પિત્તનો, દુષ્ટલેહી વધવાનો, શસ્ત્રાદિકાથી નીકળેલું લેહી તેના વડે કઠો પૂર્ણ થઈ જાય તેને, મદિરા-આદિના પીવાનો, તાશ રોકવાથી થએલે, ધાતુ ક્ષય અને મર્મસ્થાનમાં પ્રહાર-બાર વાગવાથી થએલ–એ સાત પ્રકાર છે.
દાહનાં પૃથક પૃથક લક્ષણો. પિત્તથી થએલા દાહમાં પિત્તજવરનાં સર્વ લક્ષણો હોય છે, પરંતુ ફેર માત્ર એટલે જ છે કે પિત્તજવરમાં આમાશયના દુષ્ટપણાને લીધે દાહ અને તાવ બ થાય છે આ દાહ તે એકલા દહ રૂપજ છે અર્થાત તાવ વિનાની બળતરા થાય છે, તે પણ પિત્તજ્વરમાં કહેલી જ ચિકિત્સા કરવાથી પણ આ વ્યાધિ મટે છે,
લેહીથી ઉત્પન્ન થએલા દાહમાં લોહીની વધવાથી શરીરમાં બળતરા થાય છે, શરી રમાંથી ધુમાડો નીકળતો હેય વા, અગ્નિથી બળ હોય તેવો સંતાપ થાય છે. શરીરની કાંતિ તાંબા જેવી થઈ જાય છે તથા નેત્ર પણ તાંબાના રંગ જેવાં થાય છે અને મહામાંથી લેહીના જેવી ગંધ આવે છે તથા સર્વાગ બળ્યા કરે છે.
લેહથી કે ભરાઈ જતાં ઉત્પન્ન થએલે દાહ એટલે શસ્ત્રથી ઘા-જખમ થાય તેમાંથી લેહી નીકળી કોઠો ભરાઈ જાય છે તેથી અસાધ્ય દાહ થાય છે, તેથી તે દાહ વાળા મરી જાય છે.
મદિરા પીવાથી થએલા દાહ-બળતરમાં સમાન વાયુની ઉષ્ણતાથી પિત્ત, લોહીથી વૃદ્ધિ પામી ત્વચામાં પ્રાપ્ત થઇ સર્વ શરીરમાં ભયંકર દાહ ઉત્પન્ન કરે છે, તે માટે તેમાં પિત્તના જેવી ચિકિત્સા કરવી.
તરશના રોકવાથી શરીરમાં જળમય ધાતુ ક્ષીણ થઈ જાય ત્યારે શરીરમાં ગરમી તેજ વધે છે તેથી શરીરને અંદર તથા બહાર દધ્ધ (બળતરા ઉત્પન્ન) કરે છે, તેથી ગળું તથા તાળવું મુકાય છે, જીભ બહાર કવાડી ઘા કરે છે અને ચિત્તમાં વ્યાકુળતા વધે છે.
For Private And Personal Use Only