________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩ર)
અમૃતસાગર,
(તરંગ
શીતળ વસ્તુથી નમાવીને યોગ્ય ક્રિયા કરવી. જે ડાઢી વાંકી થઇ હોય તે પીપર તથા આદું ચવરાવી વારંવાર યુકે અને ઉના પાણીના કોગળા કરે તે કાઢી સીધી થાય છે. અથવા અડદની મેઘર દાળને પાણીમાં ભીજવી છીપર ઉપર વાટી તેમાં લસણ, સિધાલૂણ, આદુ અને હિંગ મેળવી તેનાં વડાં કરી ખાય તે હનુગ્રહવાયુ મટે છે. અથવા તેલને ગરમ કરી સહેવાતે સહેવાતે માથા ઉપર માલેસ–મર્દન કરે તે હનુગ્રહ મટે છે. અથવા પ્રસારણ-નારીના તેલનું મર્દન કરે તે એટલે પ્રસારણીનાં પંચાંગ તલા ૪૦૦ લઈ સારી પેઠે કચરી ૧૨૪ તેલા ભાર પાણીમાં તેને પકાવી ચેથા ભાગનું પાણી રહે ત્યારે વસ્ત્રગાળ કરી તેમાં ૪૦૦ તેલા તેલ નાખી ફરી પકાવવું તથા ૪૦ તેલા દહિંનું ઘળવું અને ૪૦૦ તેલા કાંજીનું પાણી નાખી તે તેલને પકાવવું. ત્યાર પછી તેલથી ચારગણું ગાયના દુધમાં પકવી પછી ચિત્રામૂળ, પીપરામૂળ, જેઠીમધ, સિંધાલૂણ, વજ, સવા, દેવદાર, રાસ્ના, ગજપીપર, ખપાટનામૂળ, છડછડી, તાંજળી, એરંડાનાં મૂળ, નહાની કાંસકીનમૂળ અને સુંઠ એટલા પદાર્થો તેલના આઠમા ભાગે લઈ ખાંડી કક કરી તે તેલમાં નાખી તેને સિદ્ધ કરવું. તે તેલની દેશ, કાળ, વય, અગ્નિ અને રોગનું બળ વિચારી માત્રા સેવન કરે અર્થાત્ પીએ, નાસ લે, મસળે, શેક કરે અને માથાની બસ્તિ વગેરેના કામમાં યોજે તે, વાયુથી ઉત્પન્ન થએલા સઘળા વાયુના વ્યાધિ નાશ થાય છે અને વિશેષે કરીને હનુગ્રહ, જીલ્લાતંભ, અદિત, ગદ્ગદવ, વિશ્વાચી, મન્યાસ્તંભ, અપબાહુક, ત્રિફળ, ગૃધ્રસી, ખંજવા, પંગુતા, કલાપખંજતા, સ્તંભ, સંકોચ, અંતરાયામ, બાહ્યાયામ, દંડપતાનક, ધનુત અને કુબજત્વ એટલા વાયુવ્યાધીઓને નાશ થાય છે. આ પ્રસારણીતૈિલ કહેવાય છે.
હાસ્તંભ વાયુ હોય તે મીઠી ખારી ખાટી અને સ્નિગ્ધ તથા ઉની વસ્તુઓનું યોગ્ય રીતે મર્દન કરવું. અથવા ઉના પાણીના કોગળા કરવા તેથી પણ જીહાસ્તંભ મટે છે.
ગદ્ગદવ મિનભિનવ અને મૂકતાથયેલ હોય તે સગવે, વજ, સિંધાલૂણ, ધાવડીનાં ફૂલ, કાળીપાડ અને દર એ સઘળાં ચાર ચાર તેલા ભાર લઈ એઓની ચટણી કરી બકરીના દુધમાં નાખી તથા ગાયનું ઘી તલા ૬૪ મેળવી ધી પકવવાની રીતિ પ્રમાણે તૈયાર કરી યોગ્ય માત્રાએ સેવન કરે તે જડપણું, ગગદાપણું તથા મૂંગાપણું તુરત મટે છે. ચોખે બોલ નિકળે છે અને યાદશક્તિ, બુદ્ધિ, ક્ષતિ તથા તર્કશક્તિ વધે છે. આ સારસ્વત ઘૂત કહેવાય છે. (ગ્રન્થ ક કહે છે કે-સરસ્વતી મંત્રવડે મંત્રી સારસ્વત ઘૃત સેવન કરવું–એટલે “ શું છે $ % સસ્પેનમ' આ મંત્રને ૧૦૦૦ વખત શુદ્ધ ઉચ્ચાર કરી પવિત્ર મનથી મંત્રવિધાન પ્રમાણે સિદ્ધ કરી સારસ્વત ઘીને મંત્રવું. ) અથવા માલકાંકણીનું તેલ પણ તેજ પ્રમાણે સેવન કરવાથી વાયુના સર્વ રેગ જાય છે તથા ચમત્કારિક બુદ્ધિ આપે છે. અથવા હળદર, વજ, ઉપલેટ, પીપર, સુંઠ, જીરું, બેડી અજ
૧ પ્રસારણી નામની ઔષધી માટે નિઘટે અને તેમાં દર્શાવેલ નિશાનીઓ પ્રમાણે વિચારતાં બલા-રાજબળા-નાગબળા અને અતિબળા એ ચાર જાતની કાંસકી, હેટી કાંસકી, ભેાંય કાસકી અને સાધારણ કાંસકી હોવી જોઈએ એમ પ્રમાણથી સિદ્ધ થાય છે. તે ખપાટ, નારી, ખરેટી, ચક્રમેડી, પીટારી અને કાંસકી વગેરે વગેરે નામથી ઓળખાય છે. જો કે ચાર જાતની કાંસકી માટે જોઈએ તેવું સ્પષ્ટિકરણ થયું નથી; તદપિ ચારમાંથી ગમે તે ઉપયોગમાં લેવી; કેમકે તે ચારેના ગુણ સમાન છે.
૨ આ રોગમાં ખાવા પીવાનું કે બોલવાનું કામ બંધ પડે છે--જીભ ઝલાઈ જય છે. ૩ તોતળું બોલાય તે રેગ. ૪ મુંગા બોલાય તે રાગ. * ૫ બાબડા પાસે,
૬ તેલ તથા ધી કેમ પકવવું ? તેનો વિધિ પ્રથમ તરંગ કહે છે તે પ્રમાણે પ્રત્યેક ધી કે તેલ પકાવવાં.
For Private And Personal Use Only