________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠમો )
વાતવ્યાધિ પ્રકરણ,
(૧૩૩)
મેદ, જેઠીમધ અને સિંધાલૂણ એઓને બરાબર લઈ ઝીણું ચૂર્ણ કરી ધીમાં કાલવીને નિરંતર ૨૧ દિવસ સુધી સેવન કરે તે વાતાદિ સર્વ રોગ દૂર થાય છે. અર્થાત યાદશક્તિ, ધારણાશક્તિ મનહરસ્વર અને મિઠાં વાક્ય બોલનાર થાય છે. આ કલ્યાણકાવલેહ કહેવાય છે.
- પ્રલાપ અને વાચાળતાને રોગ હોય તે તગર, પિત્તપાપડ, ગરમાળો, મોથ, કડુ, કાળવાળ, આસગંધ, બ્રાહ્મી, ધાખ, સુખડ, દશમૂળ અને શંખાવળી એઓને સારી પેઠે કવાથ કરી પીવામાં આવે છે તેથી બકવા-પ્રલાપ તથા વાચાલબહુ બોલકાપણું તુરત મટે છે.
રસાણાને વાયુ રોગ હોય તો સુંઠ, મરી, પીપર, સિંધાલણ અને અશ્લવેતસ કિંવા ચૂ એઓનું ચૂર્ણ જીભ ઉપર ઘસવું તે જીભ રસની અજ્ઞાનતાને ત્યજે છે. અથવા કરીયાતું, ક, રાઈ, ઇંદ્ર, વજ, બ્રાહ્મી, ખાખરાનાં બીજ, સાજીખાર, કાળીજીરી, પીપર, પીપરીમૂળ, ચિત્રક, સુંઠ અને મરી એઓને આદાના રસ સંગાથે કલક કરી વારંવાર જીભે પડે અથવા એઓને કવાથ કરી કોગળા કરે તે સઘળા રસની છલને સારી પેઠે ખબર પડે છે. આ કિરાતતિક્તાદિ ક ક કહેવાય છે. અથવા આદું વારંવાર ખાય; તે પણ જીભનું રસશન્યતાપણું મટે છે. તથા બહેરાપણું અને કાનમાં ગણગણાટ થતા હોય તે પણ મટે છે.
. શરીરની ચામડી બેહેરી થઈ ગઈ હોય તે રોગીના શરીરમાંથી વારંવાર લોહી કઢાવવું. અથવા સિંધાલૂણ તથા ધમાસે તેલમાં નાખી તેનું શરીરે મર્દન કરવું કિંવા તેલ અને સિંધાલૂણને અંગારા ઉપર નાખી તેને શરીરને ધુમાડે આપ.
અર્દિત વાયુ થવાનાં કારણે-સંખ્યા તથા લક્ષણે, ઉચે સ્વરે બોલવાથી, કઠણ પદાર્થોના ખાવાથી, અત્યંત હસવાથી. અત્યંત બગાસાં ખાવાથી, ઉચેથી પડતી ભારે વસ્તુ ઉંચું મોહે કરી હાથેથી ઝીલવાથી, ઘણેભાર ઉપાડવાથી, ડાકને આડી અવળી રાખી સુજિવાથી અને વિષમ પ્રકારે બેસવાથી માથું, નાક, હેઠ, હડપચી અને લલાટ-કપાળ તથા નેવની સંધિયામાં રહેલો વાયુ મુખને પીડા કરે છે તેથી અડદીઓ વાયુ થાય છે. તે વાયુ, પિત્ત અને કફન એમ ત્રણ પ્રકારનો છે. તે પૈકી જે વાયુને અતિવાયુ હોય તે લાળ ઘણી . પડે, શરીરમાં પીડા, શરીર કપ, તથા ફરકે, ડાઢી હલી શકે નહીં, હેઠ સુજી જાય અને શૂળ નીકળે તથા બેલવામાં અટકાયત થાય છે. જો પિત્તને હેય તે મહેડું પીળું થાય, તાવ આવે, વા લાગે અને મોહ તથા ગરમી થાય છે. જે કફને અદિતરોગ હોય તે ગાલમાં, માથામાં તથા ખભાની નસોમાં સેજે અને અકકડપણું થાય છે.
જે અર્દિત રેગવાળ ક્ષીણ હોય આંખ મટકાવી શકતું ન હોય કિંવા ચેખી રીતે ન બેલી શકેલોચાવળે અને કંપારે થતું હોય તથા અતિરેગ-થયાને ત્રણ વર્ષ થઈ ગયાં હૈય, નેત્ર, નાક અને મેહેડું ચૂયા કરતાં હોય તે તે રોગ મટતું નથી; પણ યમરાજના હાથે પાયા પછી જ તેને અર્દિતવાયુ મટે છે.
ઉપાય. અડદીઆ વાયુ વાળો ચીકણું-ચીકટા પદાર્થો ( સ્નેહપાન ) ઉપયોગમાં લે, તથા વાયુને મટાડે તેવી ઓષધીઓને નાસ લે, વાયુને મટાડે તેવાં ભજન કરે, માથાની બસ્તિ લે, અને વાયુને મટાડે તેવાં બંધાણ બાંધે તે મટે છે. અથવા નાયણ તૈલ તથા વિષગર્ભ તલનું શરીર મર્દન કરે, ડભ દેવરાવે. ગરમ ઔષધે હાર પાસે કરાવે તો તેથી અડદીઓ વાયુ મટે છે.
For Private And Personal Use Only