________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૪)
અમૃતસાગર,
(તરંગ
દશ વર્ષને, સારા કુળને, દેવગણવાળ છોકરે બેસાર અથવા તેવાજ ગુણ યુક્ત કન્યા મળે તો તેને બેસાડી, પોતે પણ પવિત્ર થઈ મીંઢળ ઉપર ઉપરના મંત્ર જપવા. સંકલ્પ વાળું પાણી છાંટી દીવાના આગળ આ યંત્ર લખી તેનું પૂજન કરી આ યંત્ર છોકરો કે છોકરીને
દેખાડી તેના હાથની હથેળીમાં મંત્રેલા મીંઢળની રખ કરી તેલમાં કાલવીને મસળવી અને પછી તેને પૂછવું એટલે જે જે તે હથેળીની કાજળમાં એના દેખવામાં આવશે તે તે કહી બતાવ શે. વિસર્જન કર્યા પછી દશમા ભાગે માર્જન, દશમા ભાગે તર્પણ અને દશમા ભાગે બ્રહ્મ ભોજન કરવું. આ હાજરાયત
વિધિ સત્ય છે. આ સર્વ પ્રયોગ શ્રી સદાશિવજી પ્રણીત | ૭ | ૪ | ૫ | ૪ ઉડીસમાં કહેલ છે. અથવા લીંબડાનાં પાંદડાં, વજ, હિંગ,
સાપની કંચળી, અને સરસવ એઓની ધણી દે તે ડાકણ ભૂત વગેરે ભાગી જાય છે. અથવા કપાસીયા, મોર પાંખના ચાંદલા, મટી રીંગણીનાં ફળ, શિવનિમંહ્ય, મરી, તજ, વંશલોચન, બલાડીની વિશ, જવનાં છોતરાં, વજ, માથાના વાળ, સાપની કાંચળી, ગાયના શીંગડાનો છોલ, હાથીદાંતનો છેલ, હિંગ અને મરી એ સર્વ સભાન લઈ ખાંડી એઓની ધૂણી દે તે સર્વ પ્રકારના ભૂતોન્માદ કિવા દોષ દૂર થાય છે. આ માહેશ્વર ધૂપ કહેવાય છે. ચક્રદત્ત. અથવા કરક્યની જડ, દારુહળદર, સરસવ, ઉપલેટ, હિંગ, વજ, મજીઠ, ત્રિફળા, સુંઠ, મરી, પીપર અને ધલા એ સર્વ સમાન લઈ બકરાના મૂત્રમાં ઘુંટી નાસ દેવાથી કે અંજન કરવાથી સર્વ ભૂતાદિ ઉન્માદને દેષ દૂર થાય છે. અથવા ગોરખ કાકડીને ગોમૂત્રમાં ઘુંટી નાસ દે તે બ્રહ્મરાક્ષને દેષ મટે છે. અથવા સં. ખાવળીનાં મૂળી અને ચોખાના પાણીમાં વાટી અથવા ધીમાં વાટી તેને નાસ આપવાથી ભૂતાદિકના દેષ દૂર થાય છે.
પવિત્ર દેવને ખરાબ ધુપ વગેરે અછાજતી ક્રિયાઓ કરવી નહીં માત્ર મલિન ભૂત પ્રેતાદિ કે પિશાચ વગેરેને માટે ઉપરની ક્રિયાઓ કામમાં લેવી નહીં તે ભૂતાદિ દોષ કહાડતાં પિતાનો પ્રાણ જવાનો વખત આવશે માટે દેવેનું ઉંચ નિચાપણું વિચારી સર્વ ઉપાય ઉપયોગમાં લેવા.
ઇતિ ઉન્માદને અધિકાર સંપર્ણ.
૧ભૂતયોનિ છે એ કોઈથી છેટું કહેવાય તેમ નથી; પરંતુ જે જે ધૂણનારા નજરે પડે છે તે તે સર્વાંગ કરનાર છે. ખરા દેવના આવેશ વાળ હજારમાં એક પણ ભાગ્યે જ હોય છે, પણ કોઈ પણ પ્રકારનો સ્વાર્થ સાધવાના હેતુથી ઘણું કરીને વહેમી તથા પ્રપંચી સ્ત્રીઓ ભૂતને આવેશ બતાવે છે તેથી બિચારા ભોળા અને વિશ્વયિ પુરૂષો તેની અનેક પ્રક્ષરે ખુશામત કરી યંત્ર મંત્ર તંત્ર દોરો કે - તારા કરાવે છે અને ભૂત ધુણીને જે કહે તે પ્રમાણે વર્તે છે.અરે સમજુ પુરૂ પણ તેવી સ્ત્રિયોના ફંદથી કંટાળી છેવટે હાએ હા કરી લોકોને ભયથી તે ઉપાય આદરે છે. અહા ! ! ચિના ચરિત્રરૂપી સમુદ્રને કોણ પાર પામ્યું છે !!!
ભા. ક.
For Private And Personal Use Only