________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૮)
અમૃતસાગર,
(તરંગ
ઉન્માદનું અસાધ્યપણું.
જે નીચું જ કે ઉંચું જ મહતું રાખે, જાગ્યાજ કરતે હોય, તથા જેનું માંસ અને બળ નાશ થઈ ગયાં હોય તે જાણવું કે તે ઉન્માદરોગી મરી જશે.
દેવ તથા ભૂતાદિ ઉન્માદનાં લક્ષણ જેનું ભાષણ, પરાક્રમ, શૈર્ય તથા ચે–એટલાં મનુષ્યની ચેષ્ટાઓથી જુદા જ પ્રકારનાં હેય અને બુદ્ધિ, જ્ઞાન, કારીગરી, વિચારણું તથા ધારણશક્તિનું જ્ઞાન, તથા બળ અને અંહકારાદિથી યુક્ત હોય તે જાણવું કે દેવ તથા ભૂત પ્રેતાદિજ કારણથી ઉન્માદ થ• એલ છે. આ ઉન્માદને પ્રકોપ અમુક તિથી કે અમુક સમયમાંજ નિયમિતપણે થાય છે.
પવિત્ર દેવના આવેશવાળાનું લક્ષણ. જે સદા સંતોષી, પવિત્ર, નિંદ્રા રહિત, વગર ભણે પણ સત્ય રીતે સંસ્કૃત ભાષણ કરનાર, સુંદર અત્તર, પુષ્પની માળા કે સુગંધિ પદાર્થોથી પ્રસન્ન રહે. આંખ વાંચે નહીં અચિંત સ્થિર દ્રષ્ટિવંત, તેજસ્વી, વરદાન આપનાર તથા બ્રાહ્મણોની ભક્તિ કરે તે જાણવું કે ઉત્તમ દેવના આવેશથી ઉન્માદ થએલે છે.
અસુર દેવેના આવેશવાળાનું લક્ષણ. પાસે આવ્યાજ કરે, ગુરૂ, દેવ, બ્રાહમણ તથા પૂજ્ય-વડીલોની નિંદા કરે, વાંકી દ્રષ્ટિ, નિર્ભયતા, બેટાં કાર્યોમાં રૂચિ રાખનાર, ભેજનાદિમાં તૃપ્તિ રહિત અને દુષ્ટ સ્વભાવવત હોય તે જાણવું કે રાક્ષસ-મલીન દેવના આવેશથી ઉન્માદ થયો છે.
ગંધર્વ, યક્ષ, પિતા તથા સતિના આવેશવાળાનાં લક્ષણ.
પ્રસન્ન મનવાળ, ફુલવાડી, વન તથા જળનાં સ્થાનમાં રહેવાથી સજી, આચારમાં પ્રવર્તે, ગાયન, સુગંધ, તથા ફુલ ઉપર પ્રેમ અને નાચતે નાચતે થોડા શબ્દવાળું સુંદર હાસ્ય કરે, અને થોડું બોલે તે જાણવું કે ગંધર્વના આવેશથી ઉન્માદ થયે છે.
ગંભીર, રક્તનેત્ર, ઝીણું તથા રંગેલા વસ્ત્ર ઉપર પ્યાર, તુરત ચાલનાર, ડું બેલે. તેજસ્વી, સહનશકિતવાળો અને " કોને ? શું આપું ? એમ બેલ્યા કરે તે જાણવું કે ચશ્વગ્રહના પ્રવેશથી ઉન્માદ થયો છે, - દાભ પાથરીને મરેલા પૂર્વજોને પિંડ આપે, શાંત પ્રકૃતિવાળો તર્પણ-જમણા ખભા ઉપર વસ્ત્ર રાખી પૂર્વજોને પાણી પાએ, માંસ, તલ, ગેળ અને દુધના ભજનની ઇછા કરે તથા પિતૃઓની ભક્તિ કરે તે જાણવું કે પિતના પ્રવેશથી ઉન્માદ થયો છે.
મન અનિચળ, સંતાનાદિને અવરોધ, સતિપણાની વાર્તા ઉપર પ્રીતિ, બોલે નહીં અને બેલે તે વરદાન આપે, પવિત્ર રહે અને શ્રેષ્ઠ વસ્તુઓની ઇચ્છા જણાવે તે જાણવું કે સતિના પ્રવેશથી ઉન્માદ થએલે છે.
For Private And Personal Use Only