________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ )
અમૃતસાગર
(તરંગ
હરડેદળ, બહેડાં, આમળાં અને શુદ્ધ નેપાળા એ સઘળાં પધે સમાન લઈ એ સરવને કુબાના પાંદડાના રસમાં બે પહેર સુધી ઘુંટી તડકે સુકવી વસ્ત્રગાળ કરી ૧ રતી પ્રમાણે કિવા બે રતી ભાર માત્રા યોગ્ય અનુપાન સંગાથે આપવી, જેથી આ પ્રકારના તાવ નાશ થાય છે તથા પેટનું શૂળ, અજીર્ણ, હક, હલીમક અને આમવાયુ પણ નાશ પામે છે. આ ચિંતામણિ રસ કહેવાય વૈદ્યરહસ્ય. અથવા શુદ્ધ પારો ટાંક ૨, શુદ્ધ ગંધક ટાંક ૨, શુદ્ધ વછનાગ ટાંક ૧, કાળાં મરી ટાંક ૮, પ્રથમ પારા ગંધકની કાજળ કરી પછી અન્ય ઔષધી વાટી મેળવી ખુબ ઘુંટયા પછી બ્રાહ્મીના રસની ૧ ભાવના આપવી, ત્યારપછી ચિત્રક રસની ૧ ભાવના દઇને ગોળીઓ રતીભાર પ્રમાણે વાળવી. તે પૈકી ગેળી આદાના રસ સંગાથે સેવન કરે તે સનિપાત, મૂર્છા, આમવાયુ, વાતશુળ, શીતજ્વર, બળતર, વિષમજવર, મંદાગ્નિ અને અરૂચિ વગેરે અનેક રોગોને નાશ કરે છે, એટલું જ નહીં પણ મરણ પથારીએ પડેલા મનુષ્યને એક વખત આરામ કરે છે આ અમૃત સંજીવની ગુટીકા કહેવાય છે. રસમંજરી. અથવા-શુદ્ધ પારો ૧૨ માસ, ગંધક ૨૦ માસા, વછનાગ ૧૨ માસા, લીંડીપીપર ૪૦ માસા, જાયફળ ૨૦ માસ, મરી ૫ માસા, અકલકરે ૧૨ માસા, લવિંગ માસા ૧૬, ધતૂરાના બીજ માસા ૧૨, અને શુદ્ધ ટંકણખાર ૧૨ માસા લઈ પારા ગંધકની કાજળ કરી વછનાગ મરી ભેગાં વાટી અન્ય ઔષધેને ઝીણું વાટીકાજળમાં મેળવી આદાના રસમાં ૩ દિવસ ધુંટવાં, તદનંતર લીંબુના રસમાં ૩ દિવસ અને કેરડાની કુંપળના રસમાં પણ ૩ દિવસ સુધી ઘુંટી ૧ અથવા ૨ રતી પ્રમાણે ગેળીઓ વાળી, ગોળીઓ બે ચોગ્ય અનુપાન સાથે સેવન કરે, નાસલે કે, મર્દન કરે છે, વાયુ રોગ અને સન્નિપાત માત્ર દૂર થાય છે. આ કાળારિરસ કહેવાય છે. યોગચિતામણિ. અથવા સુંઠ ૪ ભાગ, કાળામરી, ૪ ભાગ, શુદ્ધ કરેલ તેલીઓ ટંકણ ૩ ભાગ અને શુદ્ધ વછનાગ ૧ ભાગ લેઇ સર્વને સુક્ષ્મ વાટી લીંબુના રસમાં ૩ દિવસ ઘુંટવા, પછી ફરે છે . દાના રસમાં દિન ૫, અને પાનના રસમાં દિન ૩ ઘુંટી ગળીઓ રતી પ્રમાણની વાળી યોગ્ય અનુપાન સાથે અથવા આદાના રસ સંગાથે ૧ ગોળી સેવન કરે તે સન્નિપાત વાયુ, મસ્તક પીડા, શળેખમ અને પેટના રોગ માત્ર દૂર જાય છે. આનું નામ ત્રિપુરભૈરવ રસ છે.
ગચિંતામણિ. અથવા શુદ્ધ વછનાગ, કડુ, સિંધાલૂણ, વજ, લસણ, ઉભીમેરિંગણી, કાયફળ, જેઠીમધ અને સમુદ્રફળ એ સઘળાં સમાન ભાગે લઈ ઝીણાં વાટી આકડાના દુધના ૩ પુટ દેવા પછી તેને માછલીના પિત્તાની ૩ ભાવને દઈ સારી પેઠે ઘુંટી ચાળી તેની ૧ રતી કે બે રતી પ્રમાણે માત્રા લઈ કફ, વાયુ, મૃગી, પીનસ, શિર, કાન, અને નેત્ર રોગ માટે નામાં ભુંગળીદ્વારા ખાસ દે તે સંજ્ઞા આવે અને સન્નિપાત દૂર થાય. આનું નામ સંજ્ઞાકરણ રસ છે. રસમંજરી. અથવા પારાની શુદ્ધ ભસ્મ ટાંક ૩, શુદ્ધ ગંધક ટાંક ૩ - છનાગ ટાંક ૬ અને કાળામરી ટાંક ૧૨ લઈ ખરલ કરી સૂઅર, મોર તથા પાડાના પિત્તાની ૭–૭ ભાવના દઈ કંકાસણી (કળિહારી), કુકાવેલ અને જ્વાળામુખીના રસમાં (એક પછી એકના રસમાં) ઘુંટી પછી આદાના રસના ૨૧ પુટ દેવા. તડકે શુષ્ક થયે તેમાંથી ૨ રતીભાર ભાત દહીના ગ્ય અનુપાન સંગાથે શીતોપચાર સહ સેવન કરે તે સન્નિપાત જવરનો નાશ કરે છે. અને સર્વ પટના રેગ તથા હાડમાં ફૂટણ-શળ હોય તે નાશ થાય છે. આનું નામ બ્રહ્માસ રસ કહેવાય છે. પોગતરંગણી. ઇતિ સન્નિપાતના લક્ષણ ઉપાય સંપૂર્ણ
For Private And Personal Use Only