________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજો. )
અતિસાર પ્રકરણ
( ૧ )
નાદ, અથવા રસવતી, અતિવિષ, ઇંદ્રજવના ફળની છાલ, ધાવડીનો ફુલ અને સુંઠ એ સઘળાં સમાન લઇ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ચોખાના ધાણુ સંગાથે મધ મેળવી સેવન કરેતેા ભયંકર પિત્તાતિસાર પણ મટે છે તથા અગ્નિને દીપ્ત કરે છે. અને શૂળને મટાડે છે. ભાવપ્રકાશ, અથવા પિત્તાતિસારનો જે રક્તાતિસાર ભેદ છે—એટલે ઘણી ગમ વસ્તુઓના` ખાવાથી પિત્ત વૃદ્ધિ પામી લેાહીને અગાડી દે છે ત્યારે લાહીયુક્ત મળ ઉતરે છે તેને રકતાતિસાર કહેવાય છે. તેના માટે કડાછાલ તથા કુંણા દાડમનાં છેડીઆં એ બન્ને ૪૪ તાલાભાર લઇ તેનેા આઠગણા પાણીમાં અષ્ટાવશેષ કવાય કરી ઠંડા થયા પછી તેમાં મધ નાખી પીએ તે શૂળ તથાદાહ સહિત ધાર રકતાતિસાર મટે છે. ભાવપ્રકાશ, અથવા--ઇંદ્રજવ, અતિવિષ, માથ, સુગંધીવાળા, લાદર, રતાંજળી, ધાવડીનાં ફુલ, દાડમનાં છોડીઆં અને કાળાપાડ એ સર્વ સમાન ભાગે લઇ ખાંડી કવાથ કરી ઠંડા થયા પછી તેમાં મધ નાખી પીએ તેા દાહ મળસંયુક્ત રક્તતિસારને દૂર કરે છે-આ કુટજાજીક કહેવાય છે. ભાવપ્રકાશ, અથવા-“ તાંજળી ટાંક ૧ ઝીણી વાટી તેમાં મધ ટાંક ૨ અને સાકર ટાંક ૨ મેળવી ૮ દિવસ સુધી સેવન કરે તે રકતાતિસાર જાય છે. અથવા મીઠા સુંદર પાકા દાડમને પુટપાકની રીત પ્રમાણે તૈયાર કરી મધ મેળવી સેવન કરતા રકતાતિસાર નિષે મટે.” અથવા-ગાયનું દુધ, માખણ, મધ અને સાકર સમાન ભાગે મેળવી સેવન કરે તે રક્તાતિસાર મટે છે. ભાવપ્રકાશ, અથવા- ખીલાને ગર્ભ અકરીના દુધ સાથે ટાંક એ ખાય તે રક્તાતિસાર મટે,
જો ગુદા પાકી ગઈ હોય તેા કુકડવેલાનાં કુળ ( કે કડવાં પરવળ ? ), અને જેઠીમધ, એને ઉકાળી તે પાણી ઠંડુ કરી તેથી ગુદા પ્રક્ષાલન કરવી તે ગુદપાક મટે. અથવા-બકરીના દુધમાં મધ તથા સાકર મેળવી પીવું તથા ભોજનમાં વાપરવુ, ગુદા ઉપર સેંચન કરવું અને તેનાથી ગુદા ધાવી તેથી ગુદાના દાહ તથા પાક મટે છે. ભાવપ્રકાશ. અથવાઘઉંના લોટને ધીથી કરમાવી પાણીથી એસણી ગરમ કરી અને તે વડે હેવાતે હેવાતે રોક કરવા. તેથી ગુદાને પાક મટે છે.”
""
કાતિસારનાં લક્ષણ.
જે રાગીના મળ ચીકણા, સ્વેત, જાડે।, દુર્ગંધયુક્ત તથા ઠંડા, પીડા સહિત હાય અને શરીર ભારે રહે તે જાણવુ કે શ્લેષ્માતિસાર છે.
ઉપાય.
કાતિસારવાળા રોગીને એ અથવા ચાર લધન કરાવવાં. મગનું ય ુ પથ્ય આપવુ તથા ચવક, અતિવિષ, મોથ, ન્હાની ખીલી, સુંઠ, કડાછાલ, ઇંદ્રજવ અને હરડે એને કવાથ કરી પીએ તે! કાતિસાર મટે. અથવા શેકેલી હીંગ, સંચળ, સુંઠ, કાળાંમરી, લીંડીપીપર, હરડે, અતિવિષ અને વજ એ સઘળાં સમાન લઇ તેઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઉના પાણી સાથે પીએ તે શ્લેષ્માતિસાર મટે છે. ભાવપ્રકાશ
સન્નિપાતાતિસારનાં લક્ષણ.
જે રોગીનો મળ સૂઅરના માંસ સરખા તથા અનેક રૂપયુક્ત હોય, નેત્રામાં ઘેન, મુખ ગાય, ભ્રમ, મેહ અને ત્યાના વેગ હોય તે સન્નિપાત અતિસાર જાણવા. આ
For Private And Personal Use Only