________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રી. )
અરશ પ્રકરણ.
( 1 )
વાયુના અરશનાં લક્ષણ. જે મનુષ્યની ગુદામાં સુકાયેલા અને ચમચમાટી સહિત તથા કાળા, લાલાશ પડતા, ખરસઠ, કાર અને તીખા તથા ફાટેલા મેઢાવાળા ગુદાના મુખ ઉપર મસા હોય અથવા બેર, કપાસીઆ, સરસવ કે કદંબના ફળ જેવી આકૃતિ જેવા હોય અને માથામાં, પડખાઓમાં, ડોકમાં, કેડમાં, જાંઘમાં તથા પટમાં અત્યંત પીડા રહે અને છીંક ઉડકાર આવે નહીં, ભૂખ લાગે નહીં, ઉધરસ, દમ, મંદાગ્નિ, ભ્રમ, ગળો, બલ, પેટના રોગ, કાનમાં ધંધાટ તથા છાતીમાં દુખે તે જાણવું કે વાયુના હરપ છે.
વાયુના મસાનો ઉપાય સૂરણની ગાંઠને કપડામાટી લપેટી પુટપાકની રીતિપ્રમાણે બરસામાં ભારી બાકી નાખવી પછી કપડામાટી કહાડી તે બાફેલા સૂરણને ઘી અથવા તેલમાં બળી નિરંતર ૩ તલા ભાર ૨૧ દિવસ લગી ખાય તે વાયુના મસા મટે છે. વિઘરહસ્ય, અથવા આકડાનાં પાકાં પાંદડાં અને પાચે જાતનાં લૂણ લઈ તેલ તથા ખટાશયુક્ત કરી બાળી નાખવાં પછી તે ખાર ઉના પાણી સાથે વા, દારૂ સાથે સેવન કરે તે વાયુના અશ મટે છે. વૈદ્યવિનોદ, અથવા, ગાયના દહીનું ઘોળવું લઈ તેમાં અનુમાન પ્રમાણ સિંધાલૂણ નાખી વિધિપૂર્વક સેવન કરે તો સંપ્રહણું, અતિસાર અને વાયુના મસા મટી જાય છે. ભાવપ્રકાશ, અથવા હરડેની છાલ ૨૦ તેલ, મરી, પીપર, અને જીરું ૪–૪ તેલા, પીપરીમૂળ ૮ તલા, ચવક ૧૨ તોલા, ચિત્રક ૧૬ તલા, સુંઠ ૨૦ તાલા, શુદ્ધ ભિલામાં ૩૨ તલા, સૂરણ ૬૪ તેલા અને જવખાર ૮ તલા લઈ સુક્ષ્મ ચૂર્ણ કરી ચૂર્ણથી બમણે ગોળ ભેળવી ગોળીઓ અક્ષબહેડા જેવડી મોટી બનાવી ખાય તે ગુદાના મસાને રોગ નાશ થાય છે અર્થાત જે ખારથી કે શસ્ત્રથી દૂર ન થઈ શક્યા હોય તેવા પણ ગુદાના મસાનો આ કાંકોયનમુનિ કથિત કાંકાયનગુટિ નાશ કરે છે. અથવા બંદાલના કવાથથી ગુદા છે. અથવા બંદલની મસાને ધુણી આપે તે મસા જરૂર મટે છે. અથવા સિંધાલૂણ અને બંદાળનાં બીજ કાંજી માં ઘુંટી મસા ઉપર ચોપડે તે આકરા મસા પણ ખરી પડે છે. વૈઘરહસ્ય, અથવા હળદર અને કડવા તુરીયાનું મૂળ વા બીજએઓને લેપ કરે તે મસાનો રોગ મટે છે. અથવા આકડાનાં પાંદડાં, અને સગવાનું મૂળ એઓને લેપ કરવો જેથી મસાને રેગ મટે છે. અથવા એરંડાનું મૂળ, દેવદાર, રાસ્ના, અને જેઠીમધ એઓનું ચૂર્ણ કરી તેમાં ચોથે ભાગે જવનું ચૂર્ણ મેળવી દુધમાં પકાવી તેને શેક અને બાફ લેવાથી ગુદાના મસા તથા તેમાં આવતા સણકા નાશ થાય છે. અથવા લિંબડાનાં પાંદડાં અને કણેરના પાનને લેપ કરવાથી મસાની પીડા મટે છે. અથવા ૧ આરનાળની સાથે ગોળ અને કડવી તુંબડીનું મૂળ ઘસી લેપ કરે જેથી મસાને રોગ મટી જાય છે. વિદ્યવિનોદ, અથવા હીરાકસી, સિંધવ, પીપર, સુંઠ, ઉપલેટ, વઢવાડીયું, મણશીલ, મરી, વાવડીંગ, નેપાળનાં મૂળ, ચિત્રામૂળ, શુદ્ધ
૧ ફોતરાં વગરના કાચા અથવા પકાવેલા ઘઉ ને આથો કરવાથી આરનાલ થાય છે. આરનાલ સંગ્રહણી, અરશ, તથા કફ એને મટાડનાર છે, ઝાડ લાવનાર છે અગ્નીને પ્રદીપ્ત કરે છે અને ઉદાવર્સ, અંગમર્દ, હાડકાનાં શળ, તથા આફરા ઉપર અતી હીતકારી છે.
ભાવપ્રકારી,
For Private And Personal Use Only