________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃતસાગર.
(તરંગ
-
-
શ્વાસનો અધિકાર
શ્વાસનું નિદાન તથા સંખ્યા. જે વસ્તુઓ ખાવાથી કે જે કારણથી હેડકી થાય છે તેજ કારણથી શ્વારા પણ ઉત્પન્ન થાય છે. એ ભયંકર વ્યાધિના ૫ પ્રકાર છે. મહાપાસ ૧, ઉર્દશ્વાસ ૨, છિન્નશ્વાસ ૩, તમકશ્વાસ ૪, અને ક્ષુદ્રાસ ૫, એ પાંચ ભેદ છે.
શ્વાસનું પર્વરૂપ છાતિમાં પીડા, શળ, આફરે, પેટનું સજડ થવું, મળ-મૂત્રનું અટકવું, મુખમાં વિરસપણું અને લમણામાં દુખાવો થાય ત્યારે શ્વાસ રોગ થશે એમ સમજવું.
શ્વાસ રોગનું સ્વરૂપ. સર્વ શરીરમાં ફરતો જે વાયુ તે કફથી મળી જઈ સર્વ નસેને રોકે છે તેથી તે વાયુ ફરી શકતા નથી તેથી શ્વાસ રોગ ઉત્પન્ન થાય છે.
પાંચે શ્વાસનાં પૃથક પૃથક લક્ષણ. જે માણસ દુખવડે ઉચે ચાલતા મેટા શબ્દવાળા શ્વાસ લીધા કરે, આકરેલા મસ્ત બળદની પડ ઉંચા અવાજથી નિરતર હાંફયા કરે, સના તથા જ્ઞાન નષ્ટ થઈ જાય અને આંખે ભ્રમણ કર્યા કરે, શ્વાસ લેતાં હું ફાટેલું રહે, મળમૂત્ર–રોકાઈ જાય, બોલ્ય જવાય નહીં, દીન થઈ જાય તથા શ્વાસની ધ્વની વેગળેથી સંભળાય ત્યારે સમજવું કે મહુધાસ નામનો શ્વાસ થએલ છે.
જે મનુષ્ય બહુ ઉંચો શ્વાસ લીધા કરે છે, પણ નીચે શ્વાસ મૂકી શકાતું નથી, મુ. અને શિરાઓ કફથી ઘેરાઈ જવાને લીધે કુપિત થયેલા વાયુથી ભારે પીડા થાય; દ્રષ્ટિ ઉચ: રહે, તથા ભમ્યા કરે, મૂર્છા થઈ આવે અને ગ્લાનિ પામતાં રોગીના જીવિતને સંશ રહે તેને ઉર્દૂધાસ જાણો.
- શરીરના પાંચે પવનથી પીડાતા શ્વાસ સુટતો લે, અથવા શ્વાસ ન પણ લઈ શકે તથા શરીરનાં મર્મસ્થાનનું છેદન થવા જેવી અસહ્ય પીડા થાય. આફરે, પ્રસ્વેદ, મૂચ્છ, મૂત્રાશયની બળતરા, તથા નેત્ર ખુલ્લાં, શ્વાસ લેતાં નેત્ર લાલ અને આસુ સહિત હાય. શક્તિ રહિત, ચિત્તમાં ઉગ, બકવા અને મહેડુ સુકાઈ જાય તથા શરીરને વર્ણ વિપરીત થઈ જાય તે તે છિન્નધાસ જાણ. (અસાધ્ય છે. )
શરીર પવન ઉલટ કરી નસેને રોકી દે છે, ત્યારે ગરદન અને માથાને પકડી કફને પ્રકટ કરે છે, તેથી તે કફ કંઠમાં આવી ઘર ઘર શબ્દ બોલ્યા કરે છે, શ્વાસના વેગથી ગ્લાનિ પ્રાપ્ત થાય છે. તે કારણથી અગ્નિ રોકાઈ મેહને પ્રાપ્ત કરે છે, બડખે પડતી વખતે દુ:ખ પામે છે. કફ પડ્યા પછી થોડીવાર સુખ થાય છે અને ઠીક રીતે બોલાય છે, કંઠમાં વ્યથા થાય છે, સુવે છે તે શ્વાસની પીડાથી નિદ્રા આવવા પામતી નથી. બેસી રહે તે ચેન પડે છે. ગરમ વસ્તુ-ગરમ હવા સારી લાગે છે. આંખો ઉપર સેજ. પાળ
For Private And Personal Use Only