________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમ)
હેડકી પ્રકરણ
(
૫ )
હેડકીના ઉપાય. પ્રાણાયામના કરવાથી અથવા ભયકારી ચિંતા, ખેદકારી વાર્તાના કહેવાથી તથા વાયુ કફ ઘટે તેવી વસ્તુના ખાવાથી સાંધારણ હેડકી બંધ પડે છે. તથા હેડકીથી કે શ્વાસથી આતુર થએલાને તેલનું મર્દન, શેક, સ્વેદન ક્રિયા અને ઉલટી તથા રેચ આપવો એ અતિ ઉત્તમ છે. પણ દુર્બળ હોય તો તેને શમન આપવું એજ ઉત્તમ છે. અથવા શરીર ઉપર એકદમ ઠંડુ પાણી છાંટવું, વિચિત્ર આશ્ચર્યકારક વાત કહેવી કિવા એકદમ તેને તિરસ્કારનાં વચનો કહેવા જેથી હેડકી શમે છે. અથવા સુંઠ સહિત પકાવેલું બકરીનું દુધ પીવાથી હેડકી બંધ થાય છે. અથવા બીરાના રસમાં જવને સાથ અને સિંધાલૂણ મેળવી સેવન કરે તે હેડકી મટે છે. અથવા સુંઠ, પીપર તથા આંબળાનું ચૂર્ણ મધ સંગાથે ચાટવું અથવા માખીની હઘાર દુધમાં લસોટી નાસ લેવો. અથવા ગેળ તથા સુંઠને પાણીમાં ઘુંટી નાસ લેવો. અથવા ડાભના મૂળના રસમાં મધ મેળવી ચાટવું. અથવા મોરપીછાની રાખ મધમાં ચાટવી. અથવા બીજેરાને રસ સિંધાલૂણુ સાથે મેળવી ખાવ, અથવા કુમારપાઠને રસમાં સુંઠ મેળવીને ખાવી. અથવા પુષ્કરમૂળ, જવખાર અને ભરી સમાન ભાગે લઈ ચૂર્ણ કરી ટાંક ૨ ઉના પાણી સાથે પીવાથી. અથવા હળદર અને અન્ય ડદને અંગારા ઉપર મુકી કે હેકામાં ઘાલી તેને ધૂમાડો સેવન કરે તે ભયંકર હેડકી પણ નાશ પામે છે. વિઘવિનોદ. અથવા સણની છાલનું ચૂર્ણ હેકામાં ઘાલી પીવાથી અથવા સુંઠ, મરી, પીપર, જવા, કાયફળ, કલોંજી જીરું, પુષ્કરમૂળ અને કાકડાશગી એ સઘળાં સમાન ભાગે લઈ ચૂર્ણ કરી મધ સંગાથે ટાંક ૨ ચાટવાથી હેડકી, શ્વાસ અને ઉધરસ નાશ પામે છે. અથવા રેણુક બીજ અને પીપર એ બે, ટાંક ટાંક લઈ હીંગ સાથે કવાથ કરી પીવાથી અથવા અશાળીઓ ટાંક ૧૦ લઈ આઠગણું પાણીમાં નાખી ખૂબ નરમ થાય ત્યારે ચેળી વસ્ત્રથી પાણી ગાળી વારંવાર ચાર તેલા ભાર પીએ કિવા તેનો કવાથ કરી પીએ તે અતિવેગથી પીડા કરતી હેડકીને અવશ્ય તુરત નાશ કરે છે. આ ચંદ્રશુરરસ કહેવાય છે. વૈઘરહસ્ય. અથવા જેઠીમધ ટાંક ૧ મધ સાથે ચાટે તે હેડકી જાય છે, અથવા પીપર ટાંક ૧ સાકર સાથે ફાકવી. અથવા દુધમાં ઘી નાખી ઉનું ઉનું પીએ તે હેડકી મટે છે એમ સુશ્રતનું કહેવું છે. અથવા બીજોરાને રસ, મધ, સંચળ મેળવી પીવાથી નિશે હેડકી જાય છે, વૈદ્યરત્ન. “અથવા કોઠને રસ કે આમળાનો રસ મધ સંગાથે પીવાથી હેડકી તથા શ્વાસ મટે છે. એમ કાશિનાથ પદ્ધતિ અથવા એળચી ૧ ભાગ, તજ ૨ ભાગ, નાગકેસર ૩ ભાગ, મરી ૪ ભાગ પીપર ૫ ભાગ, અને સુંઠ ૬ ભાગ લઈ સૂક્ષ્મ વાટી ધીમાં કરવી એ સર્વના બબર સાકર મેળવી ટાંક ર ભાર પાણી સંગાથે ફાકે તે હેડકી, અજીર્ણ, ઉદરવ્યાધિ, અરશ, શ્વાસ અને ઉધરસ એટલા રોગો નાશ થાય છે. આ એલાદિ ચૂર્ણ કહેવાય છે. વૃદ.
ઇતિ હેડકીને અધિકાર સંપૂર્ણ
For Private And Personal Use Only